Election Banner

રાષ્ટ્રીય નેતાઓના કાર્યક્રમો અંગે ભાજપ-કોંગ્રેસનું મીસ મેનેજમેન્ટ

- કોંગ્રેસ માટે આ બાબત નવી નથી પણ માઇક્રો મેનેજમેન્ટ કરતા ભાજપના સ્થાનિક નેતાઓને પણ લશ્કર ક્યાં લડવાના

સુરત, તા.6 ડિસેમ્બર 2017, બુધવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં સુરતના ભાજપ-કોગ્રસના નેતાઓમાં સંકલનનો અભાવ દેખાઈ રહ્યો છે. સંકલનના અભાવે શહેરના નેતાઓને પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાઓ આવે છે કે નહીં તેની પણ જાણ રહેતી નથી.

સુરત ભાજપે મોટા ઉપાડે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય અને ઉત્તર પ્રદેશના ૧૪ મેયરોની પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. હોટલમાં ભાજપના નેાતઓ પહોંચી ગયા અને જે સમયે પત્રકાર પરિષદ હતી તે સમયે સિક્યુરીટી સ્ટાફે કહ્યું કે યોગી બપોરે આવશે. એટલે ભાજપે બપોરે પત્રકાર પરિષદનું આયોજન કર્યું પણ ત્યાર બાદ યોગી આવ્યા જ નહી તેની જાણ પણ છેક છેલ્લી ઘડી સુધી ભાજપને થઈ ન હતી અને શહેરના નેતાઓ માહિતી વિના  દોડતા રહ્યાં હતા.

 શહેર ભાજપના નેતાઓના સંકલનના અભાવ જેવો જ ઘાટ કોગ્રેસમાં પણ થયો હતો. કોગ્રસના યુવા નેતા જ્યોતિરાદિત્ય સિંધીયાના સુરત કાર્યક્રમમાં પત્રકાર પરિષદ અને પર્વ વિધાનસભામા ંડોર ટુ ડોરનો કાર્યક્રમ ન હતો પણ કોગ્રેસે જાહેરાત કરી દીધી હતી.

કેટલાક નેતાઓની વિનંતી બાદ તેઓએ પત્રકાર પરિષદ કરી હતી પણ પુર્વમા ડોર ટુ ડોરના કાર્યક્રમાં લોચો પડયો હતો. ખત્રી સમાજના લોકો ભેગા થયાં પણ નેતા ન પહોંચતા પત્રકાર પરિષદના સ્થળે જ કેટલાક નેતાઓએ સ્થાનિક નેતાઓ સામે બળાપો કાઢ્યો હતો.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર