Election Banner

મતાધિકારના ઉપયોગ માટે લાંચ આપવી કે લેવી ગુનો ગણાશે

- બોટાદ પછી ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર જાહેર

ભાવનગર, તા. ૬ ડિસેમ્બર 2017 બુધવાર

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ભાવનગરના જણાવ્યા અનુસાર કોઇપણ વ્યક્તિને તેના મતાધિકારનો ઉપયોગ કરવા પ્રલોભન આપવાના ઉદ્દેશથી ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન રોકડ કે વસ્તુ સ્વરૃપે કોઇ પણ લાંચ લેતી કે આપતી કોઇપણ વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૭૧ (ખ) મુજબ એક વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને શિક્ષાને પાત્ર છે. વધુમાં કોઇ પણ ઉમેદવાર કે મતદાર કે અન્ય કોઇ પણ વ્યક્તિને કોઇપણ પ્રકારની ઇજા પહોંચાડવાની ધમકી આપતી કોઇપણ વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૭૧ (ગ) મુજબ એક વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને શિક્ષાને પાત્ર છે.

લાંચ આપનાર કે લેનાર બંને સામે કેસ નોંધવા તેમજ મતદારોને ધાક ધમકી આપવામાં સામેલ વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા માટે ફલાઇંગ સ્ક્વોર્ડ ઉભી કરવામાં આવી છે. આથી તમામ નાગરિકોને કોઇપણ પ્રકારની લાંચ નહિ લેવા અને અન્ય કોઇ પણ વ્યક્તિ લાંચ લેવાનું કહે અથવા લાંચ વિશે કોઇપણ પ્રકારની જાણકારી મળે અથવા મતદારોને ધાક ધમકી અપાયાના કિસ્સાની જાણ થાય તો તે અંગે ફરિયાદ મેળવવા માટે જિલ્લા કક્ષાએ ઉભા કરવામાં આવેલ ૨૪ કલાક અને સાત દિવસ (૨૪ બાય ૭) રીતે કાર્યરત ફરીયાદ દેખરેખ નિયંત્રણ એકમના ટોલ ફ્રી નંબર 1800-233-0278 પર જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર