Election Banner

જૂનાગઢમાં મતદાન મથકમાં ફોટોગ્રાફી કરી 'પાસ'નાં કાર્યકરે કરી બબાલ

- સુરક્ષા કર્મચારીઓએ ના પાડવા છતાં

- પોલીસ તથા પેરામિલીટરી ફોર્સના જવાનો સાથે બોલાચાલી બાદ કરી ફરજમાં રૃકાવટ

જૂનાગઢ, તા. 09 ડિસેમ્બર 2017,શનિવાર

જૂનાગઢમાં આવેલી ન્યુ બેસ્ટ સ્કૂલ ખાતેના મતદાન મથક પર ''પાસ''ના કાર્યકર તથા એક તરૃણે જઇ ત્યાં ફોટોગ્રાફી કરી હતી. સુરક્ષા કર્મીઓએ ના પાડતા તેની સાથે તથા પેરામિલીટરી ફોર્સના જવાનો સાથે બોલાચાલી કરી ફરજમાં રૃકાવટ કરી હતી. આ અંગે મહિલા પોલીસકર્મીએ ફરિયાદ કરતા પોલીસે અટક કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના સરદારપરા નજીક આવેલી ન્યુ બેસ્ટ સ્કૂલ ખાતે આજે મતદાન થઇ રહ્યું હતું. ત્યારે ''પાસ''ના કાર્યકર અમીત પ્રવિણભાઇ ઠુંમર તથા તેની સાથે એક તરૃણ મતદાન મથકમાં પહોંચ્યા હતા અને બન્ને મતદાન બુથમાં ફોટોગ્રાફી કરતા હતા. ફરજ પર હાજર પોલીસ કર્મચારીઓએ ના પાડતા તેઓની સાથે બોલાચાલી કરી હતી. પેરામિલીટરી ફોર્સના જવાનોએ બન્નેને બહાર કાઢતા તેઓની સાથે પણ બોલાચાલી કરી ફરજમાં રૃકાવટ કરી હતી.

આ અંગે મહિલા પોલીસ કોન્સ્ટેબલ વિજેતાબેન માધાભાઇ પરમારે અમીત પ્રવિણભાઇ ઠુંમર તથા અન્ય તરૃણ કે જેનું મતદાન પણ બુથમાં ન હતું. છતાં મતદાન મથકમાં આવી ફોટો પાડી સુરક્ષા કર્મીઓ સાથે બોલાચાલી કરી ફરજમાં રૃકાવટ કર્યાની ફરિયાદ કરતા બી. ડિવીઝન પોલીસે અટકાયત કરી હતી. બપોરે કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઇ જોષી, અમીત પટેલને છોડાવવા બી. ડિવીઝન ગયા હતા. પરંતુ પોલીસે પાંચ વાગ્યા બાદ મુકત કરાશે તેમ જણાવ્યું હતું.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર