Election Banner

નેત્રંગઃ પીએમ મોદીનો વેધક કટાક્ષ, વાવાઝોડુ આવે છે ...આવે છે પણ ગાંધીના ગુજરાતમાં આવતા વાવાઝોડુ શમી ગ

 

નેત્રંગ,તા.૬
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી લોકો કહેતા હતા કે વાવાઝોડું આવે છે... આવે છે...'' પણ ગાંધીજીના ગુજરાતમાં આવતું વાવાઝોડું પણ શમી ગયું, તો પછી બીજુ શું આવે તેવો વેધક કટાક્ષ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા જિલ્લાના નેત્રંગના ચંદ્રવાણ ખાતેની જાહેરસભા કહ્યું હતું કે મુખ્યમંત્રીના પદ દરમિયાન દેડિયાપાડા વિસ્તારમાં રહ્યો છું. ત્યારે મેં અહીની આદિવાસી કન્યાઓની દશા જોઈને કન્યા કેળવણીનો સંકલ્પ કર્યો હતો.
દેડિયાપાડા વિસ્તારમાં રહીને આદિવાસી કન્યાઓની દશા જોઈ કન્યા કેળવણીનોે મેં સંકલ્પ કર્યો હતો
ચાર વિધાનસભા ક્ષેત્ર નાંદોદ, દેડિયાપાડા, માંગરોળ અને ઝઘડિયા મત વિસ્તારનાં કાર્યકરો મોટી સંખ્યામાં સભામાં ઉમટી પડયા હતા. મોદી સભામાં આશરે અઢી કલાક મોડો પડયો હતો. સભામાં આવતાં વેંત તેમણે કોંગ્રેસ પર પ્રહાર શરૃ કરતાં કહ્યું હતું કે, ભાજપ સરકાર આદિવાસીઓનો વિકાસ કરનારી સરકાર છે. ૭૦ વર્ષના સમય ગાળામાં કોંગ્રેસે આદિવાસીઓ માટે જે કશું ન કર્યું, તે આ ભાજપના સરકાર કરી રહી છે.
અમીરોની સરકાર અમીરો માટે કામ કરી રહી છે. તેમાં કોંગ્રેસના આક્ષેપોના ખ્વાબમાં મોદીએ જણાવ્યું હતું કે ૧૮ હજાર ગામડાઓમાં વિજળી પહોંચવાનું કામ હાથ પર લીધુ તે કોંગ્રેસને નથી ગમતું? ગામડાઓમાં ગરીબો રહે છે કે અંબાણી પરિવારે, આદિવાસીઓ અને ગરીબો માટે કામ કરી રહેલી આ સરકાર વિકાસને વરેલી છે. અને ગરીબોના કલ્યાણની જવાબદારી માથે લીધી છે.
૧૮૫૭ થી આ દેશના આદિવાસીઓએ લક્ષી આવી છે. દેશની આઝાદી માટે ગોવિંદગુરૃ બિરસામુંડ જેવા આદિવાસી વિભુતિઓએ અંગ્રેજી સામે લડત આપી અંગ્રેજોના દાંત ખાડા કરી નાંખ્યા હતા. આદિવાસીઓ એ બલિદાન આપ્યા હતા. પણ તેઓને કોંગ્રેસની સરકારો એ પોતાની વાહ વાહ કરવામાં જણાવી દીધા છે. ત્યારે અમારી સરકાર દેશની લડાઈમાં જોડાયેલા આદિવાસીઓની યાદમાં વિવિધ રાજયોમાં મ્યુઝિયમ બનાવશે. આદિવાસી વિસ્તારોમાં ભાજપ સરકાર દ્વારા શરૃ કરવામાં આવેલ કલ્યાણકારી યોજનાઓની યાદ અપાવી હતી. વરસાદી વાતાવરણ વચ્ચે વિશાળ જનમેદની ઉપસ્થિત રહી હતી. જેઓને મોદીએ વિકાસના સામે વોટ આપવા અપીલ કરી હતી. સભામાં ઝઘડિયા, માંગરોળ, નાંદોદ, ડેડિયાપાડાના ઉમેદવારો તેમજ સાંસદ સભ્ય મનસુખ વસાવા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર