Election Banner

Navsari

બેઠક નો ચિતાર

175 - નવસારી વિધાનસભા
 
નવસારી બેઠક પર આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે. ત્યાર બાદ કોળી પટેલ મતદારો વધુ છે. આ જ્ઞાાતિઓનાં વર્ચસ્વવાળી બેઠક ગત વખતે સીમાંકન બાદ સામાન્ય જાહેર થતાં ભાજપે અનાવિલ સમાજની માત્ર 10 હજારની સંખ્યા હોવા છતાં પિયુષભાઇ દેસાઇને ટિકિટ આપી હતી. અને વર્ષ-2012માં તેમનો વિજય થયો હતો. આ વખતે પણ ભાજપે તેમને જ રીપીટ કર્યા છે.
 
માજીમંત્રી અને ટિકિટના પ્રબળ દાવેદાર કોળી સમાજનાં કરશન પટેલને ટિકિટ નહીં મળતા તે ચૂંટણીમાં નિષ્ક્રિય થઇ જાય તો ભાજપને મુશ્કેલી પડી શકે છે. ઉપરાંત જિલ્લા ભાજપ મહામંત્રી ભુરાલાલ શાહ  જૂના મજબુત સંગઠક રહ્યાં છે.
 
14 હજારની સંખ્યા બળ ધરાવતા જૈન સમાજે આ વખતે ભુરાલાલ શાહ માટે ભારે મહેનત કરી હતી. જેના કારણમાં પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૃપાણી જૈન હોવાથી ટિકિટ ચોક્કસ મળશે એવો આશાવાદ હતો  અને તેમ છતાં મેળ નહીં પડતા જૈન સમાજ નારાજ થયો છે, તે પિયુષ દેસાઇને ચિંતા કરાવનાર છે.

 

પિયુષભાઈ દેસાઇ

મિલકત ---

આંતરિક રાજકારણ

ભાવનાબહેન પટેલ

મિલકત ---

આંતરિક રાજકારણ

 

પિયુષભાઈ દેસાઈ

મિલકત ૪૧.૫૦ લાખ

આંતરિક રાજકારણ

આ બેઠક ભાજપનો ગઢ ગણાય છે. અહીં પાંચ ટર્મથી ભાજપના મંગિભાઈ પટેલ (વનમંત્રી) વિજેતા બને છે. ભાજપમાં જુથબંધી છે. આ ચૂંટણીમાં બે ડઝનથી વઘુ દાવેદારોએ ટીકીટ માટે દાવેદારી કરી હતી. ટીકીટ વાંચ્છુઓમાં અસંતોષ છે પણ તે સામે આવતો નથી. ચૂંટણીમાં જે ઉમેદવાર હોય તે બધા કાર્યકરો પાર્ટી માટે કામે લાગી જાય છે.

એ. ડી. પટેલ

મિલકત ૧૧.૮૪ લાખ

આંતરિક રાજકારણ

આ બેઠક પર કોંગ્રેસે પહેલા વિરેન્દ્ર દેસાઈનું નામ મુક્યું હતું. પરંતુ બાદમાં અચાનક એ.ડી. પટેલની પસંદગી કરી છે. એ.ડી. પટેલ મજબૂત ઉમેદવાર મનાતા નથી. કોંગ્રેસની જુથબંધી જ તેમની મોટી દુશ્મન બનશે. આ બેઠક કોંગ્રેસે સામે ચાલીને ભાજપને આપી દીધી હોવાની ચર્ચા છે.

ટી.એમ.દેસાઇ

મિલકત ૨૦.૦૦ લાખ

આંતરિક રાજકારણ

નવી પાર્ટીના ઉમેદાર સામે પક્ષમાંથી કોઇનો વિરોધ નથી.


Winner

પિયુષભાઈ દેસાઇ (BJP)

Votes: 100060

Loser

ભાવનાબહેન પટેલ (Congress)

Votes: 53965

Lead

Margin: 46095

Winner

પિયુષભાઈ દેસાઈ (BJP)

Votes: 81000

Loser

એ. ડી. પટેલ (INC)

Votes: 65499

Lead

Margin: 15501

Winner

મંગુભાઇ પટેલ

Votes: 54575

Loser

અલ્પેશ પટેલ

Votes: 36271

Lead

Margin: 18304

Winner

મંગુભાઇ પટેલ

Votes: 52520

Loser

ભાસ્કર રાઠોડ

Votes: 48682

Lead

Margin: 3838


બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

175 નંબરની નવસારી વિધાનસભા બેઠક પર વર્ષ 2007માં ભારતીય જનતા પાર્ટીની ટીકિટ પર મંગુભાઇ પટેલનો વિજય થયો હતો.  વર્ષ 2012માં ભારતીય જનતા પાર્ટીએ નવા ઉમેદવારને તક આપી યુષભાઇ દેસાઇને ટીકિટ આપી અને વિજયી થયા હતા. પીયુષભાઇ દેસાઇએ કોંગ્રેસના અરવિંદભાઇ પટેલને 15981 મતોથી હરાવી બેઠક પર કબ્જો મેળવ્યો હતો.

Gujarat Assembly Election, 2012
Party Candidate Votes % ±
  BJP Piyushbhai Desai 81601 52.14  
  INC Arvindbhai Patel 65620 41.93  
Majority 15981 41.93  
Turnout 156493 74.64  
  BJP hold Swing    

- 175 નંબરની નવસારી વિધાનસભા બેઠક પર વર્ષ 2007માં ભારતીય જનતા પાર્ટીની ટીકિટ પર મંગુભાઇ પટેલનો વિજય થયો હતો.

- વર્ષ 2012માં ભારતીય જનતા પાર્ટીએ નવા ઉમેદવારને તક આપી પીયુષભાઇ દેસાઇને ટીકિટ આપી અને વિજયી થયા હતા.