Election Banner

અરવલ્લી જિલ્લાની ૩ વિધાનસભા બેઠકોમાં ૫૧.૧૮ ટકા યુવાનોનું પ્રભુત્વ

- જિલ્લાના કુલ ૭.૪૪ લાખ મતદારો પૈકી ૨૨૯૮૩ મતદારો પહેલીવાર મતદાન કરશે : ૬૦ વર્ષથી વધુની વય ધરાવતા મતદારોમાં મહિલાઓનું પ્રમાણ વધારે

- જુદાજુદા વય જુથના મતદારોમાં સૌથી વધુ ૧.૮૭ લાખ મતદારો ૩૦થી ૩૯ વર્ષની વયના

મોડાસા,તા.૦૬ ડિસેમ્બર 2017 બુધવાર

અરવલ્લી જિલ્લાની ૩ વિધાનસભા બેઠકો પર ૧૪ ડીસેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે.ત્રણ બેકઠો માટે ૨૧ ઉમેદવારો વચ્ચેના આ ચૂંટણી જંગમાં યુવા મતદારોનું ખાસ પ્રભુત્વ રહેલું છે.આ વખતની ચૂંટણીમાં ૨૨૯૮૩ નવા નોંધાયેલા મતદારો પ્રથમવાર મતદાન કરશે.જયારે જિલ્લા ના ૭.૪૮ લાખ મતદારોમાં ૬૦ વર્ષથી વધુ વયના મતદારોમાં પુરૃષ મતદારો કરતાં મહિલા મતદારો નું પ્રમાણ ૭૯૯૭ વધુ જણાઈ આવ્યું છે.જયારે કુલ મતદારો ના ૫૧.૧૮ ટકા મતદારો સાથે યુવા મતદારો મોખરે રહયા છે.

અરવલ્લી જિલ્લાની રચના બાદ પ્રથમવાર વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ રહી છે.છ તાલુકાના ૬૮૨ ગામોમાં પથરાયેલ આ જિલ્લાની કુલ વસ્તી ૧૦,૩૯,૯૧૮ ની સામે ૭૧.૫૫ ટકા મતદારો છે.જિલ્લાની ત્રણેય બેઠકોના કુલ મતદારો ૭,૪૮,૦૭૬ પૈકી નવા નોંધાયેલા ૨૨૯૮૩ મતદારો સહિત ૧૮થી ૩૯ વર્ષની વય જુથના ૩,૮૨,૯૦૩ મતદારો સાથે યુવા મતદારો ૫૧.૧૮ પ્રભુત્વ ધરાવે છે.જુદીજુદી ૬ વય જુથના મતદારો નું વર્ગીકરણ જોતાં સૌથી વધુ ૧,૮૭,૪૬૫ મતદારો માત્ર ૩૦ થી ૩૯ વયના જુથના નોંધાયેલા છે.

સૌથી વધુ ધ્યાનાકર્ષક બાબત એ છે કે ૬૦ કે તેથી વધુ વય જુથના ૧,૧૫,૧૦૫ કુલ મતદારોમાં ૬૧૫૫૦ સ્ત્રી મતદારો નોંધાયેલ છે.જે પુરૃષ મતદાર ૫૩૫૫૩ ની સામે ેમહિલા મતદારો ૭૯૯૭ વધુ જણાઈ આવેલ છે.જયારે નર નહી કે નારી નહી એવા નાન્યતર જાતીના ૨૩ મતદારો પૈકી સૌથી વધુ ૧૬ મતદારો ભિલોડા બેઠક પર નોંધાયેલ છે.જેમાં ૬ મતદારો ૧૮ થી ૧૯ વર્ષની વયના એટલે કે નવા નોંધાયેલ છે.

જિલ્લાના મતદારો વય જુથવાર

 

વય જુથ

ભિલોડા

મોડાસા

બાયડ

૧૮ થી ૧૯ વર્ષ

૮,૨૨૭

૭,૭૭૪

૬,૯૮૨

૨૦થી ૨૯ વર્ષ

૬૫,૬૫૪

૫૬,૧૫૨

૫૦,૬૪૯

૩૦ થી ૩૯ વર્ષ

૭૨,૧૫૨

૬૧,૫૯૭

૫૩,૭૧૬

૪૦થી ૪૯ વર્ષ

૫૧,૩૫૦

૪૬,૦૪૪

૪૨,૬૧૯

૫૦થી ૫૯ વર્ષ

૩૯,૫૬૬

૩૬,૬૧૩

૩૩,૮૭૬

૬૦થી ઉપર

૪૨,૫૭૧

૩૭,૩૮૧

૩૫,૧૫૩


અરવલ્લી જિલ્લાના કુલ મતદારો

વિધાન સભા બેઠક

પુરૃષ મતદારો

સ્ત્રી મતદારો

અન્ય મતદારો

કુલ મતદારો

૩૦-ભિલોડા

   1,42,890

1,36,614

16

2,79,520

૩૧-મોડાસા

1,25,733

1,19,823

05

 2,45,561

૩૨-બાયડ

 1,14,658

1,08,335

02

2,22,995

કુલ

  3,83,481

 3,64,772

23

7,48,076

 

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર