Election Banner

અરવલ્લી જિલ્લામાં વિધાનસભા દીઠ રૃ.૧ કરોડ મળી કુલ રૃ.૩ કરોડ ખર્ચાશે

- ઉમેદવાર દીઠ રૃપિયા ૨૮ લાખની ખર્ચ મર્યાદા ચૂંટણીનો કુલ ખર્ચ રૃપિયા ૧૦ કરોડથી વધશે

મોડાસા,તા.૦૬ ડિસેમ્બર 2017 બુધવાર

અરવલ્લી જિલ્લાની ભિલોડા,મોડાસા અને બાયડ વિધાનસભા બેઠક પર ચૂંટણીઓ યોજવા તંત્ર દ્વારા તડામાર કામગીરી હાથ ધરાઈ છે.સરકારી તંત્ર ના ૧૦ હજારથી વધુ કર્મી.ઓ સંખ્યાબંધ વાહનો જરૃરી  ઉભા કરવામાં આવનાર મતદાન મથકો સહિતની સેવા સુવિધા માટે રૃપિયા ૩ કરોડથી વધુ નો ખર્ચ ચૂંટણી આયોગ દ્વારા દ્વારા કરવામાં આવનાર છે.

કેન્દ્રિય ચૂંટણીપંચ આ ચૂંટણીમાં ઉમેદવાર દીઠ વધુમાં વધુ ૨૮ લાખ રૃપિયાના ખર્ચની મર્યાદા ઠરાવી છે.ત્યારે જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકના ૨૧ ઉમેદવારો પૈકી કોઈ ઉમેદવાર ઓછા-વત્તો ખર્ચ કરશે ત્યારે આ ચૂંટણીમાં કુલ ખર્ચ રૃપિયા ૧૦ કરોડ થી વધશે એમ મનાઈ રહયું છે.

જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકો પર નિષ્પક્ષ અને પારદર્શક વાતાવરણમાં ચૂંટણીઓ યોજવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.જિલ્લામાં ૧૦ હજારથી વધુ કર્મી.ઓ ૧૦૩૯ મતદાન મથકો ઉપર ફરજ બજાવનાર હોઈ આવા કર્મી.ઓને ચૂકવવા પાત્ર વિશેષ મહેનતાણું,તેમજ જરૃરી વાહનો,મંડપ,ડીઝલ ખર્ચ મળી જુદીજુદી સેવાઓ માટે વિધાનસભા દીઠ રૃપિયા ૧ કરોડ મળી ત્રણેય વિધાનસભા પેટે રૃપિયા ૩ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.

જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકની મત ગણતરી મોડાસા ખાતેની સરકારી ઈજનેર કોલેજ ખાતે યોજાનાર હોવાનું અને આ મત ગણતરી કેન્દ્ર ખાતે ૩૦૦ જેટલા કર્મચારીઓને ફરજ સોંપવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જયારે આ મતગણતરી નું સંપૂર્ણ પ્રક્રિયાનું વેબ બાસ્ટીંગ કરવામાં આવનાર હોવાનું વિભાગ દ્વારા જણાવાયું હતું.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર