Election Banner

પાદરામાં વિજેતા થયેલા કોંગ્રેસી ઉમેદવારના વિજય સરઘસમાં ફાયરિંગ

 

 

વડોદરા,તા.19.ડીસેમ્બર
પાદરા વિધાનસભાની ચૂંટણીમાં  કોંગ્રેસના વિજયી ઉમેદવારના વિજય સરઘસમાં ફાયરિંગની ઘટનાના પગલે ભારે ચર્ચા જાગી છે. વિજેતા ઉમેદવારના એક ટેકેદાર દ્વારા અતિ ઉત્સાહમાં આવી જઇ જાહેરમાં હવામાં ફાયરિંગ કરાયુ હતુ જેનો વિડિઓ પણ વાયરલ થતા પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી છે.
એરગનથી ફાયરિંગ થયુ  હોવાનું લાગે છે અને તપાસ કરીએ છીએ ઃ પોલીસ
પાદરા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ ઠાકોરનો વિજય થયો હતો. તેઓ વિજય જાહેર થયા બાદ પાદરા વિધાનસભા મતવિસ્તારમાં તેમની વિજય રેલી નીકળી હતી. આ રેલીમાં એક કાર્યકરે અતિ ઉત્સાહમાં આવી જઇને પોતાની પાસેની રાયફલ ઉંચી કરી હતી અને હવામાં ગોળીબાર કર્યો હતો. આ સમયે ટેકેદારો દ્વારા પણ ચીચીયારીઓ કરવામાં આવી હતી જો કે ગોળીબાર કર્યા બાદ અન્ય ટેકેદારે રાયફલ પરત લઇ લીધી હતી.
પાદરાની આ વિજયરેલીમાં બનેલી આ ઘટનાનો વિડિઓ પણ વાયરલ થયો છે જેમાં કોંગ્રેસના ઉમેદવારના ટેકેદાર દ્વારા હવામાં ગોળીબાર કરવામાં આવ્યો હોય તેમ સ્પષ્ટ જણાય છે આ અંગે પાદરા પોલીસે જણાવ્યુ હતુ કે હવામાં ગોળીબારની ઘટના બની છે પરંતુ ચૂંટણી દરમિયાન તમામ હથિયારો જમા કરાવવામાં આવ્યા હોવાથી એરગનથી ફાયરીંગ થયુ હોવુ જોઇએ આ અંગે કોઇ ગુનો દાખલ થયો નથી પરંતુ તેની તપાસ ચાલુ છે.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર