Election Banner

સુરતમાં કોંગ્રેસના ઝંડા વિના નારેબાજી સાથે હાર્દિક પટેલનો વિશાળ રોડ-શો

- જય ભવાની, ભાજપ જવાની અને દેખો દેખો કોન આયા, મોદી તેરા બાપ આયાના નારા

સુરત,તા. 3 ડિસેમ્બર 2017, રવિવાર

કોંગ્રેસને સમર્થન જાહેર કર્યા બાદ સુરતમાં હાર્દિક પટેલના રોડ-શોમાં કોંગ્રસના ઝંડા કે સાહિત્ય ઘણું ઓછું દેખાયું હતું.  કોગ્રેસને બદલે પાટીદાર સમાજને આગળ કરીને સુરતમાં હાર્દિક પટેલના રોડ-શોમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. આ રેલીમાં કોંગ્રસનો પ્રચાર કરવામમાં આવ્યો ન હતો, પરંતુ ભાજપ વિરોધી પ્રચાર જરૂર કરવામાં આવ્યો હતો.

હાર્દિક પટેલના રોડ-શોમાં લોકોની મેદની જોઈને કોંગ્રસના ઉમેદવારો ગેલમાં આવ્યા જ્યારે ભાજપના ઉમેદવારોની ચિંતામાં વધારો થયો હતો. સુરતના પાટીદાર બહુમતિવાળા વિસ્તાર ધરાવતી પાંચ વિધાનસભા વરાછા, કતારગામ, કરંજ, ઉત્તર અને કામરેજ મત વિસ્તારમાં હાર્દિક પટેલના રોડ-શોનું આયોજન કરવામા આવ્યું હતું.

આ રોડ-શોમાં એક ખાસ વાત એ જોવા મળી હતી કે, પાટીદાર સમાજને જ આગળ કરાયો હતો. હળના પ્રતિક સાથે હાર્દિક પટેલનો રોડ-શો પાટીદાર વિસ્તારમાં થયો હતો. વિવિધ વિસ્તારોમાં રેલીનું ભવ્ય સ્વાગત કરાયું હતું. કેટલાક સ્થળોએ ફટાકડા ફોડી આવકાર અપાયો હતો.

આ રોડ-શોમાં હાર્દિક પટેલ સાથે જોડાયેલા યુવાનોના માથા પર પાટીદારની ટોપી અને પાટીદારનો જ ધ્વજ જોવા મળતો હતો. કોંગ્રેસના સમર્થન અને ભાજપના વિરોધમાં થયેલા રોડ-શોમાં કોગ્રેસનું સાહિત્ય ભાગ્યે જ કોઈ જગ્યાએ દેખાયું હતું.

રેલીમાં ''જય ભવાની, ભાજપ જવાની''અને ''દેખો દેખો કોન આયા, મોદી તેરા બાપ આયા''ના સુત્રોચ્ચાર સાથે વાતાવરણમાં ગરમાટો આવી ગયો હતો. ભાજપ વિરોધી સુત્રોચ્ચાર બોલાયા હતા પરંતુ ક્યાંય પણ કોંગ્રેસને મત આપવા માટેના સુત્રોચ્ચાર થયાં ન હતા.

ભાજપનો વિરોધ પણ કોંગ્રેસને મહત્વ ન અપાયું સુરતના પાટીદાર વિસ્તારમાં હાર્દિક પટેલના રોડ-શોમાં કોંગ્રેસનો પ્રચાર ન કરવા પાછળ કેટલાક પાટીદારોને ભાજપનો વિરોધ હોવા છતાં તેઓ કોંગ્રેસ સ્વીકારવા તૈયાર ન હોવાનું ચર્ચાઇ રહ્યું છે.  

પાટીદાર અનામત આંદોલન બાદ પાટીદાર વિસ્તારમાં ભાજપ પ્રત્યે ઘણાં પાટીદારોમાં રોષ દેખાઈ રહ્યો છે પરંતુ ભાજપનો વિરોધ હોવા છતાં હજી પણ કોંગ્રેસને સ્વીકારવા માટે ઘણાં પાટીદારો તૈયાર નથી. જેના કારણે હાર્દિક પટેલના રોડ-શો માત્ર પાટીદાર સમાજને મહત્વ આપી કરવામાં આવ્યો હતો.

હાર્દિક પટેલ કોંગ્રેસનો ઝંડો લઈને ચાલે તો ભાજપની નારાજ પાટીદારો હાર્દિક પટેલથી પણ નારાજ થાય તેવી શક્યતા હોવાના કારણે આ રેલીમાં  કોંગ્રેસનો પ્રચાર કરવામાં નહીં આવ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

ટોપીનો રંગ બદલાયો પહેલા સફેદ હતો હવે પીળો થઇ ગયો ૨૦૧૫માં શરૃ થયેલા પાટીદાર અનામત આંદોલનમાં આંદોલનમાં જોડાયેલા લોકો જય સરદાર અને જય પાટીદાર લખેલી ટોપીઓ પહેરતા હતા. જય સરદાર, જય પાટીદાર લખેલી ટોપીનો રંગ શરૃઆતમાં સફેદ કલરનો હતો પણ હવે ધીમે-ધીમે આંદોલનની દિશા બદલાયા બાદ રંગ પણ બદલાયો છે. પહેલા સફેદ કલરની ટોપી હતી જે બે વર્ષમાં પીળી થઈ ગઈ છે.  

આજે હાર્દિક પટેલના રોડ-શોમાં જોડાયેલા લોકોના માથે જય સરદાર, જય પાટીદાર લખેલી ટોપી પીળા કલરની જોવા મળી હતી.  આપહેલાં પણ પાટીદારોને અન્યાયની વાત થઈ હતી ત્યારે કેશુભાઈ પટેલ ભાજપમાંથી જુદા થઈને ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી હતી તેના ઝંડાનો રંગ પણ પીળો હતો અને હવે પાટીદાર આંદોલનની ટોપી સફેદના બદલે પીળી કેમ થઈ ? તે અંગે જાત જાતની અટકળ થઈ રહી છે.

રોડ-શોમાં ભાજપના પોસ્ટર ફડાયા સુરતમાં હાર્દિક પટેલના રોડ-શોની શરૃઆત બાદ ભાજપ વિરોધી સુત્રોચ્ચારના કારણે મોહોલ ગરમાયો હતો પરંતુ ભાજપ તરફથી રોડ-શો દરમિયાન કોઈ પ્રતિક્રિયા નહીં અપાતા કોઈ ઉશ્કેરાટ થયો ન હતો. કતારગામના આંબા તલાવડી વિસ્તારમાં રોડ-શો પહોંચ્યો ત્યારે ત્યાં રેલીમાં જોડાયેલા કેટલાક લોકોએ ભાજપના ઉમેદવારના પોસ્ટર ફાડતા મામલો ગરમાયો હતો.

પોસ્ટર ફાળ્યા બાદ યુવાનોએ આક્રમકતાથી સુત્રોચ્ચાર કર્યા હતા તેમ છતાં શાંતિનો ભંગ થયો ન હતો. પોસ્ટર ફાડવાની ઘટના બાદ ભાજપમાં પણ ઉશ્કેરાટ હતો પણ પછી શાંત થઈ ગયો હતો. વરાછામાં ભાજપ ઉમેદવારના કાર્યાલય પર પેરા મીલીટ્રી ફોર્સ ખડકાઇ ભાજપના વરાછાના ઉમેદવારના કાર્યાલય પાસેથી રેલી પસાર થતવાની હોવાથી અહી સ્થિતિને ધ્યાને લઇને પેરામીલીટ્રી ફોર્સ ખડકી દેવાઇ હતી. પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. ભાજપના કાર્યકરો પણ અહી મોટી સંખ્યામાં હાજર રહયા હતા.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર