Election Banner

Radhanpur

બેઠક નો ચિતાર


ગુજરાત વિધાનસભાની પાટણ જીલ્લાની મહત્વની એવી રાધનપુર વિધાનસભા બેઠકની રચના ત્રણ તાલુકાના ગામોમાંથી કરવામાં આવી છે.

રાધનપુર વિધાનસભા બેઠકમાં રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. ગુજરાત વિધાનસભાની આ ગ્રામીણ બેઠક પર ગ્રામીણ મતદારોનું પ્રભુત્વ વધારે છે.

રાધનપુર વિધાનસભા બેઠક પર કુલ ૨,૩૭,૭૫૩ મતદારો છે. જેમાં ૧,૨૪,૪૧૮ પ્રુરુષ મતદારો અને ૧,૧૩,૩૩૫ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. જેમાં કુલ ૫૭૦ પોલીંગ બુથ છે.
 

 

લવિંગજી ઠાકોર

મિલકત --

આંતરિક રાજકારણ

અલ્પેશ ઠાકોર

મિલકત --

આંતરિક રાજકારણ

અલ્પેશ ઠાકોર પાસે ઠાકોર સમાજના સારા એવા મત છે અને ભાજપાથી નારાજ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને સમર્થન આપીને ઠાકોર સમાજ દ્વારા પ્રતિનિધિત્વ સ્વીકાર્યુ છે. જો કે હાલ આ બેઠક ભાજપ પાસે છે એટલે અલ્પેશ માટે આ ચઢાણ કપરા સાબીત થઈ શકે છે

 

નાગરજી ઠાકોર

મિલકત ૫૧,૯૯ લાખ

આંતરિક રાજકારણ

તાજેતરમાં પ્રદેશ પ્રમુખને પણ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવા માગણી કરાઇ હતી. બીજી તરફ ભાજપના શંકરભાઇ ચૌધરીના ટેકેદારોએ ઠાકોરોના સંમેલનો મોટા પાયે શરૂ કરી દીધા છે. શંકરભાઇ ઠાકોરને રાજી કરવામાં સફળ રહે તો આ ચૂંટણીમાં બે દિગ્ગજ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. છેલ્લી ૧૧ ચૂંટણીમાં પાંચ વખત કોંગ્રેસ, એક વખત અપક્ષ અને ૧૯૯૮થી ભાજપ જીતતો આવ્યો છે. સમી-હારીજ રદ થવાને કારણે આ બેઠકની ચૂંટણી રસપ્રદ થઇ ગઇ છે.

ભાવસિંહ રાઠોડ

મિલકત ૮૯,૯૫ લાખ

આંતરિક રાજકારણ

પાટણ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. ભાવસંિહ રાઠોડ ભાજપમાંથી ફરી પાછા કોંગ્રેસમાં જોડાતા ત્યાંના સ્થાનિક દાવેદારોમાં નારાજગી છે.

મેમાભાઇ ચૌધરી

મિલકત ૮,૫૨ કરોડ

આંતરિક રાજકારણ

રાધનપુર બેઠક પર જીપીપીના ઉમેદવારને પક્ષની આંતરિક સ્થિતિને જોતાં કોઈ ખાસ ફાયદો થાય તેવું હાલના તબક્કે લાગતું નથી.


Winner

નાગરજી ઠાકોર (BJP)

Votes: 69493

Loser

ભાવસિંહ રાઠોડ (INC)

Votes: 65659

Lead

Margin: 3834

Winner

શંકરભાઇ ચૌધરી

Votes: 55507

Loser

રધુ દેસાઈ (અપક્ષ)

Votes: 27771

Lead

Margin: 27736

Winner

શંકરભાઇ ચૌધરી

Votes: 63297

Loser

લવંિગજી ઠાકોર

Votes: 53247

Lead

Margin: 10050


બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

રાધનપુર વિધાનસભા બેઠક પરના અત્યાર સુધીના ચુંટણી પરિણામો પર નજર

- આ બેઠક ભાજપનો ગઢ છે.જેમાં છેલ્લી ચાર વિધાનસભા ચુંટણીમાં ભાજપના ઉમેદવાર જ વિજયી બનતા આવ્યા છે.

- આ બેઠક પરથી હાલ કોંગ્રેસમાંથી પોતાનો નવો પક્ષ રચનાર બાગી નેતા શંકરસિંહ વાઘેલા આરજેપી(જી) પક્ષમાંથી વર્ષ ૧૯૯૭માં પેટા ચુંટણી જીત્યા હતા.

- આ બેઠક પર વર્ષ ૨૦૦૭માં યોજાયેલી વિધાનસભા ચુંટણીમાં ભાજપના શંકર ચૌધરી જીત્યા હતા.

- જયારે વર્ષે ૨૦૧૨માં યોજાયેલી ચુંટણીમાં કોંગ્રેસના ભાવસિંહ રાઠોડને ભાજપના નાગાજી ઠાકોરે ૨.૫૩ મતથી હરાવ્યા હતા.