Election Banner

ભાજપ અને હાર્દિક બંનેના રોડ-શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાતા મતદારોના મિજાજ અંગે રાજકારણીઓની મુંઝવણ

- મતદાતાઓનું વલણ ક્યા પક્ષ સાથે રહેશે તે રેલીની મેદની પર નિર્ભર

સુરત, તા.3 ડિસેમ્બર 2017, રવિવાર

સુરતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પાટીદાર આંદોલનના નેતા વિજય રૃપાણીના રોડ-શો સાથે આજનો સનડે સુરતમાં રાજકીય સુપર સન્ડે બની ગયો હતો. ભાજપ અને હાર્દિક બન્નેની રેલીમાં મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકોએ રાજકારણીનું મુંઝવણ વધારી દીધી છે. મતદાતાઓનું વલણ ક્યા પક્ષ સાથે રહેશે તે રેલીની મેદની પરથી કળી શકાતું ન હોવાથી નેતાઓનું મુંઝવણ વધી ગઈ છે.

સુરતના ગઢ એવા મજુરા વિધાનસભા મત વિસ્તારમાં મુખ્યમંત્રી વિજય રૃપાણીએ આજે સવારે રોડ-શો કર્યો હતો. આ રોડ-શોમાં ભાજપના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા. રોડ-શો દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપને ૧૫૦ બેઠક મળશે તેવો દાવો કર્યો હતો. જ્યારે બીજી તરફ પાટીદારોના ગઢ ગણાતા વિસ્તારમાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે રોડ-શો કર્યો હતો.

જેમાં પણ પાટીદાર યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. પાટીદાર વિસ્તારમાં આવતી વિધાનસભા વિસ્તારમાં રોડ-શો બાદ હાર્દિક પટેલેની સભા થઇ હતી. ભાજપ અને હાર્દિક પટેલ બન્નેના રોડ-શોમાં મોટી સંખ્યામાં લોકોને જોતાં મતદારોનો ઝોક ભાજપ તરફ રહેશે કે ભાજપ વિરોધી? તેને કળવામાં રાજકારણીઓ માથું ખંજવાળી રહ્યાં છે. બન્ને સભામાં મેદની હોવાતી મતદારો કોની પડખે ઉભા રહેશે અને કોનો સાથ છોડશે ? તે કહેવું મુશ્કેલ બની ગયું છે.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર