Election Banner

Jambusar

બેઠક નો ચિતાર

150 - જંબુસર વિધાનસભા
 
મત વિસ્તાર
જંબુસર વિધાનસભા મત વિસ્તારમાં જંબુસર અને આમોદ તાલુકાનો સમાવેશ થાય છે.
 
જંબુસર બેઠકનું 2012નું પરિણામ
સને - 2012માં ભાજપે તેના વર્તમાન ધારાસભ્ય છત્રસિંહ મોરીને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા. કોંગ્રેસે તેમની સામે કિરણભાઇ મકવામાને ઉતારતાં છત્રસિંહ મોરીને 74,864 મત અને કિરણભાઈ મકવામાને 56,13૪ મત મળતાં કોંગ્રેસની 18,730 મતે હાર થઈ હતી.
 
છેલ્લી પાંચ ચૂંટણીનો ઇતિહાસ
- છેલ્લી પાંચ ચૂંટણીમાં 2007ના અપવાદ સિવાય ભાજપ જીતનો આવ્યો છે. 1995માં ભાજપનાં છત્રસિંહ મોરીને 7૪86૪ મત મળતાં કોંગ્રેસના કિરણસિંહ મકવામાની 5613૪ મત મળતાં 18730 મતે કોંગ્રેસની હાર થઈ હતી.
 
- 1998માં છત્રસિંહ મોરીને ભાજપે ફરી ચૂંટણી જંગમાં ઉતારતાં તેઓને 39903 મત મળ્યા હતા. કોંગ્રેસના હીરાભાઈ પઢિયારને 28895 મત મળતાં કોંગ્રેસની 11008 મતે હાર થઈ હતી.
 
- 2002માં પણ ભાજપે છત્રસિંહ મોરીને ચૂંટણી જંગમાં ઉતારતાં તેઓને 53,712 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના હીરાભાઈ પઢિયારે ૪1339 મતે મેળવતાં 12,373 મતે તેમની હાર થઈ હતી.
 
- 2007માં પણ ભાજપે છત્રસિંહ મોરીને ચૂંટણી જંગમાં ઉતારતાં તેઓને 3908૪ મત મળ્યા હતા. પરંતુ, કિરણભાી મકવાણાએ  ૪0085 મત મેળવી ભાજપ સામે 1001 મતની નજીવી સરસાઈથી વિજય મેળવ્યો હતો.
 
2012માં પણ ભાજપના છત્રસિંહ મોરી અને કોંગ્રેસના કિરણભાઈ મકવાણા વચ્ચે ચૂંટણી જંગ ખેલાતા કોંગ્રેસને 18730 મતના તફાવતથી પરાજય મળ્યો હતો. તેમાં છત્રસિંહને 7૪86૪ જ્યારે કિરણભાઈને 5613૪ મત મળ્યા હતા.
 
વર્તમાન ઉમેદવારો
ભાજપના ઉમેદવારઃ છત્રસિંહ મોરી
કોંગ્રેસના ઉમેદવારઃ સંજયસિંહ સોલંકી

 

છત્રસિંહ મોરી

મિલકત ---

આંતરિક રાજકારણ

સંજય સોલંકી

મિલકત ---

આંતરિક રાજકારણ

 

છત્રસિઁહ મોરી

મિલકત ૮,૫૮૬,૭૩૦

આંતરિક રાજકારણ

ભાજપના ઉમેદવાર છત્રસંિહ મોરીની ગત ચૂંટણીમાં આંતરિક જૂથબંધીના કારણે ૧૩૦૪ મતે પરાજીત થયા હતા. આ વખતે એચ. કે. પટેલને ટિકિટ ન મળતા બંનેના કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ થયુ હતું. છત્રસંિહ મોરીથી હાલ પટેલ સમાજ નારાજ છે. તેથી આ વખતે તેમને મુશ્કેલી થઇ શકે છે.

કિરણ મકવાણા

મિલકત ૧,૧૯૩,૦૦૦

આંતરિક રાજકારણ

કોંગ્રેસમાં  ગત ચૂંટણીમાં ૧૩૦૪ મતે વિજેતા થયેલા કિરણ મકવાણા સામે આ વખતે મુસ્લીમ સમાજનો વિરોધ છે.  આ ચૂંટણીમાં જિ. પં. સભ્ય કોંગ્રેસના બળવાખોર ઉસ્માન મીંડી અપક્ષ ઉમેદવાર હોવાથી કોંગ્રેસના ઉમેદવારના મત ખેંચી જાય તેમ જણાય છે.


Winner

છત્રસિઁહ મોરી (BJP)

Votes: 74864

Loser

કિરણ મકવાણા (INC)

Votes: 56134

Lead

Margin: 18730

Winner

કિરણકુમાર મકવાણા

Votes: 40085

Loser

છત્રસંિહ મોરી

Votes: 39084

Lead

Margin: 1001

Winner

છત્રસંિહ મોરી

Votes: 53712

Loser

હીરાભાઇ પઢીયાર

Votes: 41339

Lead

Margin: 12373


બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

- આ બેઠક પર પહેલી ચુંટણીમાં ચિમનભાઇ કોગ્રેસના વિનોદ શાહને હરાવી વિજેતા બન્યા હતાં.
- 1967 માં વિનોદ શાહે આર.એમ.પટેલ અપક્ષને હરાવ્યાં હતા.
- 1972 અને 1975 માં કોગ્રેસના મગનભાઇ સોલંકીએ એનસીઓના ઠાકોર અમીન ને હરાવ્યા હતાં.
- 1980 માં કોગ્રેસના મગનભાઇએ જનતાપક્ષના ચિમનભાઇ ને હરાવ્યા તો 1985 માં કોગ્રેસના મગનભાઇ જનતાપક્ષના મનહર આચાર્યને હરાવ્યા હતાં.
- 1990 માં ભાજપના પુંજાભાઈ મોરીએ કોગ્રેસના મગનભાઇ ને હરાવ્યા હતા.પુંજાભાઈના અવસાન બાદ યોજાયેલ પેટાચુંટણીમાં ભાજપના છત્રસિંહ મોરી કોગ્રેસના મગનભાઇને હરાવ્યા હતા.
- 1995માં ભાજપ ના છત્રસિંહ મોરીએ કોગ્રેસના મહેશ સોલંકીને હરાવ્યા હતા 1998ની મઘ્યસત્ર ચુંટણીમાં છત્રસિંહે કોગ્રેસના હિરાભાઇ પઢિયારને હરાવ્યા હતાં.
- 2002 ફરી હિરાભાઈ છત્રસિહ સામે હાર્યા હતા.
 

મતદારોનો ઝોક
મતદારો બે ભાગે વહેંચાયેલા જણાય છે. જોકે, ભાજપ તરફી ઝોક જણાઇ રહ્યો છે. પરંતુ અન્ય પક્ષો અને અપક્ષો કોઇની પણ જીતની બાજી બગાડી શકે તેમ છે.
તમામ ચૂંટણીઓમાં ભાજપે માત્ર એક જ ઉમેદવારન ચૂંટણીજંગમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે બે ઉમેદવારને વારાફરતી ચૂંટણીજંગમાં ઉતાર્યા હતા. તેમાં 2007માં સફળતા મળતા કોંગ્રેસે ઉમેદવારનું પુનરાવર્તન કરતાં પરાજય વેઠયો હતો.

મતવિસ્તારની સમસ્યાઓ
આ મતવિસ્તારમાં ગટર, પાણી, રસ્તા, નહેરમાંથી સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યા અને વીજળીના પ્રશ્નો હજી હલ થયા નથી. બેકારી અને ઘરઆંગણે રોજગારીની તકોનો અભાવ મતદારો પર પ્રભાવ પાડે તેમ છે. નર્મદાના પાણી નહીં મળતા કોઇ ખેડૂતોમાં રોષ છે. નહેરોની સફાઇમાં વિલંબ અને તકલાદી નહેરોનું નિર્માણ વિગેરે પ્રશ્નો પણ નોંધપાત્ર રહ્યા હોઇ જનતા કદાચ પરિવર્તન પસંદ કરે તો નવાઇ નહીં. જોકે, 2007માં પરિવર્તન માટે થયેલું મતદાન ફળદાયી નહીં નીવડતા મતદારો ભાજપ તરફ પાછા વળ્યા છે.
 
ચૂંટણીના મુદ્દાઓ પર મતદારોની પ્રતિક્રિયા
જીએસટી અને નોટબંધી જેવા રાષ્ટ્રીય પ્રશ્નો અંગે પ્રજામત નિર્ણાયક પ્રતિક્રિયા પાડે તેમ નથી. નોટબંધી વેળા પડેલી હાડમારી હજી મધ્યમવર્ગના દિમાગ પર તાજી છે. જ્યારે જીએસટીથી વેપારીવર્ગમાં નારાજગી જોવા મળે છે. જંબુસર અને આમોદમાં પૂરતો વિકાસ નહીં થતાં અસંતોષ જોવા મળે છે.