Election Banner

પ્રાંતિજની બેઠક ઉપર ભાજપ - કોંગ્રેસ ઉમેદવાર વચ્ચે કશમકશભર્યો જંગ

- બન્ને પક્ષના ક્ષત્રિય ઉમેદવારની બાજી દાવ ઉપર ૨.૩૬ લાખ મતદારોને રીઝવવા પ્રયાસો

સલાલ,તા.૬ ડિસેમ્બર 2017 બુધવાર

પ્રાંતિજ બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ વચ્ચે કશ્મકશભર્યો જંગ ખેલાયો છે ત્યારે કોણ કોને હરાવશે તેના ઉપર સૌ કોઈની નજર મંડાયેલી છે. ભાજપ-કોંગ્રેસની પ્રતિષ્ઠા દાવ ઉપર લાગતો બંને પક્ષના દિગ્ગજ નેતાઓની આવન-જાવન વધવાની સાથે પ્રચાર અભિયાન સડસડાટ ટોપગિયરમાં ચાલી રહ્યું છે.

બેઠક ઉપર નોંધાયેલા ૨,૩૬,૪૬૦ મતદારોને રિઝાવવા માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો રાત-દિવસ એક કરી રહ્યા છે. હાલ તો બંને ઉમેદવારો માટે રાત ટૂંકીને વેશ ઝાઝો જેવો ઘાટ સર્જાયો હોવાથી ક્યાંય પ્રચારમાં કચાશ ન રહી જાય તે માટે દોડાદોડ કરી રહ્યા છે.

પ્રાંતિજ બેઠક ઉપર શહેર વિસ્તારોમાં ભાજપનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. તો ગ્રામ્ય વિસ્તારો કોંગ્રેસના ગઢ ગણાય છે. ભાજપ કોંગ્રેસના કાંકરા ખેરવવા માટે રણનીતિ ઘડી રહ્યો છે તો સામે કોંગ્રેસ પણ પોતાની વોટ બેન્કને અડીખમ રાખવા માટે વ્યૂહરચનાઓ ઘડી રહ્યો છે. બંને ક્ષત્રિય ઉમેદવારો વચ્ચે હાઈવોલ્ટેજ મુકાબલો જામ્યો છે. ત્યારે મતદારો પણ તેનો રોમાંય અનુભવી રહ્યા છે.

પ્રાંતિજ બેઠક ઉપર પાટીદાર ફેક્ટર કોની તરફ ઢળે છે અને કોની વિરૃધ્ધમાં જાય છે. તે પણ રસપ્રદ બની રહેશે બીજી તરફ ક્ષત્રિઓથી લઈ દલિત, મુસ્લિમ મતદારો પણ જે તે ઉમેદવારની હાર-જીતમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે તેમાં બેમત નથી. પાટીદાર અનામત આંદોલનની અસર તાલુકાના પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં જોવા મળી હતી ત્યારે ૪૦ હજારથી વધારે પાટીદારના મતો ભાજપનું કમલ બીલવશે કે કોંગ્રેસનો પંજા પામશે એ જોવું દિલચશ્પ બની રહેશે.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર