Election Banner

Dang

બેઠક નો ચિતાર

ડાંગ વિધાનસભા (અનુસુચિત જનજાતિ અનામત)

આ બેઠકના ૯૮ ટકા મતદારો આદિવાસીઓ છે. જેથી બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગઢ છે. જોકે, ૨૦૦૭ની ચૂંટણીમાં ઇતિહાસમાં પહેલી વખત આ બેઠક પર ભાજપે ભગવો લહેરાવ્યો હતો. હાલના કુલ ૧,૬૬,૨૧૯ મતદારો પૈકી ૩૪ હજાર મતદાર ખિસ્તી ધર્મ પાળે છે. અહીં કોંગ્રેસે ધારાસભ્ય મંગળભાઇ ગાવિતને રીપીટ કર્યા છે.

તો ભાજપે માજી ધારાસભ્ય વિજય પટેલને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક કબ્જે કરવા ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે. જ્યારે કોંગ્રેસના મંગળ ગાંવિતને આ ચૂંટણીમાં સંભવિત ડેમ બનવાની સરકારની હિલચાલનો લાભ થશે અને તેની લોકપ્રિયતાનો લાભ તો ખરો જ.

 

વિજય પટેલ

મિલકત ---

આંતરિક રાજકારણ

મંગલભાઇ ગાવીત

મિલકત ---

આંતરિક રાજકારણ

 

વિજયભાઇ પટેલ

મિલકત ૧.૦૫ કરોડ

આંતરિક રાજકારણ

હાલ ભાજપમાં કોઇ જુથવાદ નથી. કોંગ્રેસનો ગઢ મનાતી આ બેઠક ગત ચૂંટણીમાં ભાજપે કબ્જે કરી હતી. ડાંગ જિલ્લા પંચાયત પર પણ હાલમાં ભાજપનો કબ્જો અને આહવા તાલુકા પંચાયત પર પણ ભાજપનો કબ્જો હોવાથી ભાજપની સ્થિતિ સારી છે.

મંગળભાઇ ગાવિત

મિલકત ૫૦.૪૧ લાખ

આંતરિક રાજકારણ

આ બેઠક પર કોંગ્રેસની પણ સારી કહી શકાય. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પર ભલે ભાજપનો કબ્જો હોય પણ અહીંના ખિસ્તીઓ પરંપરાગત કોંગ્રેસના મતદારો છે. જોકે કોંગ્રેસ પાસે કોઇ મજબુત ખ્રિસ્તી નેતા નથી.

યોગેશભાઇ ભોય

મિલકત ૬.૫૬ લાખ

આંતરિક રાજકારણ

નવા પક્ષ જીપીપીમાં કોઇ રાજકારણ નથી. જીપીપીના ઉમેદવાર દક્ષિણ ગુજરાતની શુગર ફેકટરીઓમાં કામ પર જતા મજુરો પર ભાગે વગ ધરાવે છે.


Winner

મંગલભાઇ ગાવીત (Congress)

Votes: 6933

Loser

વિજય પટેલ (BJP)

Votes: 5623

Lead

Margin: 1310

Winner

મંગળભાઇ ગાવિત (INC)

Votes: 45637

Loser

વિજયભાઇ પટેલ (BJP)

Votes: 43215

Lead

Margin: 2422


બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

 આ બેઠક ભાજપ પાસે છે. પરંતુ હાલમા ધારાસભ્ય સામે લોકોમાં અસંતોષ છે. લોકોને સહકાર મળતો ન હોવાની ફરિયાદો છે. જંગલની જમીનની ફાળવણી, નરેગા યોજનામાં ભ્રષ્ટાચારના મુદ્દે સીબીઆઇની તપાસને પગલે હાલમાં કોગ્રેસ માટે બેઠક પરત મેળવી શકાય એવી સ્થિતિ છે.

હાલમાં અહી જિલ્લા પંચાયત પર ભાજપનો કબ્જો છે. પંચાયતની ચૂંટણીમાં ભાજપે ખ્રિસ્તી ઉમેદવારને ટિકીટ આપી હતી પણ તે હારી ગયો હતો. અહીના ખ્રિસ્તીઓ પરંપરાગત રીતે કોંગ્રેસના મતદારો છે. પણ કોગ્રેસ પાસે કોઇ મજબૂત ખ્રિસ્તી નેતા નથી.