Election Banner

Matar

બેઠક નો ચિતાર

115-માતર

માતર બેઠક પર વર્ષ ૨૦૧૨ની વિધાનસભામાં ભાજપના દેવુંસિંદ ચૌહાણ અનુક્રમે ૬૫૮૭ મતોની સરસાઈથી વિજેતા થયા હતા. વર્ષ ૨૦૧૪માં તેઓ લોકસભામાં જતાં ત્યાં પેટા ચૂંટણી યોજાઈ હતી. તેમાં પણ ભાજપના કેસરીસિંહ સોલંકી વિજેતા થયા હતા. આ વખતે ભાજપના ઉમેદવાર કેસરીસિંહ છે. તેના કારણે ભાજપમાં ભંગાણ પડયું છે.

આ બેઠક પર પણ કોંગ્રેસે દ્વારા ૨૦૧૨માં દેવુસિંહ ચૌહાણને હંફાવનારા સંજય પટેલને પોતાના ઉમેદવાર તરીકે પંસદ કરવામાં આવ્યા છે.માતર વિધાનસભા બેઠક પર સૌથી વધુ ૩૫૦૦૦ હજાર થી પણ વધારે મતદારો પટેલ સમુદાયના છે તેમજ  પરમાર અને મુસ્લિમ સમાજના મતદારો ખાસ્સી સંખ્યામાં હોવાથી આ બેઠક પર આ ત્રણેય વર્ગના મતદારોનુ પ્રભુત્વ રહેલુ છે.
 

 

કેસરીસિંહ સોલંકી

મિલકત 1 કરોડ

આંતરિક રાજકારણ

સંજયભાઈ એચ. પટેલ

મિલકત --

આંતરિક રાજકારણ

 

દેવુસિંહ ચૌહાણ

મિલકત ૮૧,૮૪,૩૪૦

આંતરિક રાજકારણ

તેઓ સીટીંગ ધારાસભ્ય છે. પરંતુ પાંચ વર્ષ પહેલા મારી પાસે કોઇ બેલેન્સ નથી કે કોઇ મિલકત નથી એવું ચૂંટણી સભાઓમાં બોલતા હતા. અને આજે તેમની પાસે નડિયાદ શહેરમાં લાખોની મિલકત છે. આ મુદ્દાને પ્રતિસ્પર્ધીઓ તેમની વિરુદ્ધના પ્રચારમાં વાપરે છે. વળી, કેટલાક સ્થાનિક વિવાદો પણ તેઓ રહ્યા છે. તેમના પ્રતિસ્પર્ધી રાકેશ રાવે ભાજપ છોડી જીપીપીમાંથી ઝંપલાવ્યું છે. અને રાકેશ રાવ ભાજપમાં આ ઉમેદવાર કરતા ઘણા સીનીયર છે. આથી ભાજપના મતોના બે ભાગલા આ ઉમેદવારને મુશ્કેલી ઉભી કરી શકે તેમ છે.

સંજયભાઇ પટેલ

મિલકત ૨,૯૩,૦૭,૦૭૨

આંતરિક રાજકારણ

પાર્ટીમાં અને રાજકારણમાં નવો ચહેરો છે. પોતાના કોન્ટ્રાક્ટના બિઝનેસમાં સ્થાનિક ગામડાઓ સુધી સંબંધો વિસ્તાર્યા છે. સ્થાનિક કોંગી અગ્રણીઓ સાથે મોટા વિવાદો નથી. પરંતુ ધીરુભાઇ ચાવડા જેવા પીઢ કાર્યકરને તથા તેમના ગુ્રપના કોઇ વ્યક્તિને ટીકીટ ન મળતા આ ઉમેદવારને સ્થાનિક અનુભવી કોંગી અગ્રણીઓની નિષ્ક્રિયતાનો સામનો કરવો પડે.

રાકેશભાઇ રાવ

મિલકત ૬,૧૦,૦૦૦

આંતરિક રાજકારણ

આ ઉમેદવાર ભાજપના જૂના કાર્યકર,અગાઉના ધારાસભ્ય, અને હાલના જિલ્લા પંચાયત પ્રમુખ છે. ભાજપની ટીકીટ ન મળતા પક્ષમાં અને હોદ્દા પરથી રાજીનામુ આપી જીપીપીમાંથી ઝંપલાવ્યું છે. આથી તેમને પોતાના પરંપરાગત ભાજપના મતોથી જ જીતવાનું છે. જેમાં ભાજપના ઉમેદવારની સ્પર્ધા કપરી બની શકશે.


Winner

દેવુસિંહ ચૌહાણ (BJP)

Votes: 71021

Loser

સંજયભાઇ પટેલ (INC)

Votes: 64534

Lead

Margin: 6487

Winner

દેવુસંિહ ચૌહાણ

Votes: 56914

Loser

નરહરિ અમીન

Votes: 49115

Lead

Margin: 7799

Winner

રાકેશ રાવ

Votes: 51433

Loser

ધીરૂભાઇ ચાવડા

Votes: 41415

Lead

Margin: 10018


બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

માતર-૧૧૫

કોની સામે કોણ ટકરાશે?

 ભાજપ કોંગ્રેસ
કેસરીસિંહ સોલંકી સંજય પટેલ