Election Banner

અહંકારીઓને હરાવી 6 કરોડની જનતાને જીતાડવાની છે: હાર્દિક પટેલ

- 9 તારીખે નવરાઓને અને 14 તારીખે ચૌદશિયાઓને ઘરે મોકલવાના છે: 18 તારીખે આપણા ભવિષ્યનું પરિણામ આવવું જોઇ

સુરત, તા.3 ડિસેમ્બર 2017,રવિવાર

સુરતના યોગી ચોક વિસ્તારમાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે રવિવારે રાત્રે સભામાં હાજર લોકોને પાટીદાર સમાજના 14 શહીદો અને અત્યાચારને યાદ રાખીને ભાજપને મત નહીં આપવાના સોગંદ લેવડાવ્યા હતા. હાર્દિક પટેલે કહ્યું કે, ગુજરાત સરકાર ૨૨ વર્ષના વિકાસની સીડી નહીં પણ ૨૨ વર્ષના છોકરાની બ્લુ ફિલ્મની સીડી લોકોને દેખાડી છે. સમાજના ભાગલા પાડીને આ લોકો જીતવાની વાત કરશે પણ આ વખતે સમાજના ભાગલા ન પડે પણ આ લોકોને પાડી દેવાના છે.

૧૮મીએ પરિણામ જાહેર થાય ત્યારે  છાપાઓમાં અહંકારીઓને હરાવીને ગુજરાતની છ કરોડની જનતાનો વિજય થયો તેવા હેડીંગ જોવા માગું છું.  સુરતના પુણા વિસ્તારમાં થયેલી સભામાં હાર્દિક પટેલે કોંગ્રસના નામ દીધા વિના ભાજપને મત નહીં આપવાની અપીલ લોકોને કરી હતી. તેણે કહ્યું કે, ૨૦૦૭ અને ૨૦૧૨માં પણ આ જગ્યાએ આ જ પ્રકારની રેલી અને સભા થઈ હતી પરંતુ પરિણામ આવ્યું ન હતું. આ વખતે પણ જો પરિણામ ન આવે તો આગામી  દસ પંદર વર્ષોમા સમાજ માટે કોઈ યુવાનો લડવા માટે આગળ આવશે નહીં. સુરતમાં પરિણામ ન આવ્યું તો આપણું ભવિષ્ય સમાપ્ત છે.

આપણે જે ભાજપને મત આપતા હતા તે કેશુબાપા, વલ્લભ કથીરીયા, વાજપેયીજી, કાશીરામ રાણાની ભાજપ હતી. હાલ જે ભાજપ છે તે અમિત શાહ જેવા ગુંડા અને લુખ્ખાઓની ભારતીય જનતા પાર્ટીમાં આપણે હવે નથી. તેથી આ ભાજપને હવે મત નહીં આપીએ. જે આપણી મા-બહેનો પર અત્યાચર કરે, ૧૪ યુવાનોની હત્યા કરે તે છતાં પણ આપણને તેનો મોહ નથી છુટતો, તો શરમ કરો અને તેના ખોળામાં બેસી ન જાવો.

આપણી વેલ્યું ભજીયા, ચવાણા, બુંદી, ગાઠીયા જેવી થઇ ગઇ છે, ચૂંટણી આવી એટલે બે મહિનાથી આ બધી સરભરા કરાય છે. આજે રેલી દરમિયાન ૧૨થી ૧૩ લાખ લોકોને રૃબરૃ મળ્યા ચે. અત્યારની ભાજપ લુખ્ખા ઉભા કરી સમાજના યુવાનોને ડરાવી હુમલા કરે છે.વિકાસના નામે મત માગતા ભાજપ માટે કહ્યું હતું કે, ૨૨ વર્ષના વિકાસની સીડી જોવી હતી પરંતુ તેના બદલે ૨૨ વર્ષના યુવાનની બ્લુ ફિલ્મ લાવીને પબ્લીકમાં આપો છો.

આ લોકોના નાટક એટલા ખરાબ છે કે હજી પણ કોઈ ચૂંટણી લડતા હશે તેની સીડી લોકોને બતાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાથ હલાવવાની એક્શન અંગે કહ્યું કે, બન્ને તરફ હાથ હલાવીને તે સમાજના ભાગલા પાડીને રાજ કરે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૯ તારીખે નવરાઓને અને ૧૪ તારીખે ચૌદશીયાઓને ઘેર બેસાડવાના છે, પાડી દેવાના છે. આ ઉપરાંત હાર્દિક પટેલે લોકોને સોગદ લેવડાવી કહ્યું હતું કે ભાજપ રાજમાં ૧૪ શહીદ યુવાનની શહીદીને યાદ રાખી, અત્યાચારને યાદ રાખીને ભાજપને ક્યારેય પણ મત નહીં આપું.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર