Election Banner

ખામી સર્જાય તો તાત્કાલીક અન્ય ઈવીએમ મતદાન મથક પર લાવવાનું રહેશે

- ગાંધીધામમાં ઝોનલ અધિકારીઓની બેઠકમાં વિવિધ સુચના આપવામાં આવી

- મતદાન પ્રક્રિયા વધારે સમય સ્થગીત ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાની તાકિદ કરવામાં આવી

ગાંધીધામ,તા.૬ ડિસેમ્બર 2017 બુધવાર

વિધાનસભાની ચૂંટણીના ભાગરૃપે વહીવટી તંત્ર તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યું છે. ગાંધીધામ ખાતે બુધવારે ઝોનલ અિધકારીઓની બેઠક મળી હતી. જેમાં અિધકારીઓને જુદી-જુદી સુચનાઓ આપવામાં આવી હતી. ખાસ કરીને ઈવીએમ અને વીવીપીએટી મશીન અંગે સુચનો કરાયા હતા.

આ અંગે મળતી વિગતો મુજબ ચૂંટણીના પગલે કર્મચારીઓની અનેક વખત તાલિમ યોજાઈ ગઈ હતી. તાલિમ વડે તેઓને ચૂંટણી અંગે સજ્જ કરી દેવામાં આવ્યા છે. ગુરૃવારથી તમામ કર્મચારીઓ ફરજ પરના વિધાનસભા ક્ષેત્રમાં રવાના કરવામાં આવશે. તો ગાંધીધામ ખાતે ચેમ્બર ભવનમાં ઝોનલ અિધકારીઓની બેઠક મળી હતી.

ઝોનલ અિધકારીઓને ઈવીએમ અંગે સુચનો આપવામાં આવ્યા હતા. કોઈ મતદાન બુથમાં ઈવીએમમાં ખામી સર્જાય તો તાત્કાલીક અન્ય ઈવીએમ એ બુથ પર પહોંચાડવાની સુચના આપવામાં આવી હતી. જેથી મતદાનમાં ખલેલ પડે નહી. અન્ય રૃટના ઝોનલ અિધકારી પણ જો બુથ ઉપર ઝડપથી ઈવીએમ પહોંચાડી શકતા હોય તો તેઓએ પણ શંકોચ વગર ત્યાં ઈવીએમ મોકલાવી શકે છે.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર