Election Banner

હાર્દિકને અનામતમાં કોઈ રસ નથી સમાજ સાથે દગો થયો છેઃ વિજય રૂપાણી

- ચુંટણીમાં ભાજપને 150 બેઠકના દાવા સાથે કહેવાયું

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 3 ડિસેમ્બર 2017 રવિવાર

સુરતમાં ભાજપના ગઢ ગણાતા મજુરા વિધાનસભા મત વિસ્તારમાં મુખ્યંમત્રી વિજય રૃપાણીના રોડ શો દરમિયાન તેઓએ હાર્દિક પટેલ અને કોગ્રેસઅને મન મોહનસિંહ પર આકરા પ્રહાર કર્યા હતા.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, હાર્દિક પટેલ હવે એક્સોપઝ થઈ ગયો થછે તેમને અમાનતમાં કોઈ રસ નથી અને સમાજ સાથે ધોકો થયો છે.

આ ઉપરાંત હાલ ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસમાં જુઠ્ઠુ બોલવામાં સ્પર્ધા ચાલી રહી છે જે વધુ જુઠ્ઠુ બોલશે તેને ઈનામ મળશે. આ ઉપરાંત  વિધાનસભામાં ચુંટણીમાં ૧૫૦ બેઠક ભાજપને મળશે તેવો દાવો પણ કરી દીધો હોત.

સુરતના રોડશોમાં મેદની જોઈને મુખ્યમંત્રી વિજય રૃપાણી ખિલ્યા હતા તેઓએ કહ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપને ૧૫૦ બેઠક મેલવતા કોઈ રોકી શકશે નહીં.

હાર્દિક પટેલની રેલી અંગે તેઓએ કહ્યું હતું કે, હવે હાર્દિક પટેલ લોકો અને સમાજ વચ્ચે એક્સપોઝ થઈ ગયો છે હાર્દિક પટેલને અનામતમાં કોઈ પ્રકારનો રસ નથી. તેણે સમાજ સાથે ધોકો કર્યો છે. પાટીદાર સમાજ ભાજપ સાથે હતો અને ભાજપ સાથે જ રહેશે તેવી વાત કરી હતી.

આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી દરમિયાન સોનિયા ગાંધીએ  કોગ્રેસના નેતાઓમાં જુઠ્ઠુ બોલવાની સ્પર્ધા રાખી છે જે કોંગ્રસના નેતા સૌથી વધુ જુઠ્ઠુ બોલશે તેને સોનિયા ગાંધી ઈનામ આપશે.

આ ઉપરાંત મન મોહનસિંહના ગઈકાલના નિવેદન અંગે કહ્યું હતું કે, મન મોહનસિંહ નિષ્ફળ વડા પ્રધાન હતા તેથી તેમના કોઇ પણ પ્રકારના નિવેદનનો કોઈ અર્થ રહેતો નથી.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર