Election Banner

કોંગ્રેસ સરકારે સરદાર પટેલની સાથે સાથે ડો. આંબેડકરને અન્યાય કર્યો હતો

- ધંધુકામાં વડાપ્રધાન મોદીની સભામાં કડકડતી ઠંડી વચ્ચેય વિશાળ સંખ્યામાં લોકો ઉમટયા

ધંધુકા, તા. ૬ ડિસેમ્બર 2017 બુધવાર

૯મી ડિસેમ્બરે યોજાનારી ધંધુકા વિધાનસભાની ચુંટણીમાં ભાજપના ઉમેદવારના પ્રચારાર્થે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરી ૨૨ વર્ષના ભાજપના શાસનમાં થયેલા વિકાસના કામોની લોકોને યાદ આપી ધંધુકા સાથેના તેમના જૂના નાતાનું સ્મરણ કર્યું હતું. વડાપ્રધાને ડો. બાબા સાહેબ આંબેડકરની જયંતિ ઉપર તેમણે શ્રધ્ધાંજલી અર્પણ કરી કોંગ્રેસે ડો. આંબેડકરને અન્યાય કર્યાનું જણાવી દલિતકાર્ડ ખેલ્યું હતું.

ધંધુકાની જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે કલાક મોડા સભા સ્થળે પહોંચ્યા હતા. કડકડતી ઠંડીમાં વિશાળજન મેદનીને મોદીએ એક કલાક સુધી સંબોધી હતી. ધંધુકા તક્ષશીલા હાઈસ્કુલ પાસે આર.એમ.એસ. હોસ્પીટલની સામેના ખુલ્લા મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા જણાવ્યુ ંહતું કે છેલ્લા ત્રણ દિવસથી વાવાઝોડાના સમાચારો સાંભળુ છું તેમ કહેતા કોંગ્રેસને પ્રહાર કરતા જણાવ્યું હતું કે અહીં આ કાંઈ ન આવે ઉત્તરપ્રદેશ અને બનારસમાંથી ગયુ પછી અહીં ક્યાંથી આવે. આજે ડો. બાબાસાહેબ આંબેડકરનો નિર્વાણ દિવસ છે સંસદ ભવનમાં તેમને શ્રધ્ધાંજલી અર્પી અહીં સૌ પ્રથમ ધંધુકામાં તમારા આશીર્વાદ મેળવવા આવ્યો છું.

વડાપ્રધાને ડો.બાબાસાહેબ ભારતમાં સિંચાઈની નર્મદા યોજના સહિતની યોજનાઓ તેમની દિર્ઘદ્રષ્ટીનું પરીણામ છે તથા રીઝર્વ બેંકનો વિચાર આંબેડકરે આપ્યો હતો. કોંગ્રેસ પરિવારે સરદાર પટેલને અન્યાય કર્યો હતો તેવું નથી. દેશમાં કોઈ શક્તિશાળી લાગ્યો તેને પાડી દેવાનું જ કામ કર્યું. ડો. આંબેડકરને પણ અન્યાય કર્યો હતો. બંધારણ સભામાં ચર્ચા ચાલતી હતી ત્યારે કોંગ્રેસનું શાસન કહે તેમ થાય અને તેની બોલબાલા હતી. આંબેડકર વિદેશથી ભણીને આવ્યા હતા. બંધારણ સભામાં તેમનો કાયદાની કલમોવાળુ નહીં પણ સમાજને જોડતું બંધારણ બનાવ્યું હતું. આંબેડકરને ભારત રત્ન પુરસ્કાર આપવાનું કોંગ્રેસને ગમતું ન હતું. બાબાસાહેબને ક્યારેય યાદ કરવામાં ન આવ્યા તે મહાનપુરૃષને નમન કરું છું. બાબાસાહેબે સમાજને સાથે રાખીને વિકાસનો સંદેશ આપ્યો છે.

વડાપ્રધાન મોદીએ ધંધુકા પંથક માટે કહેવાતુ હતું દીકરીને બંધુકે દેજો પણ ધંધુકે ન દેતા. કારણ મોટી સંસ્યા પાણીની હતી. તે કહેવતને આજે ખોટી પાડી છે. ખેડુતને સિંચાઈનું પાણી લોકોને ઘરે ઘરે પાણી પહોંચાડયું છે. કોંગ્રેસના સમયમાં પાણીના ટેન્કરોનાં છાપામાં ફોટા આવતા પાઈપો જોડેલી હોય અને વિસ્તારોમાં પાણી પહોંચતું હતું તે ટેન્કર પ્રથા સદંતર નાબુદ કરી નાખી ટેન્કરોથી પાણી આપવામાં મોટો ભ્રષ્ટાચાર ચાલતો હતો. પાંચ ટેન્કર અપાય અને દશ લખાય આ કારોબાર અમે બંધ કરાવ્યો.

આજની પેઢીને આ ખબર ન હોય કે કરફયુ કેવો હોય કરફયુ શું કહેવાય તે આજના છોકરા ન સમજે કરફયુના દિવસો ગયા સુખ શાંતિ સલામતી આવી કે નહીં ? સંપતી હોય બધુ રાચ રચીલું હોય પણ સલામતી ન હોય તો શું કામનું અમે સલામતી આપી છે. છાશવારે વીજળી લીંગડી કોંગ્રેસના શાસનમાં થતી હતી. વાળુના ટાઈમે વીજળી ન હોય અને ૨૪ કલાક વીજળી આપીએ છીએ. ખેડુતોને તેમણે લીધેલા ધીરાણનું રાતી પાઈ વ્યાજ હવે ભરવું નહીં પડે. ધોલેરાસર અને ઈન્ટરનેશનલ એરપોર્ટ બનવાનું જ છે અને આવતા ૧૦ વર્ષમાં તેની જાહોજલાલી જોવા મળશે. ભાજપ જવલંત વિજય સાથે આગળ વધી રહ્યું છે. સમસ્યાઓનું નીરાકરણ કરવું જોઈએ રાજકીય કાવાદાવા વાળા ચુંટણીને યાદ રાખે છે ત્રણ તલાકનો કાયદો ઘડયો છે. તેનું ઉલ્લંઘન કરશે તે જેલમાં જશે.

વડાપ્રધાને કપીલ સિબ્બલના રામમંદિરનો ચુકાદો ૨૦૧૯ની ચુંટણી પછી આપવાનું કહ્યું ચુંટણી આવે છે માટે ચુંટણીઓ તો કાયમ આવવાની એટલે લોકોનું કામ અટકી જાય. કોંગ્રેસનું નામ નિશાન ન રહેવું જોઈએ ૧૫૧ બેઠકો ભાજપને અપાવી વિજય બનાવો તેમ તેમણે અંતમાં જણાવ્યું હતું. આ તકે ધંધુકા પંથક તેમની કર્મભૂમિ હોય જુની વાતોને તેમણે વાગોળ હતી સભાને પૂછ્યું હતું કે ઓળો રોટલાની પાર્ટીઓ થાય છે તે બહુ કરી છે હવે મારે તે સમય ગયો. સભામાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ભરત પંડયા ઉપરોક્ત સાંસદ વેગડ, પૂર્વ સાંસદ રતિલાલ વર્મા, સૌરભભાઈ પટેલ ઉપરાંત સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર