Election Banner

9 તારીખે એવું બેન્ડ વગાડો કે કોંગ્રેસના બેન્ડ વાગી જાય:પરેશ રાવલ

- વાંસદામાં ફિલ્મ અભિનેતાનો રોડ-શો

વાંસદા, તા.6 ડિસેમ્બર 2017, બુધવાર

વાંસદામાં ભાજપના પ્રચાર માટે ફિલ્મ અભિનેતા અને સાંસદ પરેશ રાવલે રોડ-શો કર્યો હતો. અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.

વાંસદાના પાટા ફળિયાથી શરૃ થયેલો રોડ-શો નવા ફળિયા થઇ ખાંભલાઝાંપા, શંકર ફળિયા બજાર થઇ મુખ્યમાર્ગ પરથી હનુમાનબારી સર્કલ ગયો હતો. પરેશ રાવલે ટાવર પાસે  રોડ શો થોભાવી વંદે માતરમ્, ભારત માતા કી જય બોલી લોકોને કહ્યું કે, તમે કોઇ દિ રાહુલ ગાંધીને આવું બોલતા સાંભળ્યો છે? આ વાંસદા ગામ પ્રખ્યાત સંગીતકાર જયકિશનનું ગામ છે. તમે લોકો ૯ તારીખે એવું બેન્ડ વગાડો કે કોંગ્રેસનો બેન્ડ વાગી જાય અને જીંદગીભર બહેરા થઇ જાય.

નરેન્દ્ર મોદી વિકાસની વાત કરે ત્યારે કોંગ્રેસ વિકાસ ગાંડો થયો કહે છે, પણ વિકાસ પેદા કરાયો ત્યારે ગાંડો થયોને. તેઓ ખુરશી માટે ગાંડા થઇ ગયા છે. તમારા અંતર આત્માને પૂછીને મત આપજો કે તમારા છોકરાને રાહુલ ગાંધી બનાવવો છે કે મોદી બનાવવો છે?

વાંસદામાં સરદાર વલ્લભભાઇ પટેલનાં પૂતળાને તેમણે હાર પહેરાવ્યો હતો. છેલ્લે તેમણે વાંસદાના ભાજપના ઉમેદવાર માટે  કહ્યું કે, ઉપર ગણપતિ ભગવાન અને નીચે ગણપત માહલા.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર