Election Banner

સિદ્ધપુરમાં હાર્દિક પટેલના જનવેદના સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટયા

- જાતિવાદ નહિં પરંતુ ગુજરાતનો સાચા અર્થમાં વિકાસ જોઈએ તેવી ખબર લોકોને પડી ગઈ છે

સિદ્ધપુર, તા. 10 ડીસેમ્બર, 2017, રવિવાર

તાજેતરમાં પ્રથમ તબક્કાની ગુજરાત વિધાનસભાની ચુંટણી મતદાન પૂર્ણ થતાં બીજા તબક્કાની ચુંટણીમાં ઉ.ગુ.માં ઠેર-ઠેર પક્ષો દ્વારા સ્ટાર પ્રચારકો ચુંટણી પ્રચાર કરી રહ્યા છે. જેમાં આજે હાદિક પટેલની જનવેદના સંમેલનમાં લોકો સ્વયંભૂ ઉમટી પડયા હતા.  હાર્દિક પટેલે જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને  સુરત તો બદલો લઈ લીધો છે હવે ઉ.ગુ. અને અમદાવાદવાળાઓનો વારો છે. તમારો અવાજ છેક સુધી પહોંચવો જોઈએ.

આજે નવાઈ અને ખુશીની વાત એ છે કે દરેક સમાજના લોકો આજે સ્વયંભુ ભેગા થયા છે. કેટલાક લોકોએ સમાજ તોડવાનું અને જાતિ જાતિ વચ્ચે લોકોને વેરભાવ ઉભુ કરવાનુ કામકર્યું છે. જે આજે ગુજરાતની જનતા સમજદાર થઈ ગઈ છે. કોઈને જાતિવાદ નહી પરંતુ રોટી, કપડા, મકાન અને રોજગારી પણ જોઈએ છે.

જાતિવાદ નહી પણ કપાસ, મગફળી અને એરંડાના પાક જોઈએ છે, જાતિવાદ નહી પણ ગુજરાતનો સાચા અર્થમાં વિકાસ જોઈએ છે. એ લોકોને ખબર પડી ગઈ છે કે ગુજરાતના લોકો હવે ખુબ જાગૃત અને સમજદાર થઈ ગયા છે.    ૨૦૦૨, ૨૦૦૭ અને ૦૧૨ની ચુંટણીઓમાં મોટા મોટા ચુંટણી ઢંઢેરા બતાવતા હતા અને જુઠા વચનો આપતા હતા જ્યારે આ વખતે સીડી બનાવવાના ચક્કરમાં ચુંટણી ઢંઢેરો ન બનાવી શક્યા.

આ જનવેદના સંમેલનમાં હજારોની સંખ્યામાં દરેક સમાજના લોકો ઉમટી પડયા હતા અને હાર્દિકે એવી અપીલ કરી હતી કે ભાજપને વોટ તો નહી જ આપતા જેથી લોકોએ આ અપીલને તાલીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. આ જાહેર જનવેદના સંમેલન કાકોશી ચાર રસ્તા પાસે એપલ પ્લાઝાની સામે આવેલ રેસીડેન્સીના ગ્રાઉન્ડમાં રાખી હતી. ભાજપને નહી આપવા અને કોંગ્રેસને વોટ આપવા અપીલ કરી હતી.

જાહેરમાં કહું છું કે ભાજપને ક્યારેય મત આપતા નહી : હાર્દિક પટેલ

હવે સમય આવ્યો છે કે મતદાન તારીખે સવારે ૯ વાગે નાહ્યા વગર ચા-નાસ્તા વગર પહોંચી વોટ દઈએ. જાહેરમાં કહું છું કે ભાજપને તો વોટ ક્યારેય નહી આપવાનો. હું તો નથી આપવાનો નાહ્યા વગર જઈ જ્યાં વોટ આપતી વખતે મેલ તો નીકળશે તેવો ટોણો માર્યો હતો. ભાજપનો વિરોધ કેમ કર્યો તેની વિસ્તૃત રીતે લોકોને સમજાવ્યા હતા. અમારે આ અનામત કોઈ પણ સમાજને અન્યાય કરીને નથી લેવી.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર