Election Banner

સુરત: ભાજપના ગઢમાં રૂપાણી-પાટીદાર ગઢમાં હાર્દિક પટેલનો રોડ શો

- સુરતમાં રાજકીય ગતિવિધ વધુ સતેજ બની

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 3 ડિસેમ્બર 2017 રવિવાર

સુરતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પાટીદાર આનંદોલનના નેતા વિજય રૂપાણીના રોડ સો સાથે આજનો સનડે સુરતમાં રાજકીય સુપર સન્ડે બની ગયો હતો.

ભાજપ અને હાર્દિક બન્નેની રેલીમાં મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકોએ રાજકારણીનું મુંઝવણ વધારી દીધી છે. મતદાતાઓનું વલણ ક્યા પક્ષ સાથે રહેશે તે રેલીની મેદની પરથી કળી શકાતું ન હોવાથી નેતાઓનું મુંઝવણ વધી ગઈ છે.

સુરતના ગઢ એવા મજુરા વિધાનસભા મત વિસ્તારમાં મુખ્યમંત્રી વિજય રૃપાણીએ આજે સવારે રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં ભાજપના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

આ રોડ શો દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપને ૧૫૦ બેઠક મળશે તેવો દાવો કર્યો હતો. જ્યારે બીજી તરફ પાટીદારોના ગઢ ગણાતા વિસ્તારમાં પાટીદાર અનામત આદંલનના નેતા હાર્દિક પટેલે રોડ શો કર્યો હતો.

આ રોડ શોમાં પણ પાટીદાર યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. પાટીદાર વિસ્તારમાં આવતી વિધાનસભા વિસ્તારમાં રોડ શો બાદ હાર્દિક પટેલેની સભા પણ થશે.

ભાજપ અને હાર્દિક પટેલ બન્નેના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકોને જોતાં મતદારોનો ઝોક ભાજપ તરફ રહેશે કે ભાજપ વિરોધી તેને કળવામાં રાજકારણીઓ માથું ખંજવાળી રહ્યાં છે. બન્ને સભામાં મેદની હોવાતી મતદારો કોની પડખે ઉભા રહેશે અને કોનો સાથ છોડશે તે કહેવું મુશ્કેલ બની ગયું છે.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર