Election Banner

Jalalpore

બેઠક નો ચિતાર

174 - જલાલપોર વિધાનસભા 

જલાલપોર બેઠક પર કોળી પટેલ સમાજનાં મતદારોનું વર્ચસ્વ છે. છેલ્લી પાંચ ટર્મથી સતત વિજેતા બનતા સીટીંગ ધારસભ્ય  આર.સી. પટેલને ભાજપે પુનઃ છઠ્ઠી વખત રીપીટ કર્યા છે. તેઓ પોતે કોળી સમાજમાંથી આવે છે. તેમની સામે કોંગ્રેસે પણ કોળી સમાજનાં યુવાન પરિમલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે.

તેઓ આર.સી. પટેલનાં એક વખતના નજીકના સાથીદાર રહ્યાં છે. આમ કોળી વર્સિસ કોળી ઉમેદવાર વચ્ચેના જંગમાં ભાજપનાં બળવાખોર ઉમેદવાર અર્જુન પાટીલ મહારાષ્ટ્રીયન છે. આ બેઠક  અંતર્ગત આવતા વિજલપોર શહેરનાં 20 હજારથી વધુ મહારાષ્ટ્રીયન મતો અને સ્થાનિક પરપ્રાંતીય મતો ભાજપનાં વિજયનાં સમીકરણ બગાડી શકે છે. કારણ કે એન્ટી ઇન્કબંન્સી ફેકટર વચ્ચે કોળી સમાજનાં મતોનું વિભાજન થશે. તેમજ અન્ય ઉમેદવારો મત કાપશે. આમ હાલમાં ચિત્ર ભાજપ માટે ચિંતા કરાવે તેવું દેખાઇ રહ્યું છે.

 

રમેશભાઇ પટેલ

મિલકત ---

આંતરિક રાજકારણ

પરિમલ પટેલ

મિલકત ---

આંતરિક રાજકારણ

 

આર. સી. પટેલ

મિલકત ૬૯.૬૦ લાખ

આંતરિક રાજકારણ

ભાજપમાં વર્તમાન ચૂંટણી વેળા કોઈ જુથવાદ નથી. આ બેઠક પર ત્રણ ટર્મથી આર.સી. પટેલ ભાજપમાંથી વિજેતા બને છે. ભાજપે ચોથી વખત તેમને રીપીટ કર્યા છે. ભાજપમાં કોઈ જૂથવાદ નથી પણ આર.સી. પટેલની સામે છુપો અસંતોષ જરૂર છે.

રણજીતભાઈ પંચાલ

મિલકત ૩.૬૮ કરોડ

આંતરિક રાજકારણ

આ બેઠક પર પહેલા વિજલપોર નગરપાલિકા પ્રમુખ ધર્મેશભાઈ પટેલનું નામ વહેતું થયા બાદ તેમની જગ્યા પર આશ્ચર્યજનક રીતે રણજીતભાઈ પાંચાલને ટીકીટ અપાતા ટીકીટ વાંચ્છુ ધર્મેશભાઈ પટેલ અને તેમના સમર્થકોમાં રોષ ફેલાઈ ગયો હતો. કોંગ્રેસ કોળી ઉમેદવારની અવગણના કરી હોવાની લાગણીનો લાભ ભાજપને મળી શકે છે. ધર્મેશભાઈ પટેલના પિતા એવા નવસારી જિલ્લા કોંગ્રેસના માજી પ્રમુખ ભીમભાઈ પટેલે પોતાના પુત્રને ટીકીટ નહીં આપવા પાછળ રૂપિયાની લેવડદેવડ થઈ હોવાનો ગંભીર આક્ષેપ કરી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયા, કેન્દ્રિય મંત્રી તુષાર ચૌધરી, જલાહર ઉપાઘ્યાય અને નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગોવંિદભાઈ પટેલ સામે બળાપો કાઢી પોતે ‘‘નિષ્ક્રિય’’ થઈ જવાની જાહેરાત કરી દીધી છે.

ચંદ્રકાંત રાણા

મિલકત ૨૨.૬૯ લાખ

આંતરિક રાજકારણ

નવા પક્ષ જીપીપીમાં ઉમેદવાર સામે કોઇ વિરોધ નથી.


Winner

રમેશભાઇ પટેલ (BJP)

Votes: 36653

Loser

પરિમલ પટેલ (Congress)

Votes: 27899

Lead

Margin: 8754

Winner

આર. સી. પટેલ (BJP)

Votes: 76797

Loser

રણજીતભાઈ પંચાલ (INC)

Votes: 58930

Lead

Margin: 17867

Winner

સુરેશ પટેલ

Votes: 38665

Loser

રમેશભાઇ પટેલ

Votes: 32902

Lead

Margin: 5763

Winner

આર.સી. પટેલ

Votes: 51403

Loser

સુનિલ પટેલ

Votes: 47350

Lead

Margin: 4053


બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

- 174 નંબરની જાલોલપર વિધાનસભા બેઠક પર વર્ષ 2007 અને 2012માં ભારતીય જનતા પાર્ટીની ટીકિટ પર આર.સી.પટેલનો વિજય થયો છે. વર્ષ 2012માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર રણજીતભાઇ પંચાલને 17867ની સરસાઇ સાથે બેઠક પર કબ્જો મેળવ્યો હતો.

આ બેઠક પર છેલ્લી પાંચ ટર્મથી ભાજપનો દબદબો રહ્યો છે. જે સમગ્ર રાજ્યમાં જ દેખાયો છે. ગત વર્ષ- ૨૦૧૨ની ચૂંટણીમાં ભાજપના આર.સી.પટેલ વિજેતા થયા હતા. તેમણે તેમના નીકટના હરીફ કોંગ્રેસનાં રણજીતભાઇ પાંચાલને માત્ર ૧૭,૮૧૭ મતે પરાજય આપ્યો હતો. આર.સી. પટેલ સામે ભાજપનાં ભીતરમાં અસંતોષ ફેલાયેલો હતો. જે આજે વધુ જોરશોરમાં સળગી ઉઠયો છે. જેના કારણમાં તેમનો એકાધિકારવાદવાળો સ્વભાવ હોવાનું કહેવાય છે.
 
મુખ્યત્વે ખેતી, મચ્છીમારી અને પશુપાલન પર આધારિત જીવનધોરણ ધરાવતા આ વિસ્તારના લોકો દરિયા કાંઠે વસે છે. વિશ્વનું ઐતિહાસિક સ્થળ દાંડી જલાલપોરમાં આવેલું છે.
 
 
આ બેઠક પર છેલ્લી પાંચ ટર્મથી ભાજપનો દબદબો રહ્યો છે. જે સમગ્ર રાજ્યમાં જ દેખાયો છે. ગત વર્ષ- ૨૦૧૨ની ચૂંટણીમાં ભાજપના આર.સી.પટેલ વિજેતા થયા હતા. તેમણે તેમના નીકટના હરીફ કોંગ્રેસનાં રણજીતભાઇ પાંચાલને માત્ર ૧૭,૮૧૭ મતે પરાજય આપ્યો હતો. આર.સી. પટેલ સામે ભાજપનાં ભીતરમાં અસંતોષ ફેલાયેલો હતો. જે આજે વધુ જોરશોરમાં સળગી ઉઠયો છે. જેના કારણમાં તેમનો એકાધિકારવાદવાળો સ્વભાવ હોવાનું કહેવાય છે.
 
વિતેલા પાંચ વર્ષમાં ઝીંગાના સેંકડો તળાવોની વધેલી સંખ્યા, લોકોની દાદ-ફરિયાદની કોઇ સુનવણી નહીં થતી હોવાથી રોષની લાગણી ફેલાઇ છે. આર.સી.પટેલે ફરીથી દાવેદારી કરી છે. ત્યારે તેમની સામે તેમના જ ગામમાંથી યુવાનોએ ટિકિટ માંગી પડકાર ફેંક્યો છે. જેમાં કૌશિક પટેલ, ધનંજય ભટ્ટ, અનિલ પટેલ, દિનેશ પટેલ, અશોક પટેલે ટિકિટ માંગી છે. જ્યારે કોંગ્રેસમાંથી ધર્મેશભાઇ પટેલ, રણજીત પંચાલ, પરિમલ પટેલ વગેરે નામોની ચર્ચા છે.
 
ભાજપ આર.સી.પટેલના નિકટના ગણાતા નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઇ  પટેલ  (નિમળાઇ) અથવા અનિલભાઇ પટેલને અજમાવી શકે છે. જ્યારે કોંગ્રેસ પરિમલ પટેલ અથવા ધર્મેશ ભીમભાઇ પટેલને ટિકિટ આપી શકે છે એવી ચર્ચા રાજકીય વર્તુળમાં ચાલી રહી છે.આ બેઠક પરના ૮૨,૫૦૦ કોળી પટેલ મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવશે.
Gujarat Assembly Election, 2012
Party Candidate Votes % ±
  BJP R C Patel 76797 53.31  
  INC Ranjitbhai Panchal 58930 40.91  
Majority 17867 12.40  
Turnout 144051 73.12  
  BJP hold Swing