Election Banner

સુરતમાં ૧૬માંથી ૧૫ બેઠક ભાજપને જતાં કોંગ્રેસની બાજી પલટાઈ ગઈ

- કોંગ્રેસ ૧૯૮૫ પછી પહેલીવાર ૮૦ બેઠક મેળવવામાં સફળ

- જીએસટીનો વિરોધ કરતા વેપારીઓએ મતદાન તો આખરે ભાજપની જ તરફેણમાં કર્યું

અમદાવાદ, તા.18 ડિસેમ્બર 2017,સોમવાર

સુરતની ૧૬ બેઠકોમાંથી ભાજપને ૧૫ બેઠકો પર વિજય આપીને ભારતીય જનતા પાર્ટીની સરકારે અમલમાં મૂકેલા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સામેના વિરોધ ઉપરછલ્લો જ હોવાનું ખુદ વેપારી આલમે પ્રસ્થાપિત કરી આપ્યું છે. જીએસટીનો અમલ થયો તે પછી અમદાવાદ કરતાંય પ્રચંડ વિરોધ અને રેલીઓ સુરતમાંથી કાઢવામાં આવી હતી.

અત્યાર સુધી ટેક્સ ન ભરતા આવેલા વેપારીઓએ ટેક્સ નેટમાં આવવું પડે તેથી તેની સામે વેપારીઓને ખાસ્સો વિરોધ હતો. તેમનો આ વિરોધ રેલીઓમાં પ્રતિબિંબિત થતો હતો. પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વિરોધ મતમાં પરિવર્તિત ન થતાં હાર્દિક પટેલ અન કોન્ગ્રેસના તમામ આયોજનો પર પાણી ફરી વળ્યું હતું. કોન્ગ્રેસના જીતના ગણિતોન ખોરવી નાખવામાં પણ સુરત શહેરનો મોટો ફાળો છે.

સુરતમાં સૌરાષ્ટ્રના વતનીઓની સંખ્યા ખાસ્સી છે. સૌરાષ્ટ્રના વતનીઓએ ભાજપ સામેના વિરોધના ખાસ્સું સમર્થન આપ્યું છે. અમરેલીની તમામ બેઠકો કોન્ગ્રેસને ફાળે ગઈ છ તે તેનો એક મોટો પુરાવો છે. દિલીપ સાંઘાણી જેવા સહકારી ક્ષેત્રના મોભીઓ પણ પરાજિત થયા છે.

બીજી તરફ કોન્ગ્રેસના મોભી ગણાતા અર્જુન મોઢવાડિયાનો પણ પોરબંદરમાં પરાભવ થયો છે. સૌરાષ્ટ્રમાં ગઈ ચૂંટણીની તુલનાએ આ ચૂંટણીમાં ભાજપને ૧૨ જેટલી બેઠકો વધુ મળી છે. પોરબંદર, અમરેલી, જામનગર, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં પાટીદારોએ ભાજપનો અમુક અંશે વિરોધ કર્યો છે. પરંતુ આ જ સૌરાષ્ટ્રના જ વતનીઓનું વ્યવસાય મથક ગણાતા સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓએ કે પાટીદારોએ ભાજપને અકલ્પનીય તરફેણ કરી છે.

પાટીદારોના એક જ જૂથના બે અલગ અલગ વલણ ગળે ન ઉતરે તેવા છે. હાર્દિક પટેલે તો તેને માટે ઈવીએમમાં ગોટાળા પર દોષનો ટોપલો ઢોળ્યો છે. એક અનુમાન પ્રમાણે હાર્દિક પટેલે કોન્ગ્રેસને સાથ આપતા કોન્ગ્રેસને મળેલા વોટમાં ૧૨થી ૧૩ ટકાનો વધારો થયો છે. આ જ હકીકત સૂચવે છે કે પાટીદારોએ દિલથી ભાજપની વિરુદ્ધમાં મતદાન કર્યું છે. તેની ખાસ્સી અસર ચૂંટણીના પરિણામો પર જોવા મળી છે.

૧૯૮૫ની ચૂંટણીમાં માધવસિંહ સોલંકીના વડપણ હેઠળ ખામ-ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ- થિયરી હેઠળ તમામ મતદાતાઓને એક છત્ર હેઠળ લાવીને કોન્ગ્રેસે ગુજરાત વિધાનસભાની તવારીખમાં સૌથી વધુ ૧૪૯ બેઠકો પર વિજય મેળવ્યો હતો.

કોન્ગ્રેસના આ વિક્રમને આંબી જવા માટે મેદાને પડેલું ભાજપ ૧૦૦ના આંકડાને આંબી જવામાં સફળ થયો નથી. દેખીતી રીતે આ ચૂંટણીમાં ભાજપ જીત્યું છે, પરંતુ કોન્ગ્રેસ હારીને પણ જીતની દિશામાં ખાસ્સું આગળ વધ્યું છે. વર્તમાન વિધાનસભામાં તેની ૧૯ બેઠક વધી છે.

તેમાંય ધ્યાન ખેંચે તેવી બાબત તો એ છે કે ભાજપે કોન્ગ્રેસના સારા સારા ઉમેદવારોને તોડીને તેને ચૂંટણી પૂર્વે જ ખતમ કરવાનો બેત રચ્યો હતો. પરંતુ ચૂંટણી પૂર્વે કોન્ગ્રેસનું સંખ્યાબળ ઘટી ગયું હોવા છતાંય ચૂંટણી પણ કોન્ગ્રેસનું સંખ્યાબળ વધીને ફરીથી ૮૦ના આંકને આંબી ગયું છે. આ કોન્ગ્રેસની મોટી સફળતા છે.

ચૂંટણી કોંગ્રેસની બેઠકો

વર્ષ બેઠક
૧૯૮૫ ૧૪૯
૧૯૯૦ ૩૩
૧૯૯૫ ૪૫
૨૦૦૨ ૫૧
૨૦૦૭ ૫૯
૨૦૧૨ ૬૧
૨૦૧૭ ૮૦

 

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર