Election Banner

ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો મતદારોનું મન કળી શકતા નથી

- ઉ.ગુ.માં વિવિધ આંદોલન અને વિકાસના દાવા વચ્ચે

- આંદોલનકારીઓનો સહકાર છતાં કોંગ્રેસને જ્યારે મોદીનો જાદુ છતાં ભાજપને અકળામણ

મહેસાણા, તા. ૬ ડિસેમ્બર 2017 બુધવાર

ઉત્તર ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન અને ઠાકોર સેનાનો સહયોગ હોવા છતાં કોંગ્રેસને જીત અઘરી લાગી રહી છે. જ્યારે ભાજપના ઉમેદવારો પાસે વિકાસના દાવા અને મોદીનો જાદુ હોવા છતાં આ વખતની ચૂંટણી અઘરા પેપર જેવી બાકી રહી છે. અનેક અટકળો વચ્ચે ઉમેદવારો મતદારોનું મન ઉમેદવારો જાણી શકતા નથી. ઉત્તર ગુજરાતની મોટાભાગની બેઠકો ઉપર આંદોલનની અસર સાથે મોદીની વધતી ઓછી લોકપ્રિયતાની  વચ્ચે રાજકીય પંડિતો પણ હાર-જીત વિશે ચોક્કસ કહી શકતા નથી.

મહેસાણા, પાટણ અને  બનાસકાંઠા જિલ્લાની કુલ મળીને ૨૦   બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસના ૪૦ સહિત ૨૨૪ ઉમેદવારો મેદાનમાં છે. કોંગ્રેસી ઉમેદવારોને પાટીદાર અનામત આંદોલન અને ઠાકોર સેનાનો સહયોગ મળ્યો હોવા છતાં જ્યારે ભાજપના ઉમેદવારો પાસે વિકાસનો મુદ્દો તેમજ મોદીની લોકપ્રિયતા હોવા છતાં ચૂંટણી જંગ સરળ લાગતો નથી. સુત્રોએ જણાવ્યું હતું કે મોટાભાગની બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર હોવાથી કાર્યકરો જીતનો દાવો કરી રહ્યા છે પરંતુ મતદારોનું મન હજુ સુધી કળી શકાતું નથી.

દરેક બેઠકો ઉપર તરેહ તરેહની અટકળો ચાલી રહી છે ત્યારે પરિસ્થિતિ એવી છે કે કોંગ્રેસી સમર્થકો વિવિધ આંદોલનને કારણે જીતની આશા સેવી રહ્યા છે. તો સામે ભાજપ સમર્થકો મોદીની લોકપ્રિયતા આગળ ધરી જીતનો દાવો કરી રહ્યા છે. હકીકતે ત્રણેય જિલ્લાની ૨૦ બેઠકો ઉપર બંને પક્ષો વચ્ચે જોરદાર ટક્કરની સંભાવના જોતા અને પાતળી તેમજ મોટી સરસાઈની જીતના દાવા જોતા આ ચૂંટણીમાં આશ્ચર્યજનક પરિણામો સામે આવશે તેવું રાજકીય પંડિતો માની રહ્યા છે.

ખેડૂતો સુધી મુદ્દો પહોંચતો જ નથી

નકલી બિયારણ, વિજળી, સિંચાઈ, મોંઘી ખેતી અને  બજારભાવ સહિતના મુદ્દા કોંગ્રેસ પાસે છે. જ્યારે કૃષિ વિભાગની અનેકવિધ યોજનાઓ ભાજપના મુદ્દા હોવા છતાં બંને પાર્ટી તમામ ખેડૂતો સુધી પોતાની વાત સચોટ રીતે રજુ નહિ કરી શકતા ખેડૂતોના મતો આ વખતે પણ વિભાજીત થશે.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર