Election Banner

કપડવંજ બેઠકમાં ઠાકોર અને ક્ષત્રિય મતદારોને આકર્ષવા ઉમેદવારોના પ્રયાસો

- પરિણામ નક્કી કરવામાં મુસ્લિમ મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવી શકે

નડિયાદ.૬ ડિસેમ્બર 2017, બુધવાર

ઓખી વાવઝોડાની વચ્ચે ગુજરાતની ચૂંટણીનું વંટોળ પણ વધી રહ્યુ છે ત્યારે ખેડા જિલ્લાની કપડવંજ બેઠકમાં પણ રાજકીય ભૂકંપ સર્જાયો છે.અહિં કુલ મતદારોની સરખામણીએ ઠાકોર-ક્ષત્રિયો લગભગ ૪૭ ટકા છે જેથી બંને મુખ્ય પક્ષોએ પોતાના ઉમેદવાર તરીકે ઠાકોર-ક્ષત્રિય ઉમેદવારોને ટિકીટ આપી છે પરંતુ આ બેઠક ઉપર બે વાર બાજી મારનાર ભાજપના નેતાને ટિકીટ ન મળતા તેઓએ અપક્ષ તરીકે ઉમેદવારી ફોર્મ ભરતા રસાકસીનો માહોલ સર્જાયો છે.

આ બેઠક ઉપર મતદારોની કુલ યાદીમાં બીજા ક્રમે મુસ્લિમ મતદારો હોવાથી મુસ્લિમ સમાજ નિર્ણાયક ભૂમિકાએ રહેશે. ખેડા જિલ્લાની ૧૨૦ કપડવંજ વિધાનસભાના મતદારોની સંખ્યા ૨,૬૮,૫૨૭ છે.જેમાં ૧,૩૮,૪૮૦ પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા ૧૩૦૦૪૧ અને અન્ય ની સંખ્યા ૦૬ છે.

આ બેઠક ઉપર સૌથી વધુ ઠાકોર-ક્ષત્રિયો મતદારોની સંખ્યા ૧,૨૫,૫૬૦ છે જેથી આ સીટ ઉપર ભાજપમાંથી કનુભાઇ ડાભી અને કોંગ્રેસ પક્ષ દ્વારા કાળાભાઇ ડાભીને ક્ષત્રિય ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે. જ્યારે મુસ્લિમ મતદારોની સંખ્યા ૪૦,૦૦૦ થી વધુ હોતા તેઓ બીજા ક્રમે આવે છે. બંને મુખ્ય પક્ષ દ્વારા ઠાકોર-ક્ષત્રિય ઉમેદવારો હોવાથી ક્ષત્રિયોની વોટ બેંક વહેંચાશે જેથી મુસ્લિમ મતદારો જેને પસંદ કરશે તેની જીત થવાની ધારણાઓ બંધાઇ રહી છે.

આ જ બેઠક ઉપર ભાજપના પ્રબળ દાવેદાર ગણાતા બિમલ શાહનો ભાજપ તરફથી ટીકિટ ન મળતા તેમણે બળવો કયો છે.અને તેમણે અપક્ષમાં ઉમેદવારી નોંધાવતા કપડવંજ બેઠક ઉપર રાજકીય ગરમાવો આવ્યો છે. આ બેઠક પર અન્ય જ્ઞાતિઓનું વર્ચસ્વ નહિવત્ છે. જ્યારે પાટીદાર મતદારો ૨૮૦૦૦થી વધુ હોવાથી તેઓ ત્રીજા ક્રમે આવે છે.ત્યારે જોવાનું રહ્યુ કે ત્રીજા ક્રમે આવતા પાટીદારો મતનો મદાર કોના તરફ આપે છે.આમ બીજા અને ત્રીજા ક્રમે આવતા મુસ્લીમ અને પાટીદાર મતદારોની ભૂમિકા આ ચૂંટણી પરિણામમાં નિર્ણાયક રહેશે.

બીજી બાજુ કપડવંજ બેઠકના ભાજપ અને કોંગ્રેસના બંન્ને ઉમેદવારો કઠલાલના રહેવાસી છે.જેના કારણે કપડવંજના મતદારો નારાજ થયા છે. કારણ કે કપડવંજના લોકોમાં એવો ગણગણાટ સંભળાય રહ્યો છે કે કપડવંજ બેઠક હોવા છતાં બે માંથી કોઈ પણ પક્ષે સ્થાનિક ઉમેદવારોને મહત્વ આપ્યો નથી. જેના કારણે કપડવંજના સ્થાનિક અને વર્ચસ્વ ધરાવતા બિમલ શાહને સ્થાનિક હોવાનો ફાયદો મળી શકે છે.જો કે મતદારો કોને પસંદ કરે છે ૧૮ ડિસેમ્બરે માલુમ પડી જશે.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર