Election Banner

Rajkot East

બેઠક નો ચિતાર

 રાજકોટ (પૂર્વ) કહેવાતી આ બેઠકના વિકાસ પ્રતિ મહાપાલિકા અને સરકારે બહુ ઓછુ ધ્યાન દીધું છે. લોકસભાની ગત ચૂંટણીમાં ભાજપ જેને ગઢ માનતો તે રાજકોટ સંસદીય બેઠક પર કોંગ્રેસના કુંવરજીભાઈ બાવળિયાના વિજય માટે આ બેઠક પરનું મતદાન નિર્ણાયક ઠર્યું હતું. આ વિસ્તારમાં કોળી મતદારો, મુસ્લિમ મતદારો અને પછાત મતદારો કોંગ્રેસ તરફી રહે છે. આમ તો મનોહરસિંહ જાડેજાનો ચમકતો સીતારો હતો ત્યારે રાજકોટ-૧ ગણાતા આ મતવિસ્તારમાં ભાજપનો વિજય કઠીન હતો. પણ રમેશ રૃપાપરા, ઉમેશ રાજ્યગુરુ જેવા યુવા નેતાઓ અને છેલ્લે ગોવિંદ પટેલ જેવા પક્ષમાં અગાઉ બળવો કરવા છતાં ભાજપની ટિકીટ પર લડેલા વિજયી થયા પછી તે ભાજપની બેઠક ગણાતી પણ હવે નવા સીમાંકન પછી ભાજપ હવે તેને કઠીન ગણે છે. તો કોંગ્રેસમાં જેઓ અવાજ કરી શકે છે તેવા દાવેદારોએ આ બેઠક પર પસંદગી ઉતારી છે એ દર્શાવે છે કે અહીં રાજકીય પક્ષો જ ભાજપની સામે કોંગ્રેસની જીતને અને તેમાંય જી.પી.પી. જો લેઉઆ પટેલ મતો કાપે તો કોંગ્રેસની જીત સરળ માને છે.

 

છેલ્લી બે ચૂંટણીમાં કોણ જીત્યુ, કોણ હાર્યું

૨૦૦૭ - વિજેતાઃ ભાજપના ગોવિંદ ઉકાભાઈ પટેલ (ભાજપ)

વિજેતાને મળેલા મતઃ ૧૦૭૦૬૫  (લીડ-૩૫,૬૪૩)

પરાજીત (રનર્સઅપ) જયેશ વિઠ્ઠલભાઈ રાદડીયા (કોંગ્રેસ)

મળેલા મતોઃ ૭૧,૪૨૪

૨૦૦૨ વિજેતાઃ ટપુભાઈ લિંબાસિયા (ભાજપ) મળેલા મતઃ ૮૦૮૭૦

પરાજિતઃ મનોહરસિંહ જાડેજા        (કોંગ્રેસ)        મળેલા મત ૬૪૨૮૫

લીડઃ ૧૬૫૮૫
 
 

 

અરવિંદભાઇ રૈયાણી

મિલકત ---

આંતરિક રાજકારણ

મિતુલ દોંગા

મિલકત ---

આંતરિક રાજકારણ

અજીત લોખીલ

મિલકત ---

આંતરિક રાજકારણ

 

કશ્યપ શુક્લ

મિલકત ૧.૩૮ કરોડ

આંતરિક રાજકારણ

ભાજપમાં કશ્યપ શુક્લ કરતા પણ આગળ નામ માંધાતાસંિહ જાડેજાનું હતું જેમનું પત્તુ કાપીને શુક્લને ટિકીટ અપાઈ છે અને આ સાથે આ વિસ્તાર પર વર્ચસ્વ ધરાવતા નરેન્દ્ર સોલંકી સહિતનાને પણ ટિકીટ નથી મળી. પક્ષમાં આંતરિક નારાજગી ભાજપને નડી શકે. ઉપરાંત જી.પી.પી.ના ઉમેદવાર આ વિસ્તારના પરંપરાગત પટેલ મત પણ નહીં મળવા દે. શુક્લને મુસ્લિમ મતો પણ મળવાની શક્યતા નહીવત્‌. જી.પી.પી. પટેલમતો અને કોંગ્રેસને ઓ.બી.સી.મતો જેવો લાભ શુક્લ માટે ઓછો છે.

ઇન્દ્રનીલ રાજ્યગુરૂ

મિલકત ૧૨૩ કરોડ

આંતરિક રાજકારણ

આ વિસ્તારમાં વર્ચસ્વ ધરાવતા પૂર્વ મૅયર અને ૩૦ વર્ષથી કોંગ્રેસના નેતા અશોક ડાંગરને ટિકીટ નહીં મળતા પક્ષપલ્ટો કરીને હવે ઈન્દ્રનીલ રાજ્યગુરુને હરાવવા ઝનુનપૂર્વક નીકળ્યા છે. તેમની સાથે પૂર્વ ડે.મૅયર ભરત મકવાણા વગેરેએ પણ કોંગ્રેસ છોડતા રાજ્યગુરુની મૂશ્કેલી વધી છે. સામે મનોહરસંિહ સક્રિય થયા પણ પેલેસજૂથ તરફથી અગાઉ જેટલો ટેકો મળવાની શક્યતા નથી, કારણ કે માંધાતાસંિહ ભાજપમાં છે.

પ્રવીણ આંબલીયા

મિલકત મિલ્કતઃ૯૦ લાખ

આંતરિક રાજકારણ

લેઉઆ પટેલ છે, નવોદિત છે. અગાઉ કોળી ઉમેદવારનું નામ જી.પી.પી.માંથી નક્કી હતું તે કાપીને છેલ્લે જ્ઞાતિવાદના ધોરણે આ ઉમેદવારને ટિકીટ અપાયાનો વિવાદ.


Winner

ઇન્દ્રનીલ રાજ્યગુરૂ (INC)

Votes: 60877

Loser

કશ્યપ શુક્લ (BJP)

Votes: 56605

Lead

Margin: 4272

Winner

ગોવિંદ ઉકાભાઈ પટેલ

Votes: 107065

Loser

જયેશ વિઠ્ઠલભાઈ રાદડીયા

Votes: 71424

Lead

Margin: 35641

Winner

ટપુભાઈ લિંબાસિયા

Votes: 80870

Loser

મનોહરસિંહ જાડેજા

Votes: 64285

Lead

Margin: 16585


બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

 રાજકીય પ્રભાવ

મહાપાલિકાના વોર્ડ નં.૫,૬,૭માં હાલ ભાજપનું શાસન, વોર્ડ નં.૧૬માં કોંગ્રેસ, ૧૭માં ભાજપ-કોંગ્રેસ અને ૧૮માં ભાજપની બેઠકો. વોર્ડ નં.૩માં ૩ પૈકી ૨ બેઠકો કોંગ્રેસની. એકંદરે

ભાજપ-કોંગ્રેસ બન્નેનું વર્ચસ્વ છે અને ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને અહીં લીડ મળી હતી.

વર્ષ 2017માં રાજકોટ(પૂર્વ) વિધાનસભાની બેઠકોમાં નોંધાયેલા મતદારો

મહિલા મતદાર 1,21,602
પુરૂષ મતદાર 1,36,978
અન્ય 0
કુલ મતદારો 2,58,580