Election Banner

ભરૃચ જિલ્લાની પાંચ બેઠકોના ૩૩ ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી

ભરૃચ,તા.૧૯
ભરૃચ જિલ્લાની પાંચ વિધાનસભા ચૂંટણીમાં ૪૫ ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા. તેમાંથી ૩૩ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થશે. ભરૃચ જિલ્લાની પાંચ વિધાનસભા માટે ૪૫ ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા.
અંકલેશ્વરમાં સૌથી વધુ ૧૦ અને ઝઘડિયામાં સૌથી ઓછા ૧ ઉમેદવારે ડિપોઝીટ ગુમાવી
 જેમાં સૌથી વધુ ઉમેદવારો અંકલેશ્વર બેઠક પર હતા. ભરૃચ જિલ્લાની પાંચ બેઠકોના પરિણામ જાહેર થયા છે. જેમાં સૌથી વધુ મત ઝઘડિયા બેઠકના વિજેતા છોટુભાઈ વસાવાને ૧,૧૩,૮૫૪ મત મળ્યા છે. તો સૌથી ઓછા મત અંકલેશ્વર બેઠકના રાજેશ બુટાણીને માત્ર ૮૮ મત મળ્યા છે. પાંચે પાંચ બેઠક પર મુખ્ય રાજકીય પક્ષોનાં ઉમેદવારોના મત નોટા કરતા પણ ઓછા છે. વિજેતા અને સૌથી વધુ મત મેળવનાર હરીફ ઉમેદવારે માન્ય મતના આઠમા ભાગ ના મત મેળવવા જરૃરી હોય છે. જો એનાથી ઓછા મત મળે તો તેમની ડીપોઝીટ જપ્ત થાય છે. જે નિયમ મુજબ ભરૃચ જિલ્લાની પાંચ બેઠકોના ૩૩ ઉમેદવારો ડિપોઝીટ ગુમાવી છે. જેમાં સૌથી વધુ અંકલેશ્વરમાં નવ ઉમેદવારો ડિપોઝીટ ગુમાવી છે. તો ઝઘડિયામાં માત્ર એક ઉમેદવારની ડિપોઝીટ જપ્ત થશે. જ્યારે જંબુસર બેઠકના સાત, વાગરા બેઠકના સાત અને ભરૃચ બેઠકનાં આઠ ઉમેદવારોએ બેઠક ગુમાવી છે.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર