Election Banner

મત ગણતરી સ્થળે ચારથી વધુ વ્યક્તિના પ્રવેશ ઉપર પ્રતિબંધ

- મત ગણતરી મથકે મોબાઇલ ફોન લઇ શકાશે નહિ બોટાદ જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામુ બહાર પાડયું

બોટાદ, તા. ૬ ડિસેમ્બર 2017 બુધવાર

વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૭ અંતર્ગત બોટાદ જિલ્લાના બે વિધાનસભા મતદાર વિભાગોની મત ગણતરી તા.૧૮ના રોજ બોટાદ સ્થિત ચોવીસ જિનાલય શત્રુંજય ધામ, પાળીયાદ રોડ, બોટાદ ખાતેના બિલ્ડીંગમાં યોજાનાર છે. આ મત ગણતરીના દિવસે મત ગણતરી મથક આજુબાજુ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવ બનવા ન પામે તે માટે બોટાદ જિલ્લાના મેજીસ્ટ્રેટ સુજીત કુમારે એક જાહેરનામા દ્વારા મત ગણતરી મથકથી ૨૦૦ મીટરની ત્રિજ્યામાં ચારથી વધુ વ્યક્તિઓને એકઠા થવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો.

આ જાહેરનામા વધુમાં જણાવ્યા પ્રમાણે બોટાદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે નિયત કરાયેલ મત ગણતરી કેન્દ્રથીની આજુબાજુ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવ બનવા ન પામે તથા મત ગણતરીની કામગીરી શાંતિપૂર્વક ચાલી શકે તે માટે મત ગણતરી મથકથી ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં તા.૧૮ના રોજ સવારના ૬ થી મતગણતરીની કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી ચાર કરતા વધારે વ્યક્તિઓની મંડળી કોઇએ ભરવી નહીં કે બોલાવવી નહીં કે સરઘસ કાઢવું નહિ અને એકઠા થવું નહિ.

આ જાહેરનામુ સરકારી નોકરીમાં અથવા તેમની ફરજની રૃએ રોજગારીમાં હોય તેવી વ્યક્તિઓને, ફરજ ઉપર હોય તેવા બિન પોલીસ દળો જેવા કે ગૃહ રક્ષક દળના સભ્યોને, લગ્નના વરઘોડાને, સ્મશાન યાત્રાને તેમજ પોલીસ અધિક્ષક અથવા તેમણે અધિકૃત કરેલ અધિકારીએ અને જિલ્લા ચૂંટણી અધિકારી- નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અગર સબંધિત વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીએ અધિકૃત કરેલ- મંજુરી આપેલ વ્યક્તિઓને લાગુ પડશે નહિ.

વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૭ અંતર્ગત બોટાદ જિલ્લાના બે વિધાનસભા મતદાર વિભાગોની મત ગણતરી તા.૧૮ના રોજ બોટાદ સ્થિત ચોવીસ જિનાલય શત્રુંજય ધામ, પાળીયાદ રોડ, બોટાદ ખાતેના બિલ્ડીંગમાં યોજાનાર છે.

મત ગણતરીના દિવસે મત ગણતરી અધિકારીઓ કર્મચારીઓ, ઉમેદવારો, તેઓના ચૂંટણી એજન્ટો અને મત ગણતરી એજન્ટો વિગેરે વિશાળ સંખ્યામાં એકત્રીત થનાર થશે. જેને ધ્યાને લઇ મત ગણતરીની કામગીરી દરમ્યાન કોઇ વિક્ષેપ કે અવરોધ ઉભા ન થાય તેમજ જાહેર સલામતી જળવાઇ રહે તે માટે બોટાદ જિલ્લા મેજીસ્ટ્રેટ સુજીતકુમારે એક જાહેરનામા દ્વારા મત ગણતરી મથકની અંદર મોબાઇલ ફોન, પેજર અને કેલ્ક્યુલેટર જેવા ઉપકરણો સાથે પ્રવેશ કરવા ઉપર તેમજ મત ગણતરી બિલ્ડીંગમાં તેમજ કમ્પાઉન્ડમાં પાન, ગુટખા અને ધુમ્રપાન કરવા ઉપર પ્રતિબંધ મુકતું જાહેરનામુ બહાર પાડયુ હતું.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર