Election Banner

મહીસાગર જિલ્લામાં કોંગ્રેસે ત્રણમાંથી બે બેઠક ગુમાવી દીધી,પક્ષપલટુઓને જનતાએ જાકારો આપ્યો

લુણાવાડા,તા.૧૯
મહીસાગર જિલ્લાની ત્રણ બેઠકોમાં એક કોંગ્રેસ એક ભાજપ અને એક અપક્ષને ફાળે ગઇ હતી. મહીસાગર જિલ્લામાં છેલ્લા દસ વર્ષથી કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું હતું. જેમાં એક બેઠક ઉપર  ભાજપ અને એક બેઠક ઉપર અપક્ષનો વિજય થતાં કોંગ્રેસને મહીસાગર જિલ્લાની બાલાશિનોર બેઠક ઉપર કોંગ્રેસમાંથી પક્ષપલ્ટો કરીને ભાપજમાં ગયેલાં માનસિંહ ચૌહાણનો પરાજય થયો હતો. જયારે કોંગ્રેસના અજીતસિંહ ચૌહાણનો વિજય થયો હતો.
મત ગણતરીના પરિણામોમાં ત્રણ પૈકીની એક કોંગ્રેસ, એક ભાજપ અને એક અપક્ષને ફાળે
મહીસાગર જિલ્લાની ચૂંટણીનો પી.એન. પંડયા કોલેજ ખાતે વહેલી સવારે મતદાન ગણતરીનો શરુઆત થઇ હતી. લુણાવાડા બેઠક ઉપર જોઇએ તો શરુઆતથી અંત સુધી ભાજપ અને અપક્ષ વચ્ચે કસોકસનો મુકાબલો થયો હતો. જેમાં અંતે અપક્ષ  ઉમેદવાર રતનસિંહ મગનસિંહ રાઠોડની ૩૨૦૦ મતે વિજય થયો હતો. જેમાં ભાજપના મનોજભાઇ પટેલને ૫૧૮૯૮ મતો જયારે રતનસિંહ મગનસિંહ રાઠોડને ૫૫૦૯૮ મતો ળ્યા હતા. જયારે ત્રીજા ક્રમે રહેલી કોંગ્રેસના પરાંજયાદિત્યસિંહજીને ૪૭૦૯૩ મતો મળ્યા હતા. જયારે માજી સાંસદ ભૂપેન્દ્રસિંહ સોલંકીને ૮૬૬૦ મતો મળ્યા હતા.
શરુઆતમાં આ બેઠક ઉપર ચતુષ્કોણીય જંગ માનવામાં આવતો હતો. પરંતુ બાદમાં આ જંગ ત્રિપાંખી બન્યો હતો. જો કે આ  બેઠક ઉપર નોટા મત ૩૪૧૯ પડતા અપક્ષ અને અન્ય ઉમેદવારો પરિણામને બદલી શકાય તેટલાકક મતો મેળવી ગયા હતા. તો બીજી તરફ કોંગ્રેસનો ગઢ ગણાતો બાલાશિનોર બેઠક ફરી એક વખત કોંગ્રેસ જીતી લઇને કોંગ્રેસ પોતાનો ગઢ સાચવી રાખ્યો હતો. બાલાશિનોર બેઠક ઉપર કોંગ્રેસના અજીતસિંહ પર્વતસિંહ ચૌહાણે તેમના નજીકના હરીફ ભાજપના માનસિંહ ચૌહાણને ૧૦૬૦૨ મતે પરાજય આપ્યો. આ બેઠક ઉપર ભાજપ  પોતાની જીત માનતો હતો પરંતુ આ બેઠક ઉપર કોંગ્રેસ વિજેતા બનાત ભાજપને આંચકો લાગ્યો છે. પોતાના ઉમેદવારો વિજેતા બનતા તેમના સમર્થકોએ વધાવી લીધા હતા. પી.એન. પંડયા કોલેજ ખાતે ટોળેટોળાં ઉમટી પડયા હતા અને પોતાના ઉમેદવારનું વિજય સરઘસ કાઢ્યું હતું. અબીલ ગુલાલ અને ડીજેના તાલે તમામ ટેકેદારો પોતાના ઉમેદવારો સાથે વિજય સરઘસ કાઠી નગરમાં ફર્યા હતા.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર