Election Banner

વડોદરાઃ પાટીદાર સંમેલનમાં કેટરિંગના કર્મચારીઓને બેસાડીને ભાજપે ખાલી ખુરશીઓ ભરી

વડોદરા,તા.5.ડીસેમ્બર
ગુજરાતના અન્ય શહેરોની જેમ વડોદરામાં પણ પાટીદાર સમુદાયમાં ભાજપ સામે રોષની લાગણી પ્રવર્તી રહી છે તનો વડોદરા ભાજપના નેતાઓને અનુભવ થઈ ગયો છે.

આજે વડોદરામાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની હાજરીમાં છાણી વિસ્તારના પાર્ટી પ્લોટમાં ભાજપ મહિલા મોરચા સંમેલન, પાટીદાર સંમેલન અને બ્રહ્મ સમાજ સંમેલન યોજાયુ હતુ.જેમાં પાટીદાર સંમેલનમાં રીતસરના કાગડા ઉડયા હતા.
પાટીદાર સ્નેહ મિલન સંમેલન માટે લગભગ ૩૦૦ જેટલી ખુરશીઓ મુકવામાં આવી હતી પણ જ્યારે આનંદીબેન સ્ટેજ પર આવ્યા ત્યારે માંડ ૧૦૦ ખુરશીઓ જ ભરાઈ હોવાથી ભાજપના નેતાઓ રઘવાયા બની ગયા હતા.એક તબક્કે તો પાર્ટી પ્લોટમાં હાજર કેટરિંગ સર્વિસના કર્મચારીઓ અને કેટલાક શ્રમજીવીઓને ખાલી ખુરશીમાં બેસાડીને આબરૃ બચાવવાના પ્રયાસો ભાજપે કર્યા હતા.
ત્રણે સંમેલન માટે મીડિયાને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ.જોકે પાટીદાર સંમેલનમાં ભાજપની પોલ ઉઘાડી ના પડી જાય તે માટે પાટીદાર સંમેલન પહેલા મીડિયાને સ્થળ છોડી દેવા માટે ભાજપના નેતાઓએ જણાવ્યું હતું.
સંમેલનમાં આનંદીબેન પટેલે કહ્યું હતું કે પાટીદાર સમાજ વિધાનસભાની હાલની ચૂંટણીમાં પણ ભાજપની સાથે જ છે અને ભાજપની તરફેણમાં જ મતદાન કરશે.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર