Election Banner

Olpad

બેઠક નો ચિતાર

155 - ઓલપાડ વિધાનસભા

ગત વિધાનસભાના ઓલપાડ વિધાનસભા હતો. જેનું વિભાજન થતાં સુરત શહેરનો મત વિસ્તાર છુટો પડી ગયો છે. ઓલપાડ તાલુકા તથા ચોર્યાસી તાલુકા(ભાગ) ગામઃ- ઓલપાડ તાલુકાના ૧૦૮ ગામ તથા વાંસવા, દામકા, મલગામા, ભેસાણ, ઓખા, વણક્કલા, વીહેણ, વરિયાવ, ભરથાણા, કોસાડ, કોસાડ, અસરામા અને મોટો વરાછા, અમરોલી, છાપરા ભાઠા (ભાગ) આ બેઠકમાં સમાયો છે.

ચૂંટણીના ઉમેદવારો

ભાજપમાંથી કિરીટ પટેલ (સીટીંગ ધારાસભ્ય)ની ટિકીટ કાપીને મુકેશ પટેલ (ઓલપાડ તાલુકા સંગઠન પ્રમુખ)ને ટિકીટની ફાળળણી કરી છે.  જયારે કોંગ્રેસમાંથી  જયેશ પટેલ (પાલ)ને ટિકીટની ફાળવણી કરી છે.  ગુજરાત પરિવર્તન પાર્ટીએ શાંતિભાઈ બેચરભાઈ પટેલને ટિકીટ ફાળવી છે

 

મુકેશભાઇ પટેલ

મિલકત ---

આંતરિક રાજકારણ

યોગેન્દ્રસિંહ બાકરોલા

મિલકત ---

આંતરિક રાજકારણ

 

મુકેશ પટેલ

મિલકત ૧.૫૭ કરોડ

આંતરિક રાજકારણ

મુકેશ પટેલને ટિકીટની ફાળવણી સાથે અન્ય દાવેદારોએ વિરોધ પ્રગટ કર્યો હતો. જોકે, હાઈકમાન્ડના આદેશ બાદ વિરોધ ઠંડો પડી ગયો છે. મુકેશના તમામ વિરોધી એક થઈ કામ કરવા લાગ્યા છે.

જયેશ પટેલ

મિલકત ૭.૭૪ કરોડ

આંતરિક રાજકારણ

સરનું આંદોલન કરનારા અને ભાજપમાંથી આવેલા જયેશ પટેલને ટિકીટની ફાળવણી કરી છે. જેની સામે કોગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રગટ કર્યો હતો. આ વિરોધ હજી ચાલુ છે પરંતુ વિરોધ કરનારા ઘણા જ નબળા છે. છતાં મતદાન પર અસર પડી શકે છે.

શાંતિલાલ પટેલ

મિલકત -

આંતરિક રાજકારણ

ઓલપાડ વિધાનસભા મત વિસ્તારમાં પરિવર્તન પાર્ટીનું નહીવત વર્ચસ્વ


Winner

મુકેશ પટેલ (BJP)

Votes: 106805

Loser

જયેશ પટેલ (INC)

Votes: 69747

Lead

Margin: 37058

Winner

કિરીટ પટેલ

Votes: 168284

Loser

કમળાબેન પટેલ

Votes: 80123

Lead

Margin: 88161

Winner

ધનસુખભાઇ પટેલ

Votes: 74572

Loser

ભગુભાઇ પટેલ

Votes: 70455

Lead

Margin: 4117


બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

આંતરિક રાજકારણ

કોળી પટેલ બહુમતિવાળો વિસ્તાર છે. જેના કારણે બન્ને પક્ષે કોળી પટેલ ઉમેદવારને ટીકીટ આપી છે. જયેશ પટેલ સંઘ સાથે જોડાયેલા અને ભાજપમાંથી આવ્યા હોવાથી અન્ય દાવેદારોએ તેમની વિરૃધ્ધ રજુઆત કરીને  ઉમેદવાર બદલવા માટે માગણી કરી છે. આ ઉપરાંત કોળી સમાજે પણ ઉમેદવાર બદલવા માટે માગણી કરી છે. જોકે, તેમ છતાં ચૂંટણીમાં બન્ને ઉમેદવાર સરખા હોવાથી ફાઈટ ટફ રહેશે. કોંગ્રેસીઓ વિરૃધ્ધની કામગીરી નહી કરે તો  કોંગ્રેસના વિજયના ચાન્સ ભાજપ કરતાં વધુ રહેશે.
 
સીમાંકનની અસર

આ બેઠક ભાજપ સુરત શહેરના મતથી જીતતું હતું. ગત વિાનસભાની ચૂંટણીમાં ભાજપને ૮૯,૦૦૦ મતની લીડ મળી હતી. જેમાંથી શહેરી વિસ્તારમાંથી ૭૨૮૦૦ની લીડ મળી હતી. જે હવે અલગ વિાનસભા મજુરામાં સમાવેશ થયો છે. જેની સામે તાપી કિનારાની ઝુંપડપટ્ટીના ૨૦ હજાર જેટલા મતદાર ગરીબ આવાસનાનો સમાવેશ ઓલપાડ વિનસભામાં થયો છે.
 
બેઠકમાં ક્યા પક્ષનો  કેવો પ્રભાવ

ઓલપાડ અને હાલની મજુરા બેઠક એક હતી ત્યારથી જ ગામડાઓ કોંગ્રેસ સાથે જ્યારે શહેરના મતદારો ભાજપ સાથે રહ્યાં છે. પરંતુ બેઠકનું વિભાજન થતાં ગામડાના કારણે કોંગ્રેસનો પ્રભાવ રહ્યો છે.

2012નૂં ચૂંટણી પ્રભાવ

ઉમેદવાર પક્ષ મળેલા મત લીડ
મુકેશ પટેલ BJP 1,06,805 37,058
જયેશ પટેલ INC 69,747  
શાંતિલાલ પટેલ GPP 5,040