Election Banner

બીટીપી સાથે ગઠબંધન થતા મધ્ય ગુજરાતમાં કોંગ્રેસ ૪ બેઠક પર ચૂંટણી નથી લડી રહી

બીટીપી સાથે ગઠબંધન થતા મધ્ય ગુજરાતમાં કોંગ્રેસ ૪ બેઠક નથી લડતી
વડોદરા,બુધવાર
મધ્ય ગુજરાતમાં વડોદરા, ભરૃચ, પંચમહાલ, નર્મદા, દાહોદ, છોટાઉદેપુર અને મહિસાગર જિલ્લાની ૩૪ બેઠકમાંથી ચાર બેઠક પર કોંગ્રેસ ચૂંટણી લડતી નથી. કોંગ્રેસે જનતાદળ (યુ)ના વિખવાદ બાદ આદિવાસી નેતા છોટુવસાવાએ રચેલી ભારતીય ટ્રાયબલ પાર્ટી (બીટીપી) સાથે મધ્ય ગુજરાતમાં ચાર બેઠક પર ગઠબંધન કર્યું છે.
ઝઘડિયા, દેડિયાપાડા, વાઘોડિયા અને મોરવાહડફમાં બીટીપીનો સીધો જંગ ભાજપ સામે
ભરૃચ જિલ્લાની ઝઘડિયા બેઠક પર ભાજપ, જનતાદળ યુનાઈટેડ અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી વચ્ચે જંગ ખેલાશે. નર્મદા જિલ્લામાં દેડિયાપાડા બેઠક પર ભારતીય ટ્રાઈબલ પાર્ટી અને ભાજપ વચ્ચે સ્પર્ધા થશે. ઝઘડીયા બેઠક છોટુ વસાવો ૨૦૧૨માં કોંગ્રેસના બાલુભાઈ વસાવાને ૧૩૩૦૪ મતથી હરાવી જીતી હતી. જ્યારે ૨૦૧૨માં દેડિયાપાડા બેઠક ભાજપનાં મોતીલાલ વસાવાએ કોંગ્રેસના અમરસિંહ વસાવા સામે માત્ર ૨૫૫૫ મતથી જીતી હતી. આ બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ હોવા છતાં કોંગ્રેસે બીટીપી સાથે ગઠબંધન કર્યું છે. જેથી ગઈ ચૂંટણી ઓછા મતોથી હારેલા અમરસિહ વસાવાએ આ વખતે બળવો કરી અપક્ષ ઝંપલાવતા અહીં ત્રિપાંખિયો જંગ ખેલાશે.
વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પર પણ કોંગ્રેસનું જોર ઓછું નથી. ગઇ ચૂંટણી ભાજપના ઉમેદવારે ૫૭૮૮ મતથી જીતી હતી. આ વખતે કોંગ્રેસ માટે વાઘોડિયામાં વાતાવરણ સારૃં હતું આમ છતાં કોંગ્રેસે બીટીપી સાથે ગઠબંધન કરતાં કોંગ્રેસના દાવેદારોએ બળવો કર્યો છે. બીટીપીના ઉમેદવાર જ્યારે તેમનું ફોર્મ ભરવા આવ્યા હતા ત્યારે કોંગી કાર્યકરો ઉમેદવારથી અળગા રહ્યા હતા. ૨૦૧૨ ની ચૂંટણીમાં મધ્ય ગુજરાતમાં કોંગ્રેસની બે જ મહિલા ચૂંટણી જીતી હતી. આ બેમાંથી એક બેઠક પંચમહાલની મોરવા હડફતી હતી. મોરવા હડફ બેઠક આ વખતે કોંગ્રેસે ગઠબંધન કરીને બીટીપીને ફાળવતા રોષ જોવા મળી રહ્યો છે.
કોંગ્રેસે ગુજરાતમાં બીટીપી સાથે પાંચ બેઠક પર ગઠબંધન કરતા કોંગ્રેસના હવે ગુજરાતમાં ૧૮૨ ને બદલે ૧૭૬ સીટ પરથી ચૂંટણી લડશે.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર