Election Banner

વિરમગામઃ કોંગ્રેસ- ભાજપ દ્વારા 4 ટર્મથી પાટીદાર ઉમેદવારને ટિકિટ અપાઈ છે

વિરમગામઃ કોંગ્રેસ- ભાજપ દ્વારા 4 ટર્મથી પાટીદાર ઉમેદવારને ટિકિટ અપાઈ છે
વિરમગામ વિધાનસભા બેઠકમાં ઠાકોર- પટેલ મતદારોનું પ્રભુત્વ

2012ની વિધાનસભાની ચુંટણી વિરમગામની બેઠક નવા સીમાંકન મુજબ યોજાઇ હતી. અગાઉ માંડલ- વિરમગામ વિધાનસભા અલગ મત વિસ્તાર હતા. માંડલ મત વિસ્તારમાં માંડલ અને દેત્રોજ તાલુકાના ગામો સાથે વિરમગામ તાલુકાના કેટલાક ગામોનો સમાવેશ થયો હતો.

2007 બાદ નવા સીમાંકન જાહેર થયુ હતું. નવા સીમાંકનમાં વિરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકાના ગામોનો સમાવેશ થયો હતો. 2009 માં લોકસભાની ચુંટણી વિરમગામ વિધાનસભાના નવા સીમાંકન મુજબ યોજાઇ હતી. જેમાં વિરમગામ વિધાનસભા વિસ્તારમાંથી ભાજપ કરતા કોંગ્રેસને 8731 મતો વધુ મળ્યા હતા.

ત્યારબાદ વિરમગામ વિધાનસભાની 2012 માં ચુંટણીમાં માંડલ બેઠક પરથી બે ટર્મ ચુંટાયેલા પ્રાગજીભાઇ પટેલ ત્રીજીવાર વિરમગામ વિધાનસભાની બેઠક પર કોંગ્રેસના તેજશ્રીબેન સામે મેદાનમાં ઉતર્યા હતા. 2012 માં ભાજપના બે ટર્મ ચુંટણી જીતેલા પ્રાગજીભાઇ પટેલ 16997 મતોથી હાર્યા હતા.

નવા સીમાંકનમાં વિરમગામ વિધાનસભા મતદારોમાં સૌથી વધુ ઠાકોર, પાટીદાર અને દરબાર મતદારો છે. ઉપરાંત કો.પટેલ, મુસ્લિમ, દલિત, નાડોદા, જૈન, બ્રાહ્મણ સહીત સમાજના મતદારો છે.

છેલ્લા ચાર ટર્મથી વિરમગામ અને માંડલ (નવા સીમાંકન) બેઠક પર કોંગ્રેસ- ભાજપ દ્વારા પાટીદાર સમાજના ઉમેદવારને ટીકીટ આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે 2017 માં ભાજપમાંથી સૌથી વધુ પાટીદાર સમાજના ઉમદેવારો દાવેદારી કરી છે. જયારે કોંગ્રેસમાંથી પણ પાટીદાર અને ઠાકોર સમાજના ઉમદેવારો દાવેદારી કરી રહ્યા છે. હવે જોવાનું કે ભાજપ અને કોંગ્રેસ કયા સમાજના ઉમેદવારને ટીકીટ આપે છે.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર