Election Banner

સુરત: કોંગ્રેસના ઝંડા વિના હાર્દિક પટેલની રેલીમાં ભાજપ વિરોધી પ્રચાર થયો

- હાર્દિકની મોટી રેલી જોઈને કોંગ્રેસના ઉમેદવારો ગેલમાં

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 3 ડિસેમ્બર 2017 રવિવાર

કોંગ્રેસને સમર્થન જાહેર કર્યા બાદ સુરતમાં હાર્દિક પટેલની નિકળેલી રેલીમાં કોંગ્રસના ઝંડા કે સાહિત્ય ઘણું ઓછું દેખાયું હતુ. કોંગ્રેસને બદલે પાટીદાર સમાજને આગળ કરીને સુરતમાં  હાર્દિક પટેલની રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. આ રેલીમાં કોંગ્રસનો પ્રચાર કરવામા આવ્યો ન હતો પરંતુ ભાજપ વિરોધી પ્રચાર કરવામાં આવ્યો હતો.

હાર્દિક પટેલની રેલીમાં લોકોની મેદની જોઈને કોંગ્રસના ઉમેદવારો ગેલમાં આવ્યા જ્યારે ભાજપના ઉમેદવારોની ચિંતામાં વધારો થયો હતો. સુરતના પાટીદાર બહુમતિવાળા વિસ્તાર ધરાવતી પાંચ વિધાનસભા મત વિસ્તારમાં હાર્દિક પટેલની રેલીનું આયોજન કરવામા આવ્યું હતું. આ રેલીમાં એક ખાસ વાત એ જોવા મળી હતી કે રેલામાં પાટીદાર સમાજને જ આગળ કરાયો હતો હળના પ્રતિક સાથે હાર્દિક પટેલની રેલી પાટીદાર વિસ્તારમાં ફરી હતી.

આ રેલીમાં હાર્દિક પટેલ સાથે જોડાયેલા યુવાનોના માથા પર પાટીદારની ટોપી અને પાટીદારનો જ ધ્વજ જોવા મળતો હતો. કોંગ્રેસના સમર્થન અને ભાજપના વિરોધમાં થયેલી આ રેલીમાં કોગ્રેસનું સાહિત્ય ભાગ્યે જ કોઈ જગ્યાએ દેખાયું હતું. રેલીમાં જય ભવાની ભાજપ જવાની અને દેખો દેખો કોન આયા મોદી તેરા બાપ આયેના સુત્રોચ્ચાર સાથે વાતાવરણમાં ગરમાટો આવી ગયો હતો. ભાજપ વિરોધી સુત્રોચ્ચાર બોલાયા હતા પરંતુ ક્યાંય પણ કોંગ્રેસને મત આપવા માટેના સુત્રોચ્ચાર ન થયાં હતા.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર