Election Banner

સુરતમાં પાટીદાર ઇફેક્ટ સિવાય જુથવાદ, અસંતોષ, વિવાદોથી ભાજપના કાંગરા ખરી શકે

- કામરેજ, વરાછા, ઉત્તર, કરંજ, કતારગામમાં, ચોર્યાસી, ઓલપાડમાં ભાજપ માટે ખટપટ, વિરોધ, બળવો તો કોંગ્રેસ

સુરત, તા.6 ડિસેમ્બર 2017, બુધવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારના પડઘમ બુધવારે શાંત થઇ જશે. સુરતન લિંબાયતમાં બુધવારે બપોરે નરેન્દ્ર મોદીની સભાથી ભાજપના ઉમેદવારોને લાભ મળે તેવી આશા છે.

જોકે, સુરતની કેટલીક બેઠકો પર ભાજપ માટે કપરી સ્થિતિ છે અને ગઢમાં કાંગરા ખરી શકે છે. બીજી તરફ કોંગ્રેસમાં પણ આંતરીક માથાકૂટો છે. પાટીદારોના સહારે નૈયા પાર લગાવવાની આશામાં બેઠેલા કોંગ્રેસના ઉમેદવારોને પક્ષના કાર્યકરો જ ડુબાડી દેવા પ્રયત્નશીલ છે.

મતદાનનું કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે. અનામતના ઇસ્યુને કારણે પાટીદાર બહુમતીવાળી બેઠકો પર ભારે રસાકસીની ચર્ચા વધુ છે. બંને મુખ્ય પક્ષો દ્વારા પાટીદારો ઉપરાંત જાતિના ફેકટરને ધ્યાને રાખીને ઉમેદવારો પસંદ કર્યા છે. જોકે, કપાયેલા દાવેદારો, આંતરીક ખટપટને કારણે બંને પક્ષના ઉમેદવારો માટે ચૂંટણીજંગ ખરાખરીનો બની રહેશે તેમ મનાય છે. ચૂંટણી પ્રચારના પડઘમ કાલે શાંત થશે ત્યારબાદની સ્ટ્રેટજી મહત્વની બનશે.

કામરેજમાં ભાજપ અને કોંગ્રેસ બંનેમાં કાર્યકરોની જ ટાંટીયાખેચને કારણે જંગ રસપ્રદ બનશે

કામરેજ બેઠકમાં ૨.૪૨ લાખ પાટીદાર મતદારો છે. સિટીંગ ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયાને કાપીને વી.ડી.ઝાલાવડીયાને ટિકિટ અપાઇ છે. સિટીંગ ધારાસભ્ય સામે અસંતોષ હોવાને કારણે ઉમેદવાર બદલાયા પણ તેની સામે કાર્યકરોને અસંતોષ છે. વી.ડી.ઝાલાવડીયાના કાર્યકરો પાનશેરીયાના કાર્યકરોને ફટકારી પણ ચુક્યા છે.

તેમજ પાસના કાર્યકરો હંગામો કરાઇ તેનો ડર સતત રહે છે. હાર્દિકની સભા વેળા કામરેજ અને વરાછાના ઉમેદવારના કાર્યાલય સૂમસામ રહયા હતા. પાટીદાર વિસ્તારોમાંથી પરત પણ થવું પડયું છે. બીજી તરફ પાટીદાર ઇફેક્ટનો લાભ કોંગ્રેસને મળે તેવી અપેક્ષા રખાય છે. પણ અહી નિલેશ કુંભાણીનું નામ જાહેર કરાયા બાદ તેમના કાર્યાલય પર તોડફોડ કરાઇ હતી. આ હંગામા પાછળ કોણ છે તેની પણ બધાને જાણ છે.

દરમિયાન કોંગ્રેસે રાતોરાત ઉમેદવાર બદલી અશોક જીરાવાલાને મેન્ડેટ આપ્યો હતો. પણ તેમની સામે કાર્યકરોનો અસંતોષ મતદાન વેળા જોવા મળશે તેમ કહેવાય છે. તેમના પોસ્ટર ઉપર કાળી શાહી પણ ફેંકાઇ ચુકી છે. તેમજ કોંગ્રેસના મોટા ટેકેદારોને ખેરવવા માટેની કવાયત પણ ચાલુ થઇ ગયેલી છે.

વરાછામાં હાર્દિકના રોડ શો પર પથ્થરમારો અને 'લુખ્ખા' શબ્દથી વિવાદી સ્થિતિ

વરાછામાં ૧.૪૮ લાખ પાટીદાર મતદારો છે. ભાજપે ધારાસભ્ય કુમાર કાનાણીને રિપીટ કર્યા છે. અત્યારસુધી કાર્યાલય પણ હંગામાં થઇ ચુકયા છે. હાર્દિકનના રોડ શો પર પહેલા માળેથી પથ્થરો ફેંકતો ભાજપ કાર્યકરોનો વિડીયો પણ ફરી રહયો છે. હાલમાં જ પરેશ રાવલની સભામાં જય પાટીદાર જય સરદારના નારા ગુંજ્યા હતા.

ધારાસભ્યે પાટીદારોના સંદર્ભમાં લુખ્ખા શબ્દનો  પ્રયોગ માઇક ઉપરથી કરી દેતા બળતામાં ઘી હોમાયું હતું એમ કહેવાય છે. કોંગ્રેસમાં કોર્પોરેટર એવા પ્રફુલ તોગડીયાની પસંદગી બાદ રાતોરાત ઉમેદવાર બદલી કઢાતા તેમના ટેકેદરોમાં અસંતોષ છે. તોગડિયા મ્યુનિ.ના વિરોધ પક્ષના નેતા છે. આ સ્થિતિમાં ધીરુ ગજેરા પાટીદાર બહુમતીવાળા વિસ્તારમાં કેટલો ગેઇન કરી શકે તેના મીંટ મંડાયેલી છે.

કતારગામમાં મંત્રીની ટિકિટ કપાઇ તો ગોઠવી દીધા રબરસ્ટેમ્પ

કતારગામમાં ૧.૦૬ લાખ પાટીદારો છે. મંત્રી નાનુ વાનાણીની ટિકીટ કાપીને વીનુ મોરડીયાને અપાઇ છે. મંત્રી સામે વિરોધ હોવાથી ટિકિટ કપાઇ પણ ચર્ચા એવી છે કે નવા ઉમેદવાર મંત્રીના રબર સ્ટેમ્પ તરીકે જ છે. જેની સામેનો વિરોધ ટિકિટ કપાવા માટે નિમિત્ત બન્યો તેના જ ખાસ મનાતા ને જંગમાં ઉતારાતા કાર્યકરો અને મતદારોનું વલણ મહત્વું બનશે તેમ કહેવાય છે.

ઉમેદવારના બેનરો પણ આ મતવિસ્તારમાં ફડાયા હતા. બેઠકમાં ૪૫ હજારથી વધુ પ્રજાપતિ મતદારો છે જેમની લાગણી તાજેતરમાં દુભાઇ હતી.  કોંગ્રેસ તરફે જોકે, નવા નિશાળીયા ઉમેદવાર ઉતારાયા છે જેથી કોંગ્રેસ કેટલો લાભ ઉઠાવી શકે તે કળવું મુશ્કેલ મનાય છે.

કરંજમાં બંને  પક્ષો સામે બળવાખોરોએ બાંયો ચડાવી છે

કરંજમાં ૮૮ હજારથી વધુ પાટીદાર મતદારો છે. સિટીંગ ધારાસભ્ય જનક બગદાણાવાલાની ટિકિટ કાપી પ્રવિણ ઘોઘારીને અપાઇ છે. ટિકિટ રીપીટ કરવા ધાર્મિક સંપ્રદાયો દ્વારા કહેવાયું હતું પણ અન્ય ફેકટર કામ કરી ગયું હતું. અહી ભાજપ છોડનાર ભીમજી પટેલ પણ અપક્ષ તરીકે મેદાનામાં છે. કોંગ્રેસમાં અહી કોર્પેોરેટર ભાવેશ રબારી છે. પણ કોંગ્રેસની ટિકિટની દાવેદારીમાંથી કપાયેલા જયસુખ ઝાલાવડીયા પણ અપક્ષ તરીકે મેદાનમાં ઉતર્યા છે. બંને પક્ષે થયેલી બળવાખોરીથી જંગમાં રસાકસી રહે તેવી શક્યતા વ્યકત કરાય છે.

ઉત્તરમાં ધારાસભ્ય સાથે સુરતી દાવેદારોને કાપી નખાતા કચવાટ

ઉત્તર બેઠકમાં ૨૫ હજાર પાટીદાર મતદારો છે. સાથે ૧૦-૧૦ હજાર રાણા-ઓબીસી અને ૨૯ હજાર જેટલા મુસ્લિમ મતદારો પણ છે.  ભાજપના નવા ઉમેદવાર કાંતિ બલર સિટીંગ ધારાસભ્ય અજય ચોક્સીની ટિકીટ કપાવાથી ચૂંટણી લડી રહયા છે. અહી કપાઇ ગયેલા ટિકિટના અન્ય દાવેદારો પણ નવા ઉમેદવારથી અવાક થયા હતા.

ઉત્તર સહિત કરંજના પ્રવિણ ઘોઘારી અને કતારગામના વીનુ મોરડીયાની ટિકિટ ચોક્કસ ફેકટરને કારણે અપાઇ હોવાની કાર્યકરોની જ ચર્ચા છે. ઉલ્લેખનીય છે કે, એફીડેવીટ મુજબ કાંતિ બલરની સંપત્તિ સૌથી વધુ છે. ઉત્તરમાં કોંગ્રેસ ઉમેદવાર દિનેશ કાછડીયા કોર્પોરેટર છે અને ગત ૨૦૧૨ની ૨૨ હજારની લીડ સર કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહયા છે.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર