Election Banner

Dahegam

બેઠક નો ચિતાર

ગુજરાતના ગાંધીનગર જીલ્લાની દહેગામ વિધાનસભા બેઠકમાં દહેગામ તાલુકા તમામ ગામોનો સમાવેશ થાય છે. આ બેઠક નવા સીમાંકન બાદ અસ્તિત્વ આવી છે. 

દહેગામ વિધાનસભા બેઠક પર કુલ 1,83,880 મતદારો છે. જેમાં 94,998 પુરુષ મતદારો અને 88,878 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. આ બેઠક પર કુલ 220 પોલીંગ બુથ છે.

આ બેઠક પર ઠાકોર અને પટેલ મતદારોનો પ્રભાવ વધુ જોવા મળે છે.આમ, તો આ બેઠક ગ્રામીણ બેઠક હોવાના પગલે ગ્રામીણ મતદારોનો મિજાજ પણ ઉમેદવારની જીત કે હાર માટે મહત્વનો માનવામાં આવે છે. ત્યારે આ વિધાનસભા ચુંટણીમાં પણ આ બેઠક જાળવી રાખવી કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે.

 

બલરાજ ચૌહાણ

મિલકત -

આંતરિક રાજકારણ

કામીનીબા બી. રાઠોડ

મિલકત --

આંતરિક રાજકારણ

 

રોહિત ઠાકોર

મિલકત ૪૨ કરોડ

આંતરિક રાજકારણ

સતત બે ટર્મ નિષ્ફળ રહ્યા બાદ વર્ષ ૨૦૧૦માં યોજાયેલી પેટા ચુંટણીમાં ભાજપના કલ્યાણસિંહ ચૌહાણે જીતનો સ્વાદ ચાખ્યો છે પરંતુ તેમને રીપીટ કરવાને બદલે નરેન્દ્ર મોદીએ અમદાવાદના રોહિત ઠાકોરને ટિકીટ આપી છે પરિણામે સ્થાનિક આગેવાનોમાં ભારે વિરોધ ઊભો થયો છે. એક સમયે આ બેઠક ઉપર મંત્રી જયસિંહ ચૌહાણનું નામ પણ ચર્ચાતું હતું પરંતુ છેલ્લી ઘડીએ રોહિત ઠાકોરને મેદાને ઉતાર્યા છે. દહેગામ ભાજપમાં હાલ બળવાની સ્થિતિ છે જિલ્લા ભાજપના આગેવાનો દ્વારા મામલો થાળે નહીં પડતાં ડેમેજ કંટ્રોલ માટે આ વિસ્તારના સાંસદ હરિન પાઠકને મોદીએ દોડાવ્યાં છે.

કામિનીબેન રાઠોડ

મિલકત ૧૭.૬૭ લાખ

આંતરિક રાજકારણ

કોંગ્રેસમાં પણ આ વખતે દહેગામ બેઠક ચર્ચાનું કેન્દ્ર રહી હતી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ માટે સલામત ગણાતી આ બેઠક ઉપરથી ચુંટણીમાં ઝંપલાવે એવી શક્યતાઓ જોવાતી હતી પરંતુ છેલ્લી ઘડીએ શંકરસિંહે કપડવંજ બેઠક પસંદ કરતાં આ બેઠક ઉપર કામિનીબેન રાઠોડને ટિકીટ આપવામાં આવી છે. દહેગામમાં કોંગ્રેસ દ્વારા પટેલોની અવગણનાના મામલે વિખવાદ જોવા મળે છે.


Winner

કામિનીબેન રાઠોડ (INC)

Votes: 61043

Loser

રોહિત ઠાકોર (BJP)

Votes: 58746

Lead

Margin: 2297

Winner

જગદિશ ઠાકોર

Votes: 52204

Loser

કલ્યાણસંિહ ચૌહાણ

Votes: 50421

Lead

Margin: 1783

Winner

જગદિશ ઠાકોર

Votes: 56550

Loser

કલ્યાણસંિહ ચૌહાણ

Votes: 53731

Lead

Margin: 2819


બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

ગાંધીનગર જીલ્લાની દહેગામ વિધાનસભા પરના ચુંટણી પરિણામ પર નજર કરીએ તો જણાશે કે વર્ષ 2012માં આ બેઠક પરથી કોંગ્રેસના મહિલા ઉમેદવાર કામિનીબા રાઠોડે ભાજપના ઉમેદવાર રોહિતજી ઠાકોરને 1.79 ટકાની સરસાઈથી હરાવીને આ બેઠક જીતી હતી. સીમાંકન બાદ પ્રથમ વાર જ યોજાયેલી વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર આ બેઠક જીતી હતી. જેના લીધે આ વિધાનસભા ચુંટણીમાં પણ આ બેઠક જાળવી રાખવી કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે.