Election Banner

અમદાવાદ શહેરમાં કોંગ્રેસને ચાર બેઠક મળતા કોંગ્રેસનું ભવ્ય સરઘસ

- મતગણતરીમાં પ્રથમ જમાલપુરની જીત સાથે

- સાત બેઠકમાંથી કોંગ્રેસે ચાર બેઠક જીતતા ગુજરાત કોલેજ બહાર ભાજપ સામે કોંગ્રેસનું શક્તિપ્રદર્શન

અમદાવાદ, તા.18 ડિસેમ્બર 2017,સોમવાર

અમદાવાદ જીલ્લાની મતગણતરી શરૃ થતા બે કલાક બાદ જ સૌપ્રથમ પરિણામ જમાલપુર-ખાડીયા બેઠકનુ આવ્યુ હતું.ગુજરાત કોલેજ ખાતે ચાલી રહેલી મતગણતરી હતી ત્યારે કોંગ્રેસને ઈમરાન ખેડાવાલાના રૃપમાં જમાલપુરની પ્રથમ બેઠક મળતા ગુજરાત કોલેજની બહાર જીતની રાહ જોઈને ઉભા રહેલા બંને પક્ષના સમર્થકોમાંથી કોંગ્રેસના સમર્થકોએ  ભવ્ય ઉજવણી કરી હતી અને ઈમરાન ખેડાવાલા સાથે સરઘસ કાઢીને શક્તિ પ્રદર્શન કર્યુ હતુ.

અમદાવાદ જિલલાની ૨૧ બેઠકોમાંથી મહત્વની ગણાતી અને કોંગ્રેસને જે બેઠકો પર જીતની આશા હતી તે બેઠકો સાથેની ૭ બેઠકોની ગણતરી ગુજરાત કોલેજ બહાર હતી.ગુજરાતમાં કોલેજમાં જમાલપુર, અસારવા, બાપુનગર, દાણીલીમડા, નરોડા, ઠક્કરબાપા નગર,અને દરિયાપુર બેઠકની મતગણતરી યોજાઈ હતી.આ સાત બેઠકોમાંથી કોંગ્રેસને ચાર બેઠકમાં જીત મળી છે અને ભાજપને માત્ર ત્રણ બેઠકમાં જીત મળી છે.

ઈમરાન ખેડાવાલના રૃપે કોંગ્રેસે પ્રથમ બેઠક જીતતા જ ગુજરાત કોલેજની બહાર ઉભેલા કોંગ્રેસી કાર્યકરો અને સમર્થકોમાં ભારે જુસ્સો આવી ગયો હતો અને સમર્થકોએ   ઈમરાન ખેડાવાલાને ઉચકીને લઈને ભવ્ય સરઘસ કાઢ્યુ હતુ. તેમજ ગુજરાત કોલેજની બહાર ઉભેલા ભાજપના સમર્થકો સામે જોરદાર શક્તિ પ્રદર્શન કર્યુ હતું.

કોંગ્રેસે સૌથી વધુ ૧૫ જિલ્લામાં જ્યારે  ભાજપે ૧૨માં સૌથી વધુ બેઠક જીતી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ભલે ૯૨નો 'મેજિક ફિગર' હાંસલ કરવામાં સફળ રહ્યો હોય પણ જિલ્લામાં સૌથી વધુ વિજય મેળવવા બાબતે કોંગ્રેસે મેદાન મારી લીધું છે. ૩૩ જિલ્લામાંથી ભાજપે ૧૨, કોંગ્રેસે ૧૫ જિલ્લામાં સૌથી વધુ બેઠક જીતી છે જ્યારે ૬ બેઠકમાં પક્ષોએ એકસમાન બેઠક જીતતા 'ટાઇ' થઇ છે.

વર્ષ ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ૧૮, કોંગ્રેસે ૧૨ જિલ્લામાં વધુ બેઠક મેળવી હતી. આમ, ભાજપને બેઠક જ નહીં જિલ્લા મામલે પણ નુકસાનનો સામનો કરવો પડયો છે.  ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે બે તબક્કામાં યોજાઇ હતી.

જેમાં પ્રથમ તબક્કાના ૧૯ જિલ્લામાંથી ભાજપે ૭, કોંગ્રેસે ૯ બેઠક જીતી હતી. બીજી તરફ દ્વારકા, પોરબંદર, બોટાદમાં એકસમાન બેઠક જીતતાં ટાઇ થઇ હતી. બીજા તબક્કામાં ભાજપે ૫, કોંગ્રેસે ૬ જિલ્લામાં સૌથી વધુ બેઠકમાં વિજય મેળવ્યો હતો. જોકે, ખેડા-મહિસાગર-દાહોદમાં બેઠકો જીતવાને મામલે ટાઇ થઇ હતી.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર