Election Banner

બેચરાજીમાં અપક્ષ અને પાસને કારણે પાટીદાર મતો વિભાજીત થશે

- પાટીદાર સમાજના મતોની ખેંચમતાણ

- અપક્ષ ઉમેદવાર પાટીદાર આગેવાન હોવાથી અને પાસ આગેવાનો કોંગ્રેસ માટે મથામણ કરતા ભાજપ ગેલમાં

મહેસાણા,તા.૪ ડિસેમ્બર 2017 સોમવાર

બેચરાજી વિધાનસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર પસંદગી બાબતે નારાજ થઈ પાટીદાર આગેવાન કિરીટ પટેલે અપક્ષમાં ઝંપલાવ્યું છે. ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર મતદારોને ખેંચવા મથી રહ્યા છે. પાટીદાર મતદારો વધારે હોવાથી પાસ દ્વારા પણ કોંગ્રેસ માટે સામાજીક બેઠકો થઇ રહી છે. જેનાથી વિધાનસભા બેઠકના પાટીદાર મતદારો ભાજપ, કોંગ્રેસ અને અપક્ષમાં વહેંચાઈ જવાની પુરેપુરી સંભાવના છે.

મહેસાણા જિલ્લાની બેચરાજી વિધાનસભા બેઠકમાં ત્રિ-પાંખીયા જંગની વચ્ચે પાટીદાર મતદારોને લોભાવવા બરોબરની ખેંચમખેચ શરૃ થઈ છે. ભાજપના રિપીટ ઉમેદવાર રજની પટેલ અને અપક્ષ ઉમેદવાર કિરીટ પટેલ બંને પાટીદાર આગેવાન છે.જ્યારે કોંગ્રેસે ઠાકોર સેના આગેવાન ભરત ઠાકોરને ટિકીટ આપી ઉમેદવાર બનાવ્યા છે. ભાજપના ઉમેદવાર પાટીદાર મતદારોને વિકાસના મુદ્દે, અપક્ષ ઉમેદવાર સમાજમાં આગેવાન હોવાથી સામાજીક કારણો સહિતના મુદ્દે પાટીદારોને મત આપવાનું કહી રહ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભરત ઠાકોર હોવાથી ત્યાં પાસ દ્વારા મેરેથોન દોડ શરૃ કરવામાં આવી છે.

પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા કોંગ્રેસને સહકાર અપાવવા બેઠકો શરૃ કરવામાં આવી છે. જેનાથી સરેરાશ ૨૫ હજારથી વધુ પાટીદાર મતદારો ત્રણેય ઉમેદવારો વચ્ચે વહેંચાય તેવી સંભાવના બની રહી છે. જોકે પાટીદાર પછી ઠાકોર  મતદારોની પણ એટલી જ સંખ્યા છે. આથી પાટીદાર આગેવાન એવા અપક્ષ ઉમેદવારને સમાજના કેટલાક મતો મળે તો પણ મુખ્ય હરીફાઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જામી શકે છે.  બેચરાજીનુ કોકડુ ઉકેલવા બાબતે સ્થાનિક કોગ્રેસી આગેવાનો પાર્ટીના ઉમેદવારને જીતાડવા સહમત થઇ ગયા હોવાનુ પણ સુત્રોએ જણાવ્યુ  હતુ.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર