Election Banner

દહેગામમાં ત્રણ દિવસમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ રૃપિયા બે લાખ વાપરી નાંખ્યા

- ચૂંટણીમાં પ્રથમ તબક્કાનો ખર્ચ રજૂ કરાયો

ગાંધીનગર, તા. 6 ડિસેમ્બર 2017, બુધવાર

ગાંધીનગર જિલ્લામાં પાંચ વિધાનસભાની બેઠક માટે પ્રચાર યુદ્ધ ચાલી રહ્યું છે. ભાજપ - કોંગ્રેસ સહિત અન્ય પક્ષોના ઉમેદવારો રેલી-સરઘસ યોજી રહ્યાં છે જે માટે ખર્ચ પણ થઇ રહ્યો છે.ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી ખર્ચનું પ્રથમ મુલ્યાકંન કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી વધારે દહેગામ બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ખર્ચ કર્યો હોવાનું બહાર આવ્યું છે.

જ્યારે બાકીના ઉમેદવારોએ ૫૦ હજાર જેટલી રકમનો ખર્ચ બતાવ્યો નથી. એક ઉમેદવાર દીઠ ૨૮ લાખ રૃપિયાનો ખર્ચ નિયત થયો હોવાથી ઉમેદવાર કરકસરથી ખર્ચ કરી રહ્યાં છે ગુજરાતમાં આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવનાર ઉમેદવાર માટે ખર્ચની રકમ વધારવામાં આવી છે. વર્ષ ૨૦૧૨માં એક ઉમેદવાર દીઠ ૧૬ લાખ રૃપિયાનો ખર્ચ નિયત થયો હતો. ત્યારે વખતે ૧૨ લાખનો વધારો કરીને ૨૮ લાખની મર્યાદા નક્કી કરવામાં આવી છે. ચૂંટણીમાં ઝંપલાવનાર ઉમેદવારોએ દર ત્રણ દિવસે ચૂંટણીતંત્ર સમક્ષ ખર્ચના આંકડા રજૂ કરવાના હોય છે.

ચૂંટણીતંત્ર દ્વારા વિવિધ ચીજવસ્તુઓના ભાવ પણ નિયત કરી દેવામાં આવ્યા છે. જેનાથી ઓછો ભાવ કોઇ ઉમેદવાર ભરી શકતો નથી. ત્યારે જિલ્લાની પાંચેય બેઠક ઉપર ઉમેદવારોએ પ્રથમ ખર્ચ રજૂ કર્યો હતો. જેમાં સૌથી વધારે દહેગામમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારનો ખર્ચ બહાર આવ્યો છે. જેમાં ભાજપના બલરાજસિંહ ચૌહાણે ર.૬૧ લાખ તો કામીનીબા રાઠોડે ૨.૯ લાખનો ખર્ચ દર્શાવ્યો છે.

જ્યારે ગાંધીનગર ઉત્તરમાં ભાજપના અશોકકુમાર પટેલે ૪૪ હજાર અને કોંગ્રેસના સી.જે.ચાવડાએ ૩૨ હજારનો ખર્ચ દર્શાવ્યો છે. તો માણસામાં ભાજપના અમિત ચૌધરીએ ૨૬ હજાર અને કોંગ્રેસના સુરેશ પટેલે ૩૮ હજારનો ખર્ચ બતાવ્યો છે. જ્યારે કલોલમાં ભાજપના અતુલભાઇ પટેલે ૮૨ હજાર તો કોંગ્રેસના બળદેવજી ઠાકોરે ૩૭ હજારનો ખર્ચ દર્શાવ્યો છે. નિયતમીત રીતે આ ઉમેદવારોએ ચૂંટણીતંત્ર સમક્ષ ખર્ચ દર્શાવવાનો રહેશે.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર