Election Banner

સુરતમાં હાર્દિક પટેલના રોડ શોના કારણે નેગેટિવ-પોજીટીવ બન્ને અસર

- ભાજપ અને કોગ્રસ બન્નેએ ફાયદા નુકસાનનું ગણિત શરૂ કર્યું
- રેલીમાં જોડાયેલા કેટલાકે ધારાસભ્યના ઘરની

મહિલાઓ સાથે કરેલું ઉધ્ધત વર્તન અને તોડફોડ નેગેટિવઃ સભામાં

(પ્રતિનિધિ  દ્વારા) સુરત, તા. 04 ડિસેમ્બર 2017, સોમવાર

સુરતમાં ગઈકાલે હાર્દિક પટેલની રેલી બાદ ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષે રાજકીય નફા નુકસાનની ગણતરી શરૃ કરી દીધી  છે. રેલીમાં મોટી સંખ્યામાં યંગસ્ટર્સની હાજરી કોંગ્રેસ માટે રાજકીય ફાયદો સાબિત થશે જ્યારે કેટલાક યુવાનોએ કરેલી તોડફોડ અને કરેલું  ઉધ્ધત વર્તન કોગ્રસ માટે નકારાત્મક સાબિત થાય તેવી ગણતરી થઈ રહી છે.

સુરતમા હાર્દિક પટેલેની રેલી અને સભા કોંગ્રસના પાટીદાર ઉમેદવારો માટે ઓક્સીન જેવી બની ગઈ છે પરંતુ તેની સાથે સાથે રેલીમાં કેટલાક યુવાનોના ઉધ્ધત વર્તન કોગ્રસ માટે ચિંતાનો વિષય બની ગયો છે. પાટીદાર અનામત આંદોલન બાદ સુરતમાં ગઈકાલે હાર્દિક પટેલની રેલી પ્રભાવક રહી હતી.

પાટીદાર બહુમતિવાળા વિસ્તારમાં જ રેલી ફરી હતી. આ રેલી દરમિયાન એક ચાઈનીસની લારી પર ભાજપના ઝંડા લાગ્યા હોવાથી લારી તોડી નાંખવામા આવી હતી. જ્યારે ભાજપના ધારાસભ્ય કુમાર કનાણીના ઘરે કોઈ પુરૃષ ન હતા ત્યારે રેલીમાંના કેટલાક યુવાનો ધસીને ઘરની મહિલાઓ સાથે ઉધ્ધત વર્તન કરી ગાળાગાળી કરી હતી. ઉત્તર વિધાનસભાના ઉમેદવારના પ્રચારમાં સરદાર પટેલનું ચિત્ર હોવા છતાં તે બેનર ફાડી નાંખ્યું હતું.

કેટલીક જગ્યાએ આ યુવાનોએ કરેલી દાદાગીરીથી પાટીદારોમાં જ આ રેલીનો વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસ માટે કેટલાક યુવાનોનું ઉધ્ધત વર્તન નેગેટિવ પોઈન્ટ બની રહી છે ત્યારે રેલીમાં હાજર યંગસ્ટર્સ ભાજપ વિરોધી મતદાન કરવાના લિધેલા સપથ કોંગ્રસ માટે સંજીવની જેવા બની ગયાં છે. જોકે, આ રેલીની સફળતા કેટલી અને નિષ્ફળતા કેટલીક તે તો મત ગણતરી બાદ આ વિસ્તારમાં કોની જીત થશે તે જ સાબિત કરશે.
 

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર