Election Banner

દાહોદઃ શૌચાલયો અંબાણી કે અદાણી માટે નહી ગરીબ લોકો માટે બનાવાયા છે

 

દાહોદ,તા.૬

ભાજપ સરકાર અમીરોની છે અને અમીરો માટે જ કામ કરે છે, ગરીબો માટે નહીં તેવો પ્રચાર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે તે સામે વડાપ્રધાન મોદીએ આજે દાહોદમાં ખારોડ ખાતેની જાહેર સભામાં કોંગ્રેસને જવાબ આપતા પ્રહાર કર્યો છે કે ભાજપ સરકારે ગરીબો માટે પાંચ કરોડ શૌચાલય બનાવ્યા છે, નહીં કે અમીરો માટે. ખુલ્લામાં શૌચ માટે અદાણી કે અંબાણી જતા હતા?


દાહોદના ખરોડમાં મોદીના કોંગ્રેસ પર પ્રહારો ભાજપ સરકાર ગરીબ આદિવાસીઓની છે, અમીરોની નહી
મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસને એ ખબર નથી કે અમીર કોને કહેવાય અને ગરીબ કોને કહેવાય? ૩૦ કરોડ લોકોએ બેન્કમાં પહેલીવાર પગ મૂક્યો છે. જે ગરીબના ખાતા બેન્કમાં ન હતા. તેના હવે બેંક ખાતા થઈ ગયા છે. કોંગ્રેસ જો આવા ગરીબોને અમીર સમજતી હોય તો તે ગરીબનું ભલુ કેવી રીતે કરી શકશે?
આદિવાસી ગરીબો ખેતરમાં કામ કરતાં હોઇ અને સાપ કરડતા મરી જાય, ડામર રોડ બનાવવા દાહોદનો ગરીબ ગુજરાતના ખુણે ખુણે કામે જાય અને એક્સીડેન્ટ થાય ત્યારે ગુજરી જાય એવા સમયે આદિવાસી માટે મોદી સરકારે ૯૦ પૈસામાં વિમો ઉતરાવ્યો છે. દેશના કરોડો લોકોના વિમા ઉતારાવ્યા અને તેમના કુટુંબમાં જે આફત આવી ત્યારે ૧૮૦૦ કરોડ ગરીબોને ચુકવ્યા છે. તો પછી આ સરકાર ગરીબોની સરકાર છે કે અમીરોની? શું આ અમીર લોકોને મદદ કરી છે? ભાજપ સરકારે શૌચાલયો બનાવ્યા ત્યારે ખુલ્લામાં કોઇ અમીર જતા હતા? ગરીબ જતો હતો. બહેનોને શૌચ ક્રિયા માટે રાતનું અંધારૃ થાય તેની રાહ જોવી પડતી હતી. મોદી સરકારે ૫ કરોડ શૌચાલયો તેઓ માટે બનાવ્યા છે. ત્યારે આ સરકાર અમીરોની નહી ગરીબ આદિવાસીઓની સરકાર છે. ૨૦૧૯માં સુધીમાં દરેક આદિવાસીના ઘરમાં લાઈટની સુવિધા પુરા પાડશે. એમ જણાવી તેમણે વધુમાં કહ્યું કે આ ભાજપ સરકાર ગરીબોનું કામ કરનારી સરકાર છે. જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે પાણી માટે પાઈપ લાઈનની સુવિધા પુરી પાડી દાહોદનો પાણીના પ્રશ્નનો કાયમનો ઉકેલ કર્યો હતો. દાહોદ આખા દેશમાં એક જ નગરપાલિકા છે જેને સ્માર્ટ સીટીમાં લેવાઈ છે.

 દાહોદમાં ફરવાવાળો વડાપ્રધાન બનશે તેની કોઈને કલ્પના ન હતી
દાહોદ,તા.૬
સમય કરતાં વડાપ્રધાન અઢી કલાક મોડા પહોંચ્યા હતા. અને તે પછી સભા સંબોધતા કહ્યું હતું કે દાહોદની ગલી ગલીમાં ફરેલો છું અને દાહોદના અનેક લોકોને નામથી ઓળખું છે. કોઇએ કલ્પના પણ નહી કરી હોય કે આ દાહોદ ફરવાવાળો વડાપ્રધાન બનશે.
ેએક સમયે સંઘના પ્રચારક તરીકે ખાસો સમય આ વિસ્તારનો ધમરોળનાર વડાપ્રધાન મોદીએ સાયકલ પર ફર્યા હતા તે શહેરના દેસાઈવાડ, બહારપુરા અને દૌલતગંજ બજાર વિગેરેને યાદ કર્યા હતા. રસ્તા પર નિકળુ તો એ નરેન્દ્રભાઈ એવો અવાજ લગાવી રોકી દે એટલી હદનો નાતો રહ્યો હોવાનું કહ્યુ હતુ. દાહોદ ના કોઈ વિસ્તાર એવો બાકી નથી જ્યાં હું ગયો નથી. મોદીએ દાહોદના લોકોની સહાનુભુતિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો હતો. મોદીએ ખુબ જ ટુકું અને જુના મુદ્દાઓ જ બોલતાં લોકોમાં થોડી નિરાશા થઈ હતી. આદિવાસી વિસ્તારમાંથી કોઈ નવો મુદ્દો વહેતો કરી કોંગ્રેસને ઘેરશે તે વાત ઠગારી નિવડી હતી.


રામમંદિરના નિર્માણમાં કોંગ્રેસની રોડા નાંખવાની નીતિ
દાહોદ,તા.૬
દાહોદમાં ખરોડ, લીમડી રોડ ખાતે જંગી મેદનીને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામમંદિર મુદ્દે કોંગ્રેસના કપીલ સિબ્બલનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે કોંગ્રેસની બેવડી નીતિ અને મંદિર મુદ્દે કોંગ્રેસને આડે હાથ લીધી હતી. સુન્ની વકફ બોર્ડની લાગણી અને માંગણીને વ્યાજબી ગણાવી સાચા અર્થમાંઆ સમસ્યાનું સમાધાન વહેલી તકે કરી કોંગ્રેસની રોડા નાંખવાની નીતિ રીતીને ઉખેડી નાંખવાની અપીલ કરી હતી.


 

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર