Election Banner

Dasada

બેઠક નો ચિતાર

60 - દસાડા વિધાનસભા

ગુજરાત વિધાનસભાની સુરેન્દ્રનગર જીલ્લાની દસાડા(એસ.સી) વિધાનસભા બેઠક દલિત ઉમેદવાર માટે અનામત રાખવા આવી છે. આ વિધાનસભા બેઠકમાં સુરેન્દ્રનગર જીલ્લાના દસાડા, લખતર અને લીંબડી તાલુકાના કેટલાંક ગામોનો સમાવેશ થાય છે. આ બેઠક પર દલિત, ઠાકોર મતદારોનું પ્રભુત્વ જોવા મળે છે.

આ વિધાનસભા બેઠકમાં કુલ 2,18,763 મતદારો છે. જેમાં 1,02,211 મહિલા મતદારો અને 1,16,552 પુરુષ મતદારો છે. જેમાં કુલ 253 પોલીંગ બુથ છે.

છેલ્લી 5 ચૂંટણીના પરિણામ

- 2012 - પુનમભાઈ મકવાણા - ભાજપ ( મળેલ મત - 65404 ) - 10640 મતોથી જીત હાંસિલ કરી હતી...હરીફ ઉમેદવાર : મનહરલાલ મકવાણા (કોંગ્રેસ)
 
- 2007 - શંભુપ્રસાદ ટુંડીયા - ભાજપ ( મળેલ મત - 38174 ) - 4068 મતોથી જીત હાંસિલ કરી હતી....હરીફ ઉમેદવાર : મનહરલાલ મકવાણા (કોંગ્રેસ)
 
- 2002 - મનહરલાલ મકવાણા - કોંગ્રેસ ( મળેલ મત - 46098 ) - 613 મતોથી જીત હાંસિલ કરી હતી....હરીફ ઉમેદવાર : ફકીરભાઈ વાઘેલા (ભાજપ)
 
- 1998 - ફકીરભાઈ વાઘેલા - ભાજપ ( મળેલ મત - 39632 ) - 23148 મતોથી જીત હાંસિલ કરી હતી....હરીફ ઉમેદવાર : તેજસિંહ દેવાભાઇ (કોંગ્રેસ)
 
- 1995 - ફકીરભાઈ વાઘેલા - ભાજપ ( મળેલ મત - 50713 ) - 22684 મતોથી જીત હાંસિલ કરી હતી....હરીફ ઉમેદવાર : અમરસિંહ સોલંકી (કોંગ્રેસ)
 
વર્તમાન ઉમેદવારો
- ભાજપ - રમણલાલ વોરા (દલિત સમાજ)
- કોંગ્રેસ - નૌશાદ સોલંકી (દલિત સમાજ)

 

રમણભાઇ વોરા

મિલકત ---

આંતરિક રાજકારણ

નૌશાદજી સોલંકી

મિલકત ---

આંતરિક રાજકારણ

 

પૂનમભાઈ કાળાભાઈ મકવાણા

મિલકત -

આંતરિક રાજકારણ

મનહર મકવાણા

મિલકત -

આંતરિક રાજકારણ

સુરેશભાઈ ગોહિલ

મિલકત -

આંતરિક રાજકારણ


Winner

પૂનમભાઈ કાળાભાઈ મકવાણા (BJP)

Votes: 65404

Loser

મનહર મકવાણા (INC)

Votes: 54764

Lead

Margin: 10640


બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

મતક્ષેત્રની 5 સમસ્યાઓ : 
- સૌથી મોટી સમસ્યા પાણીની છે પીવા કે ખેતી માટે પાણી નથી મળતું 
 
- અગરિયાઓ સહીત પ્રજાજનોની પ્રાથમિક જરૂરિયાતો પુરી પાડવામાં આવી નથી 
 
- દેશનું સૌથી વધુ મીઠાનું ઉત્પાદન અહીં થાય છે તેમ છતાંય અગરિયાઓનું જીવન ધોરણ સુધરે તે માટે કોઈ પ્રયત્નો હાથ ધરવામાં આવતા નથી 
 
- રોઝ અને ઘુડખરનો સૌથી વધુ ત્રાસ 
 
- રોડ, રસ્તા સહીત પાણીની સમસ્યાઓ 
 
- ચોમાસા દરમિયાન રણમાં પાણી ભરાઈ રહેતા લોકોને પડતી હાલાકી
 
છેલ્લાં 5 વર્ષની મહત્વની ઘટના
- મારામારી, માલવણ હાઇવે પર લૂંટના બનાવો 
 
- દલિત સમાજનું આંદોલન ઉગ્ર બન્યું છે
 
- અતિવૃષ્ટિને કારણે અનેક લોકોને નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે
 
- ભારે વરસાદને કારણે મીઠા ઉદ્યોગને અસર પડી છે
 
- સૌથી વધુ જૂથ અથડામણ અને હત્યાના બનાવો બન્યા છે 
 
એમ.એલ.એ ગ્રાન્ટના વપરાશના આંકડા - પુનમભાઈ મકવાણા ( છેલ્લા પાંચ વર્ષના )
- વર્ષ 2013 -14 : 46.15 લાખ (તળાવ ઊંડું કરવું, સીસીરોડ, બાંકડા)
 
- વર્ષ 2014 - 15 : 85.58 લાખ (સીસીરોડ, નાળું, તળાવ ઊંડું ઉતારવું, દીવાલ, કમ્પાઉન્ડ વોલ)
 
- વર્ષ 2015 - 16 : 70.66 લાખ (સીસીરોડ, દીવાલ, પાણીની પાઇપલાઈન, તળાવ ઊંડું ઉતારવું)
 
- વર્ષ 2016 - 17 : ફૂલ 87.83 લાખ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જેમાં થી માત્ર 6.69 લાખ ગ્રાન્ટ વાપરવામાં આવી છે. (વીજળીકરણ અને કમ્પાઉન્ડ વોલ)
 
- વર્ષ 2017 - 18 : ફૂલ 22.55 લાખ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જેમાંથી માત્ર 4 લાખ ગ્રાન્ટ વાપરવામાં આવી છે. (એલ.ઇ.ડી સ્નાનઘાટની કામગીરી)
 

વર્ષ 2017માં દસાડા વિધાનસભાની બેઠકોમાં નોંધાયેલા મતદારો

મહિલા મતદાર 1,13,092
પુરૂષ મતદાર 1,23,990
અન્ય 1
કુલ મતદારો 2,37,083