Election Banner

Abdasa

બેઠક નો ચિતાર

બેઠકનો વર્ષવાર ચિતાર

- ગુજરાત વિધાનસભાની અબડાસા બેઠકમાં 1975માં મહેશભાઈ ઠક્કરે વિજય મેળવ્યો હતો.

- પરંતુ ત્યારબાદ 1980 અને 1990માં માન્યતા અનુસાર તેમને હરિફ ઉમેદવાર સામે હારનો ઘુંટ પીવો પડયો હતો.

- 1990માં તારાચંદ છેડા અહીંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, પરંતુ 1995માં તેને પણ પરાજય સહન કરવો પડયો હતો.

- વર્ષ 2002માં વિજયી બનેલા નરેન્દ્રસિંહ જાડેજાને પણ 2007માં ચૂંટણી જીતવામાં સફળતા મળી ન હતી.

- છેલ્લે વર્ષ 2012માં કોંગ્રેસમાંથી વિજયી થયેલા છબીલભાઈ પટેલ રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા.

- વર્ષ 2014માં શક્તિસિંહ ગોહિલ સામે ઉમેદવારી કરી હતી, પરંતુ બેઠકે પોતાની માન્યતાને અણનમ રાખતા છબીલભાઈ પટેલને પરાજયનો સ્વાદ ચખાડયો હતો.

 

છબીલભાઇ પટેલ

મિલકત ---

આંતરિક રાજકારણ

પ્રદ્યુમનસિંહ જાડેજા

મિલકત -

આંતરિક રાજકારણ

 

જ્યંતિલાલ ભાનુશાલી

મિલકત -

આંતરિક રાજકારણ

વર્તમાન વિધાનસભાની ચૂંટણી વેળાએ ભાજપમાં જુથવાદ દેખાતો નથી પરંતુ આ બેઠક ઉપર કોંગ્રેસમાં જૂથવાદ સર્જાયો છે. કેમ કે અબડાસાના પૂર્વ ધારાસભ્ય ઈબ્રાહીમ મંધરાને ટીકીટ મળશે તેવી ધારણા હતી અને આપી પણ શકાય છતાં સૃથાનિક ઉમેદવારને ટિકીટ ના આપી કોંગ્રેસ બારાતુ ઉમેદવારને ચૂંટણી લડવાની તક આપતા ઘેરો વિવાદ ઉભો થયો છે. સરવાળે નુકસાન કોંગ્રેસ પક્ષને છે. આમ ભાજપમાં તો ઉમેદવાર જાહેર થયા બાદ વધુ કહી શકાય. જો કે રીપીટ થીયરી અપનાવાશે પણ કોંગ્રેસ દ્વારા તો ઘરના ઝૂપડા બાળવામાં આવી રહ્યા છે. આમ છતાં લખપત તાલુકો લગભગ કોંગ્રેસનો ગઢ ગણાય છે જેથી ભાજપ માટે આ તાલુકો આંતરિક રાજકારણ સર્જશે.

છબીલભાઈ પટેલ

મિલકત -

આંતરિક રાજકારણ

અબડાસા વિધાનસભા બેઠક ઉપર આ વખતે કોંગ્રેસના ઈબ્રાહીમ મંધરાને ટીકીટ મળશે તેવી આશા હતી પરંતુ માંડવીથી છબીલભાઈ પટેલને ટીકીટ ફાળવાતા થોડા દિવસો સુધી અબડાસા તાલુકામાં કોંગ્રેસમાં વિખવાદ સર્જાયો હતો. રાત્રિ દરમિયાન મિટીંગો પણ જામી પરંતુ ટીકીટ ફાળવણીમાં કોઈપણ ફેરબદલ નહીં થતા આખરે વિવાદ તો સમેટાય ગયો પરંતુ આગામી દિવસોમાં અબડાસા તાલુકાના મતદારો કોંગ્રેસના ઉમેદવારને ફળશે છે કે કેમ જોવું રહ્યું.

મહેશોજી સોઢા

મિલકત -

આંતરિક રાજકારણ


Winner

છબીલભાઈ પટેલ (INC)

Votes: 60704

Loser

જ્યંતિલાલ ભાનુશાલી (BJP)

Votes: 53091

Lead

Margin: 7613


બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

 

 

પટેલો ક્ષત્રિય ઉમેદવારને આવકારશે!
અબડાસા બેઠક પર ભાજપ દ્વારા ગત 2012ની ચુંટણીમાં હારેલા ઉમેદવાર છબીલ પટેલની પસંદગી કરી ઉમેદવાર તરીકે આ 2017ની ચુંટણીમાં મુકવામાં આવ્યા છે. જયારે સામે કોંગ્રેસે ક્ષત્રિય ઉમેદવાર પ્રધ્યુમનસિંહ જાડેજાની પસંદગી કરી છે. અબડાસા, નખત્રાણા અને લખપત એમ ત્રણ તાલુકાને સાંકળતી બેઠક પર ક્ષત્રિયો, પટેલો, લઘુમતિના મતદારો નિર્ણાયક બની રહે તેમ છે. જો કે પટેલો ક્ષત્રિય ઉમેદવારને આવકારશે કે કેમ? 
 
અબડાસા તાલુકામાં રોજગારી, પાણી ઘાસચારો, શિક્ષણ, આરોગ્ય સહિતની પ્રાથમિક સુવિધાઓ અભાવ વર્તાય છે. 
અબડાસા બેઠકની વાત કરીએ તો અહિં 2012ની ચુંટણીમાં કોંગ્રેસમાંથી છબીલ પટેલને ઉભા રાખવામાં આવ્યા હતા. તેમને 60704 મત મળ્યા હતા જયારે ભાજપના જયંતિ ભાનુશાલીને 53091 મત મળ્યા હતા. છબીલભાઈ વિજયી બન્યા હતા. જો કે ત્યારબાદ બે વર્ષ પછી તેમને પક્ષ પલ્ટો કરી કોંગ્રેસ છોડી ભાજપમાં આવતા પુનઃ પેટા ચુંટણી યોજવામાં આવી હતી જેમાં છબીલ પટેલને ભાજપે ટિકીટ આપી જયારે સામે કોંગ્રેસમાંથી પ્રદેશ કક્ષાના નેતા શકિતસિંહ ગોહિલની ટિકીટ આપવામાં આવી હતી જેમાં શકિતસિંહ વિજય બન્યા હતા. પટેલને 67099 જયારે શકિતસિંહને 67863 મત મળતા 764 મતે ગોહિલ વિજેતા બન્યા હતા.