Election Banner

કોંગ્રેસ જાતિવાદ અને કોમવાદનું ઝેર ફેલાવી રહી છેઃ અમીત શાહ

- ગુજરાતની જનતા માટલું પણ ટકોરા મારીને ખરીદે છે ત્યારે ૧૦ લાખ કરોડ રૃપિયાનો વહીવટ કોઈને એમ નહી સોંપે

ખંભાળિયા, દ્વારિકા, તા.6 ડિસેમ્બર 2017,બુધવાર

કોંગ્રેસ જાતિવાદી રાજકારણ રમી રહ્યું છે. ભાજપ પાસે વિકાસનો એજન્ડા છે જ્યારે કોંગ્રેસ જાતિવાદ, કોમવાદ અને ધર્મ વચ્ચે વેરઝેરના બીજ રોપી શરમજનક રાજનીતિ ખેલી રહ્યું હોવાનું આજરોજ ખંભાળિયા ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહે જણાવ્યું હતું. ખંભાળિયામાં વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં કોંગ્રેસની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી વંશવાદને જાકારો આપવા જણાવ્યું હતું.

ખંભાળિયામાં જોધપુર ગેઈટ ખાતે ભાજપ જાહેરસભા પુર્વે વિશાળ બાઈક રેલી યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. ત્યારબાદ આયોજિત જાહેરસભામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે ભાજપ સરકારનો વિકાસ એજન્ડા રજૂ કર્યો હતો.

તાજેતરના દિવસોમાં રાહુલ ગાંધીના ગુજરાત- સૌરાષ્ટ્રમાં ચૂંટણીલક્ષી મુકામ સંદર્ભે અમિત શાહે જણાવ્યું હતું કે તાજેતરની યુ.પી.માં યોજાઈ ગયેલી ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. કોંગ્રેસ દૂરબીન લઈને શોધો તો પણ દૂર દૂર સુધી દેખાતી નથી.

રાહુલના વિસ્તાર અમેઠીમાં પણ મ્યુ.ને કોંગ્રેસ પાસેથી ભાજપે આંચકી લીધી છે ત્યારે જો રાહુલ અમેઠી રહ્યા હોત તો કદાચ એકાદ બેઠક બચી જાત તેમ કહી 'હવેલી લેવા જતાં વડોદરૃ ખોયું' તેવીગુજરાતી ઉક્તિ રજૂ કરી હતી.

ગુજરાતની જનતા માટલું પણ ટકોરા મારીને ખરીદે છે, ત્યારે દશ લાખ કરોડ રૃપીયાનો વહીવટ કોઈને એમ જ ન સોંપી દયે તેમ કહી, અમિત શાહે અગાઉના કર્ફ્યુ યુક્ત ગુજરાત, પાણી માટે ટેન્કરની પણ સમસ્યા વિગેરે પ્રશ્નોને ભાજપે નેસ્ત-નાબુદ કર્યા હોવાનું તેમજ કરોડો રૃપીઆના ખર્ચે આ પંથકને નવા પહોળા રસ્તા, નવી કોર્ટ, દ્વારકાને સ્માર્ટ સીટી તેમજ ૯૧૫ કરોડ રૃા.ના ખર્ચે બેટ-દ્વારકાનો સિગ્નેચર બ્રીજનું થનાર નિર્માણથી ગુજરાત દેશનું વિકાસ મોડેલ બની ગયાનું તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું.

દ્વારકાઃ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહે આજે દ્વારકામાં બિરલા ચોકમાં જાહેરસભા સંબોધી હતી. તેઓએ જણાવ્યું હતું કે દુનિયાભરમાં ભારત દેશને સન્માન આપવાનું અને દેશના જવાનોને સરહદે સુરક્ષિત કરવાનું કામ ભાજપની મોદી સરકારે કર્યું છે.

અગાઉ સોનિયા ગાંધી અને મનમોહનસિંહની સરકારમાં દેશના સિમાડા પર અવાર-નવાર પાકિસ્તાની સૈનિકોના અડપલા થતા હતા પરંતુ તેનો કોઈ જવાબ અપાતો ન્હોતો. તેની સામે ભાજપ સરકારે સર્જીકલ સ્ટ્રાઈક કરીને ઈંટનો જવાબ પત્થરથી આપ્યો છે.

કોંગ્રેસ સામે સવાલો ઉઠાવી તેઓએ ઉમેર્યું હતું કે આખરી કોંગ્રેસનો એજન્ડા શું છે? જાતિવાદનું ઝેર ઘોળીને કોંગ્રેસ અશાંતિ ફેલાવવા ઈચ્છે છે? રાહુલ ગાંધી જ્યાં પ્રચાર અર્થે ગયા છે ત્યાં કોંગ્રેસ આવે છેની વાતો કરી છે પરંતુ મહારાષ્ટ્ર, ઝારખંડ, હરિયાણા, આસામ, મણીપુર, ગોવા સહિતના રાજ્યોમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. આ ચુંટણીમાં દ્વારકામાં બટન એવું દબાવજો કે જેનો કરંટ ઈટાલીમાં લાગે તેમ તેઓએ જણાવ્યું હતું.

નિયત સમય કરતા બે કલાક મોડા આવી પહોંચેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સભા પુરી થયા બાદ દ્વારકાધિશ મંદિરે દર્શનાર્થે ગયા હતા. જ્યાં તેઓએ પાદુકા પુજન કર્યું હતું. દ્વારકા અને ખંભાળિયાની પ્રચારસભા સંબોધ્યા બાદ અચાનક ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હેલીકોપ્ટર દ્વારારાત્રિના આઠ વાગ્યે જામનગર આવી પહોંચતા ભાજપના કાર્યકરો અને સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી.

અહીં જાહેરસભા કે જાહેર કોઈ કાર્યક્રમ નહીં હોવા છતાં તેઓએ કાર્યકરો અને હોદ્દેદારો સાથે તબક્કાવાર બેઠકોનો દોર હાથ ધર્યો હતો. અહીં ભાજપ કાર્યાલય ખાતે સંગઠનના હોદ્દેદારો, સાંસદ, ધારાસભ્ય, મેયર તથા જામનગર શહેરનાં ઉતર અને દક્ષિણ બેઠકના ઉમેદવારો સાથે મોડે સુધી મીટીંગ ચાલતી રહી હતી.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના આગમન સાથે કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર