Election Banner

Dharampur

બેઠક નો ચિતાર

178 - ધરમપુર વિધાનસભા

વિધાનસભા મત વિસ્તારમાં આદિવાસીઓ મતદારોનું પ્રભુત્વ રહ્યું છે. અહી ઢોડિયા સમાજના મતદારો સૌથી વધુ ૪૧ ટકા છે, પરંતુ અહીંના ૨૪ ટકા કુકણા મતદારો નિર્ણાયક બની શકે છે. ભૂતકાળમાં અહીં ભાજપે કુકણા સમાજના ઉમેદવાર મણીભાઇ ચૌધરીને ટિકિટની ફાળવણી કરી આ બેઠક હાંસલ કરી હતી.

જોકે, હાલ આ બેઠક ફરીથી કોંગ્રેસે છીનવી લીધી છે. આ ચૂંટણીમાં આ બેઠક પર ઢોડિયા વિરૃધ્ધ ઢોડિયા ઉમેદવાર છે. જેને લઇ જંગ રસાકસીનો છે. બંને તરફે કોઇ ખાસ વિરોધી નથી.બંને પક્ષમાં કોઇ બળવો થયો નથી. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ કિશનભાઇએ આ બેઠક પર દાવેદારી કરી હતી, પરંતુ પાછળથી તેમને લોકસભાની ચૂંટણી લડાવવાની વાત કહી સમજાવી લેવાયા હતા.

બીજી તરફ આ વર્ષે ભાજપમાં પણ કોઇ વિખવાદ નથી. જેને લઇ આ બેઠક પર ખરાખરીનો જંગ ખેલાય એવું લાગી રહ્યું છે.

 

અરવિંદભાઇ પટેલ

મિલકત --

આંતરિક રાજકારણ

ઇશ્વરભાઇ પટેલ

મિલકત ---

આંતરિક રાજકારણ

 

સુમિત્રાબેન બટુકભાઇ ચૌધરી

મિલકત રૂ.૨.૦૫ કરોડ

આંતરિક રાજકારણ

ભાજપમાંથી જેમની ઉપર કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો ખુદ ભાજપના જ ૧૨ દાવેદારોએ કર્યા હતા તે સુમિત્રાબેન ચૌધરીને ટીકીટ આપતા ૧૧ દાવેદારો નિષ્ક્રિય થઇ ગયા છે. જે ભાજપને નુકશાન કરી શકે તેમ છે. ભાજપે આ બેઠક ઉપર કોંગ્રેસને લડત આપવી હશે તો તમામ અસંતુષ્ટોને મનાવવા પડશે.

ઇશ્વરભાઇ વેઢાભાઇ પટેલ

મિલકત રૂ.૮.૧૯ લાખ

આંતરિક રાજકારણ

કોંગ્રેસમાં પણ સાંસદ કિશન પટેલના ઉમેદવાર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઇશ્વર પટેલ સામે ભારે વિરોધ છ


Winner

અરવિંદભાઇ પટેલ (BJP)

Votes: 94944

Loser

ઇશ્વરભાઇ પટેલ (Congress)

Votes: 72698

Lead

Margin: 22246

Winner

ઇશ્વરભાઇ વેઢાભાઇ પટેલ (INC)

Votes: 82319

Loser

સુમિત્રાબેન બટુકભાઇ ચૌધરી (BJP)

Votes: 67021

Lead

Margin: 15298


બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

૨૦૦૭ની ચૂંટણીમાં કોંગ્રેસના છનાભાઇ ચૌધરીને ૬૪૨૪૩ અને ભાજપના માજી સાંસદ મણીભાઇ ચૌધરીને ૪૭૪૧૨ મતો મળ્યા હતા. કોંગ્રેસના છનાભાઇ ચૌધરી ૧૬૮૩૧ મતોએ વિજયી થયા હતા.

જિલ્લામાં કોંગ્રેસનું જમા પાસું પક્ષમાં જુથવાદ નથી તે છે જ્યારે ભાજપમાં ઠેરઠેર જુથવાદ વકરેલો છે. ભાજપના હોટ ફેવરીટ મનાતા દાવેદાર સુમિત્રાબેન ચૌધરી સામે જ અન્ય ૧૨ દાવેદારોએ વિરોધ કરી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને લેખિતમાં સુમિત્રાબેન ચૌધરીએ એનાર્ડ ફાઉન્ડેશન મારફત આદિવાસીઓની યોજનાઓના કરોડો રૂપિયાનો ભ્રષ્ટ્રાચાર કર્યાનું જણાવી તેમના સિવાય અન્ય કોઇ દાવેદારને ટીકીટ ફાળવવાનું જણાવ્યું છે. બીજી બાજું માજી સાંસદ મણીભાઇ ચૌધરીનું જુથ પણ અલગ છે.

નવા સીમાંકન પ્રમાણે ધરમપુર બેઠકના ૯૦ ગામો વાંસદા બેઠકમાં ગયા છે જે કોંગ્રેસના ગઢ ગણાય છે. જ્યારે વલસાડ તાલુકાના ૪૨ ગામો ધરમપુર બેઠકમાં સમાવાયા છે. જેમાં કોંગ્રેસ તરફી ઘણા ગામો છે. કોંગ્રેસને ફાયદા કરતા નુકશાન વઘુ જણાય છે. જો કે આ બેઠક ઉપર મોટી સરસાઇથી જીતતી આવી છે તે જમા પાસુ છે.