Election Banner

Bhiloda

બેઠક નો ચિતાર

બેઠકનું નામ: 30- ભિલોડા(ST)

ગુજરાત વિધાનસભાની અરવલ્લી જીલ્લાની Bhiloda (ST) વિધાનસભા આદિવાસી ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે.

આ બેઠકમાં ભિલોડાતાલુકા અને મેઘરજ તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. ભિલોડા(ST) વિધાનસભા પર કુલ 2,79,520 મતદારો છે. જેમાં 8,326 નવા મતદારો નોંધાયા છે. આ બેઠક પર ૩૫૭ પોલીંગ બુથ છે. જેમાં ભિલોડા તાલુકામાં 1 થી 231 અને મેઘરજ તાલુકામાં 232 થી 357 મતદાન મથક ફાળવવામાં આવ્યા છે. મેઘરજ-ભિલોડા વિધાનસભા બેઠકમાં સૌથી વધારે મતદારો આદિવાસી સમુદાયના છે. આથી આદિવાસી મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરવામાં નિર્ણાયક ભુમિકા ભજવશે.

 

પી.સી. બરંડા

મિલકત -

આંતરિક રાજકારણ

ડો. અનીલ જે. જોશીયારા

મિલકત --

આંતરિક રાજકારણ

 

નીલાબેન મડિયા

મિલકત ૭૨ લાખ

આંતરિક રાજકારણ

૨૦૦૨ અને ૨૦૦૭માં આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હોવાથી આ વખતે પણ કદાચ આ સીટ પર ભાજપને વિજય મેળવવામાં મુશ્કેલી પડે તેવું ચિત્ર જણાઈ રહ્યું છે તેમ છતાં ભાજપ તરફથી આ વખતે વિજયનો દાવો થઈ રહ્યો છે.

ડૉ. અનિલ જોષીયારા

મિલકત ૭૫.૭૪ લાખ

આંતરિક રાજકારણ

જો કે આ વખતે નવા સિમાંકનને કારણે મેઘરજ બેઠકનો વિસ્તાર ભિલોડા બેઠકમાં ભળી જતાં કોંગ્રેસ માટે કપરા ચઢાણ સાબિત થશે. જયારે ભાજપના મતો આ બેઠકમાં ઉમેરાયા હોવાથી ભાજપના ઉમેદવારને જીત માટે થોડી રાહત રહેશે.

જયેશભાઇ ગામીત

મિલકત -

આંતરિક રાજકારણ

મુખ્યત્વે આદિવાસી મતદારો ધરાવતા આ વિસ્તારમાં સળંગ બે વખતથી કોંગ્રેસ વિજેતા થયું છે ત્યારે આ વખતે ત્રીજા પરીબળ તરીકે જીપીપીના ઉમેદવારે પોતાનું નસીબ અજમાવ્યું છે પરંતુ તેમને કોઈ વિશેષ લાભ થાય તેમ લાગતું નથી.


Winner

ડૉ. અનિલ જોષીયારા (INC)

Votes: 95799

Loser

નીલાબેન મડિયા (BJP)

Votes: 64256

Lead

Margin: 31543

Winner

અનિલ જોષીયારા

Votes: 58697

Loser

વિપુલ ચૌધરી

Votes: 46941

Lead

Margin: 11756

Winner

ડો. અનિલ જોષીયારા

Votes: 58111

Loser

ઉપેન્દ્ર ત્રિવેદી

Votes: 50948

Lead

Margin: 7163


બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

ભિલોડા(ST) વિધાનસભા બેઠકના અત્યાર સુધીના ચુંટણી પરિણામો પર નજર કરીએ તો જણાશે કે વર્ષ ૨૦૧૨માં આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ડો. અનિલ જોશીયારાએ ભાજપના મહિલા ઉમેદવાર નીલાબહેન મોડીયાને ૧૭.૯૪ ટકા મતની સરસાઈથી હરાવીને આ બેઠક જીતી હતી. જયારે વર્ષ ૨૦૦૭માં પણ કોંગ્રેસના ઉમેદવાર ડો. અનિલ જોશીયારાએ ભાજપના ઉમેદવાર વિપુલ ચૌધરીને ૧૧, ૭૫૬ મતથી હરાવીને બેઠક જીતી હતી.


આ બેઠક પરથી ગુજરાતી ફિલ્મોના કલાકાર સ્વર્ગસ્થ ઉપેન્દ્ર ત્રિવેદીએ પણ ત્રણ વાર ૧૯૮૫, ૧૯૯૦માં કોંગ્રેસમાંથી અને ૧૯૯૮માં અપક્ષમાંથી ચુંટણી જીતી હતી. તેમજ છેલ્લી બે ટર્મથી આ બેઠક કોંગ્રેસના એક જ ઉમેદવાર આ બેઠક જીતતા આવ્યા છે. ડો. અનિલ જોશીયારાએ આ બેઠક વર્ષ ૧૯૯૫માં ભાજપના ઉમેદવાર તરીકે કોંગ્રેસના ઉમેદવાર ઉપેન્દ્ર ત્રિવેદીને હરાવીને પણ જીતી હતી. એટલે કે જોવા જઈએ તો આ બેઠક પર મતદારો પક્ષ કરતા વ્યક્તિ આધારિત મતદાન કરે છે તે સ્પષ્ટ છે.

ભિલોડા(ST) વિધાનસભા બેઠકના જાતીય ગણિતની વાત કરીએ તો જણાશે કે આ બેઠક પર ૪૯ ટકા આદિવાસી, ૨૩ ટકા ઓબીસી, ૬ ટકા બ્રાહમણ , ૨ ટકા મુસ્લિમ , ૩ ટકા ક્ષત્રિય અને ૨ ટકા અન્ય મતદારો જોવા મળે છે. આમ ,આદિવાસી ઉમેદવાર માટે અનામત આ બેઠક પર આદિવાસી અને ઓબીસી મતદારોનો દબદબો જોવા મળે છે.

વર્ષ 2012માં ભિલોડા વિધાનસભાની બેઠકોમાં કેટલા મતદારો હતા

મહિલા મતદાર 1,36,614
પુરૂષ મતદાર 1,42,890
કુલ મતદારો 2,79,520
મતદાનની ટકાવારી 72.34