Election Banner

ચૂંટણીના પગલે આજથી કર્મચારીઓને ફરજની વિધાનસભામાં મોકલવાનો ધમધમાટ

- આદિપુરના મૈત્રી શૌક્ષણિક સંકુલ કેમ્પસથી અન્ય વિધાનસભામાં જવા માટે બસો ઉપડશે

- જો કોઈ પણ કર્મચારી ગેરહાજર રહેશે તો તેની સાથે કચેરીના વડા સામે પણ પગલા ભરવાની ચીમકી ઉચ્ચારાઈ

ગાંધીધામ,તા.૬ ડિસેમ્બર 2017 બુધવાર

વિધાનસભાની ચુંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ત્યારે ગુરૃવારથી કર્મચારીઓને સોંપાયેલા વિધાનસભા ક્ષેત્રમાં મોકલવાની શરૃઆત કરવામાં આવનાર છેે. ગાંધીધામ ખાતે ગુરૃવાર સવારથી જ અન્ય તાલુકામાં ઓર્ડર નિકળ્યા હોય તેવા કર્મચારીઓને બસમાં રવાના કરવામાં આવશે. તથા અન્ય તાલુકામાંથી પણ કર્મચારીઓ ગુરૃવાર સાંજ સુધી ગાંધીધામ રીસીવિંગ અને ડીસ્પેચીંગ સેન્ટર પહોંચી આવશે.

આ અંગે મળતી વિગતો મુજબ તા.૯/૧૨ના યોજાનાર પ્રથમ તબક્કાની ચુંટણીના પગલે આખરી તૈયારીઓ શરૃ કરવામાં આવી છે. જિલ્લા કક્ષાએથી ગાંધીધામ તાલુકાના કર્મચારીઓને થર્ડ રેન્ડમાઈઝેશમાં ફજર સોંપવામાં આવી છે. જેના આધારે જે કર્મચારીઓને ગાંધીધામ સિવાયના તાલુકામાં ફજર સોંપવામાં આવી છે તેવા કર્મચારીઓને ગુરૃવારે સવારે સાત વાગ્યે આદિપુરની મૈત્રી કમ્પસમાં હાજર થઈ જવાની સુચના આપવામાં આવી છે.

આ કર્મચારીઓને ગરૃવારે જ જેતે વિધાનસભા ક્ષેત્રમાં મોકલી દેવામાં આવશે. અન્ય વિધાનસભામાં જનાર તમામ કર્મચારીઓને ફાળવવામાં આવેલા ક્ષેત્રમાં હાજરી રજીસ્ટરમાં સહી  કરવાની પણ સુચના આપવામાં આવી છે. જેતે વિધાનસભામાં જતી બસમાં કોઈ પણ જાતનો વિલંબ કર્યાવગર બેસી સુપરવાઈઝરમાં સપર્કમાં રહેવાની તાકિદ કરાઈ છે. કોઈ કર્મચારીઓને કોઈ વિધાનસભા ફાળવવામાં આવી ન હોય તેવા કર્મચારીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.  ગાંધીધામમાં તમામ સરકારી કચેરીઓના વડાને પણ તેઓના ખાતાના કર્મચારીઓને ગુરૃવારે મૈત્રી કેમ્પસ મોકલી દેવા સુચના આપી દેવામાં આવી છે. જો કોઈ પણ કર્મચારી ગેરહાજર રહેશે તો કચેરીના વડાની જવાબદારી અને ચુંટણી સંચાલનના નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.
 

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર