Election Banner

કચ્છના ૬૦૭ 'સંવેદનશીલ'મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત

- કચ્છમાં છ બેઠકો પર ચુંટણી લડતા ૮૦ ઉમેદવારો

- મતદારો નિભર્યપણે મતદાન કરી શકે તે માટે ૪ હજારથી વધુ પોલીસ સહિત પેરામિલીટરી ફોર્સના જવાનો રાખશે ચાંપતી બાજનજર

ભુજ,બુધવાર તા. 06 ડિસેમ્બર 2017

પ્રથમ તબક્કામાં કચ્છમાં યોજાઈ રહેલી વિધાનસભાની ચુંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે ત્યારે ખાસ કરીને કચ્છના ૧૮૦૨માંથી ૬૦૭ સંવેદનશીલ મતદાન મથકો પર ખાસ વોચ ગોઠવવામાં આવશે. સંવેદનશીલ મતદાન મથકો પર મતદારો નિષ્પક્ષ અને નિભર્યપણે મતદાન કરી શકે તે માટે ચાર હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અને વધારામાં પેરા મીલીટરી ફોર્સના જવાનો ખડે પગે રહેશે.

આ અંગે વાત કરીએ તો કચ્છમાં ૬૦૭ સંવેદનશીલ મતદાન મથકો છે જેમાં પૂર્વ કચ્છમાં અંજાર-૬૬, ગાંધીધામ-૧૩૦, રાપર-૧૧૩ તેમજ પશ્વિમ કચ્છમાં અબડાસા-૧૧૫, માંડવી-૮૭ અને ભુજ-૬૭નો સમાવેશ થાય છે. પોલીસમાંથી મળતી માહિતી અનુસાર, પશ્વિમ કચ્છમાં ૧૦૩૨ જેમાં ૨૯૮ સંવેદનશીલ અને અને પૂર્વ કચ્છમાં ૮૬૧ માંથી ૩૦૯ સંવેદનશીલ મતદાન મથકો છે.આ સંવેદનશીલ મતદાન મથકો પર પોલીસ બંદોબસ્ત પર નજર નાખીએ તો પશ્વિમ કચ્છમાં ૪૭૧ પોલીસ જવાન, ૧૦૦૦ જેટલા હોમગાર્ડ જવાનો બંદોબસ્તમાં રહેશે.૨૩ જેટલી પેરામિલીટરી ફોર્સના જવાનો ખડેપગે રહેશે.

પૂર્વ કચ્છમાં ૪૦૦ પોલીસ કર્મીઓ અને ૯૦૦ હોમગાર્ડ ઉપરાંત ૧૫ જેટલી પેરામિલીટરી ફોર્સના જવાનો ફરજ બજાવશે. શનિવો યોજાનાર મતદાનને લઈને પોલીસ અને પેરામિલીટરી ફોર્સના જવાનો દ્વારા રાત્રે બાજ નજર રાખવામાં આવે છે.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર