Election Banner

સુરત: પ્રચાર પડધમ શાંત થાય તે પહેલાં રાજકીય પક્ષોએ બાઈક રેલી નીકળી

- મતદારો પર પ્રભાવ પાડવાના અંતિમ પ્રયાસમાં જોડાયા નેતાઓ

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 7 ડિસેમ્બર 2017 ગુરુવાર

ગુજરાત વિધાનસભાની ચૂટંણી પ્રચારના પડધમ શાંત થાય તે પહેલાં રાજકીય પક્ષો મતદારોને રિઝવવા માટેના અંતિમ પ્રયાસમાં જોડાયા હતા.

પ્રચાર પુરો થાય તે પહેલાં મત વિસ્તારમાં ફરવા માટે બાઈક અને વાહન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વધુને વધુ મતદારો સુધી પ્રચાર જાય તે માટે રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવીને મતદાતાઓને રિઝવા માટેના પ્રયાસ કર્યા હતા.

વાહન રેલી ઉપરાંત મતદાતાઓ સુધી પહોંચવા માટે કેટલાક ઉમેદવારોએ શોશ્યલ મિડિયાનો પણ સહારો લીધો હતો.

વિધાનસભાના ચૂંટણીના મતદાન પહેલા આવેલા ઓખી વાવાઝોડાની અસર સુરત શહેર પર તો વધુ નથી પડી પણ રાજકીય પક્ષોના પ્રચાર કાર્ય પર ચોક્કસ પડી છે. વાવાઝોડાની અસરના કારણે રાજકીય પક્ષોના દોઢથી બે દિવસ પ્રચાર કાર્ય ઠપ્પ રહ્યું હતું.

જેના કારણે હવે પહેલા તબક્કાની ચૂંટણી માટે ૯ ડિસેમ્બરે મતદાન છે તે પહેલાં પ્રચાર પડધમ ગુરૃવારે સાંજે પાંચ વાગ્યે શાંત થાય તે પહેલા મતદારો સુધી પહોંચવા અને શક્તિ પ્રદર્શન માટે રાજકીય પક્ષોએ બાઈક અને વાહન રેલીનો સહારો લીધો છે.

શહેરના વિવિધ વિસ્તારમાં આજે ભાજપ અને કોગ્રેસના ઉમેદવારોએ બાઈક રેલી કાઢીન શક્તિપ્રદર્શન કર્યું છે. બાઈક રેલી હોવાના કારણે સવારના કેટલાક વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા પણ થઈ હતી.

ભાજપના ઉમેદાવારોએ આજે વાહન રેલી કાઢવા સાથે બાઈક અને વાહન રેલીના વાહનો લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં પહોંચવાનો ટાર્ગેટ રાખ્યો હતો. જ્યારે કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના વિસ્તારમાં પ્રચાર પડધમ શાંત થાય ત્યાં સુધી રેલી કાઢવાનો નિર્ણય કર્યો હતો.

આમ રાજકીય પક્ષોએ મતદારોને રિઝવાવ માટે વાહન રેલી અને અન્ય પ્રયાસ કર્યા હોવાથી સુરતમાં ઠંડીનો ચમકારો હોવા છતાં રાજકીય ગરમાટો આવી ગયો હતો.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર